Home /News /national-international /ઉત્તર કોરિયામાં લોકો ભૂખમરાથી મરી રહ્યા છે, આજીવિકા ખતમ થઈ રહી છે: ચોંકાવનારી રિપોર્ટ
ઉત્તર કોરિયામાં લોકો ભૂખમરાથી મરી રહ્યા છે, આજીવિકા ખતમ થઈ રહી છે: ચોંકાવનારી રિપોર્ટ
ઉત્તર કોરિયા તાનાશાહ કિમ જોંગ ઉન (FILE PHOTO)
ઉત્તર કોરિયા (North Korea)માં સ્થિતિ બહુ ખરાબ છે. સંયુક્ત રાષ્ટ્રના એક સ્વતંત્ર તપાસકર્તાએ કહ્યું કે લોકોની આજીવિકા પર અને તેમના માનવાધિકારો પર આ સ્થિતિની ભારે અસર થઈ છે.
સંયુક્ત રાષ્ટ્ર. ઉત્તર કોરિયામાં ભૂખમરાથી લોકોની હાલત બગડી ગઈ છે. તે આખી દુનિયાથી જાણે અલગ પડી ચૂક્યો છે. આ વાતો સંયુક્ત રાષ્ટ્રના એક સ્વતંત્ર તપાસકર્તા ટોમસ ઓજિયા ક્વિન્ટાના (Tomas Ojea Quintana)એ શુક્રવારે જણાવી હતી. તેમણે કહ્યું હતું કે, કોવિડ-19 (Covid-19)ના નિવારણ માટે લેવાયેલા પગલા અને બગડતા વૈશ્વિક સંબંધોને કારણે ઉત્તર કોરિયા આજે વૈશ્વિક સમુદાયથી જે પ્રમાણે અલગ દેખાય છે તેવો ક્યારેય નથી જોવા મળ્યો અને દેશની અંદરના લોકોના માનવાધિકારો પર આ સ્થિતિની ભારે અસર થઈ છે.
ડેમોક્રેટીક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા (ઉત્તર કોરિયાનું ઓફિશ્યલ નામ)એ કોરોના મહામારી સામે સુરક્ષાના ભાગરૂપે પોતાની સરહદો સીલ કરી નાખી છે.
ટોમસ ઓજિયા ક્વિન્ટાના (Tomas Ojea Quintana)એ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની માનવાધિકાર સમિતિને જણાવ્યું કે ઉત્તર કોરિયામાં ખાદ્યાન્ન સંકટ છે. લોકોની આજીવિકા પર અસર પડી છે અને બાળકો તેમજ વડીલો માટે ભૂખમરાનું જોખમ છે.
તેમણે જણાવ્યું કે તેઓ રાજકીય કેદીઓની શિબિરોમાં ખાદ્યાન્નની કમિને લઈને બહુ ચિંતિત છે. ડેમોક્રેટીક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા (DPRK)એ મહામારીના નિવારણ માટે સરહદો બંધ કરી નાખી જેની ઉત્તર કોરિયાના લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ છે, કેમકે દેશનું સ્વાસ્થ્ય સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણની અછત અને તબીબી સામગ્રીના પુરવઠાની અછતનો સામનો કરી રહ્યો છે.
તેમણે જણાવ્યું કે કોવિડ-19ના નિવારણ માટે પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા (DPRK)એ સરકારના આ આત્મઘાતી પગલાને કારણે લોકો આત્મહત્યા કરી રહ્યા છે. દેશમાંથી પલાયન કરી રહ્યા છે.
ડીપીઆરકેમાં માનવાધિકારો પર સંયુક્ત રાષ્ટ્રના વિશેષ તપાસકર્તા તરીકે છ વર્ષ બાદ મહાસભાને પોતાની અંતિમ રિપોર્ટમાં ટોમસ ઓજિયા ક્વિન્ટાનાએ કહ્યું કે, ‘આવજાવ કરવાની સ્વતંત્રતા પર પાબંદી અને રાષ્ટ્રીય સરહદો બંધ કરવાથી બજારની ગતિવિધિમાં વિક્ષેપ આવ્યો છે. લોકોના ભોજન સહિતની પાયાની જરૂરિયાતો માટે આ ગતિવિધિ યોગ્ય રીતે ચાલુ રહે એ જરૂરી છે.’ ક્વિન્ટાનાએ ઉમેર્યું કે હાલમાં ઉત્તર કોરિયામાં સંયુક્ત રાષ્ટ્રનો કોઈ આંતરરાષ્ટ્રીય સ્ટાફ નથી અને રાજદ્વારીઓ સતત દેશ છોડી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર