સંયુક્ત રાષ્ટ્રમાં ભારતને મોટી સફળતા, આતંકી હાફિજ સઈદની અરજી ફગાવી: સૂત્ર

સંયુક્ત રાષ્ટ્રે જમાત-ઉદ-દાવાના પ્રમુખ સઈદનું નામ પ્રતિબંધિ લોકોની યાદીથી હટાવવાનો ઇન્કાર કરી દીધો

સંયુક્ત રાષ્ટ્રે જમાત-ઉદ-દાવાના પ્રમુખ સઈદનું નામ પ્રતિબંધિ લોકોની યાદીથી હટાવવાનો ઇન્કાર કરી દીધો

 • Share this:
  સંયુક્ત રાષ્ટ્રમાં ભારતને મોટી સફળતા મળી છે. મૂળે, સંયુક્ત રાષ્ટ્રે આતંકી ફાફિજ સઈદની એ અપીલ ફગાવી દીધી છે જેમાં તેણે કહ્યું હતું કે તેનું નામ પ્રતિબંધિત લોકોની યાદીથી હટાવી દેવામાં આવે. સંયુક્ત રાષ્ટ્રે જમાત-ઉદ-દાવાના પ્રમુખ સઈદનું નામ પ્રતિબંધિત લોકોની યાદીથી હટાવવાનો ઇન્કાર કરી દીધો. સઈદે તેના માટે અપીલ કરી હતી. આ જાણકારી સરકારના સૂત્રોએ ગુરુવારે આપી.

  આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે સંયુક્ત રાષ્ટ્રની 1267 પ્રતિબંધ સમિતિને પુલવામા આતંકવાદી હુમલા બાદ જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવાનો અનુરોધ પ્રાપ્ત થયો છે. પુલવામા હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના 40 જવાન શહીદ થયા હતા.

  સઈદની અપીલને ફગાવવાનો સંયુક્ત રાષ્ટ્રનો નિર્ણય, આતંકી સમૂહ લશ્કર-એ-તૈયબા (એલઈટી)ના સહ-સંસ્થાપક, ભારત દ્વારા તેની ગતિવિધિઓ વિશે 'ખૂબ ગોપનીય માહિતી' સહિત વિસ્તૃત પુરાવા રજૂ કર્યા બાદ આવ્યો. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર આતંકવાદી સંગઠન જમાત-ઉદ-દાવા (JuD)ના પ્રમુખ સઈદને 10 ડિસેમ્બર 2008ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા મુંબઈના ભયાનક હુમલા બાદ પ્રતિબંધિત કરાર કર્યો હતો, જેમાં 166 લોકો માર્યા ગયા હતા.

   સઈદે 2017માં લાહોર સ્થિત લો ફર્મ મિર્જા એન્ડ મિર્જાના માધ્યમથી સંયુક્ત રાષ્ટ્રને એક અપીલ દાખલ કરી હતી. સૂત્રોનું કહેવું છે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ પ્રકારની તમામ અનુરોધીની તપાસ કર્યા બાદ નિયુક્ત સ્વતંત્ર લોકપાલ ડેનિયલ કિફર ફાસીતિએ સઈદના વકીલને જાણ કરી કે તેમના અનુરોધની તપાસ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે આતંકીઓની યાદીમાં સઈદનું નામ રહેશે.

  આ પણ વાંચો, સર્જિકલ સ્ટ્રાઇક બાદ લોકો મોદી સરકારથી ખુશ: સર્વેમાં ખુલાસો

  ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની ઈમરાન ખાનની આગેવાની સરકારે અપીલનો વિરોધ નહોતો કર્યો. તેમનો દાવો છે કે પ્રતિબંધિત આતંકવાદીઓ અને તેમના સંગઠનોની વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે. ગત મહિને સંયુક્ત રાજ્ય અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે સંયુક્ત રાષ્ટ્રમાં જેએમ પ્રમુખ મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવા માટે નવી અપીલ દાખલ કરી. પાકિસ્તાનના વિદેશ મંત્રી મુજબ મસૂદ પાકિસ્તાનમાં જ રહી રહ્યો છે.
  Published by:Mrunal Bhojak
  First published: