યાતના સહન કરનાર માટે UN ઉજવે છે ખાસ દિવસ, જાણો તેની થીમ, ઇતિહાસ અને મહત્ત્વ

પ્રતિકાત્મત તસવીર

UN International Day in Support of Victims of Torture: ત્રાસનો ભોગ બનેલા લોકોના સમર્થનમાં સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય દિવસ 1998ની 26 જૂનના રોજ ઉજવવામાં આવ્યો હતો.

  • Share this:
નવી દિલ્હી: યાતનાનો ભોગ બનેલા લોકોના સમર્થનમાં સંયુક્ત રાષ્ટ્ર (United Nations) દ્વારા ખાસ દિવસની ઉજવણી થાય છે. દર વર્ષે 26 જુનના રોજ આ દિવસ ઉજવાય છે. સૌપ્રથમ વખત આ દિવસની ઉજવણી 1997માં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા ત્રાસ સહન કરનારા લોકોની વેદના પ્રત્યે જાગૃતિ (Awareness) લાવવા માટે થઈ હતી. ત્રાસ આપવો એ તકલીફ પહોંચાડવાનું અધમ કૃત્ય છે. માનવ અધિકાર અદાલતના મત મુજબ ત્રાસ આપવો એ એક ઇરાદાપૂર્વકનું અમાનવીય વર્તન છે. જેનાથી ખૂબ જ ગંભીર અને ક્રૂર યાતના થાય છે. UN આવા કૃત્યોની કડક નિંદા કરે છે. આવા કૃત્યને માનવતા સામેનો ગુનો ગણાવે છે. આ દિવસનો મુખ્ય હેતુ નાગરિકોને ત્રાસથી બચાવવાનો છે.

આ દિવસનો હેતુ લોકો સુધી પહોંચાડવા માટે આંતરરાષ્ટ્રીય રીહેબિલિટી કાઉન્સિલ ફોર ટોર્ચર વિકટીમ અને એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ જેવી અનેક સંસ્થાઓ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જેમાં ફોટો પ્રદર્શનો, પોસ્ટરોનું વિતરણ અને ત્રાસથી સંબંધિત મુદ્દાઓમાં લોકોને જાગૃત કરવા માટેની અન્ય બાબતો પણ શામેલ હોય છે.

આ પણ વાંચો: આ ટેક અબજોપતિએ પોતાને આપ્યું મોત! સેક્સ વર્કર સાથે લગ્ન, પછી જેલ અને હવે આપઘાત

ઉલ્લેખનીય છે કે, 1987ની 26 જૂનના રોજ યાતના અને અન્ય અમાનવીય અથવા માનભંગ કરતા વર્તન સામે અભિયાન શરૂ થયું હતું. યાતના આપવા જેવી બાબતને સર્વવ્યાપક ગેરકાયદે ગણવાનો સ્વીકાર કરાયો હતો. દસ વર્ષ પછી 1997ની 26 જૂનના રોજ યુ.એન. જનરલ એસેમ્બલીએ પીડિતો અને ત્રાસથી સર્વાઈવ થયેલા લોકોને ટેકો આપવા અને તેની અસર વિશે જાગૃતિ લાવવા માટે આ દિવસને સત્તાવાર રીતે જાહેર કર્યો હતો.

આ પણ વાંચો: ખરા અર્થમાં ડિજિટલ ગુજરાત: નવ મહિનામાં UPI ટ્રાન્ઝેક્શનમાં 120%નો વધારો નોંધાયો

આ દિવસનો મુખ્ય હેતુ ત્રાસને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો છે. ત્રાસનો ભોગ બનેલા લોકોના સમર્થનમાં સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય દિવસ 1998ની 26 જૂનના રોજ ઉજવવામાં આવ્યો હતો. ત્યારે યુએનએ તમામ સરકારો, સ્ટેકહોલ્ડર અને વૈશ્વિક સમાજના સભ્યોને દરેક જગ્યાએ યાતના યાતના આપનારાઓ સામે કાર્યવાહી કરવાની અપીલ કરી હતી.

આ દિવસની ઉજવણી સાથે જ વિશ્વમાં ત્રાસ સહન કરનારા લોકો માટે સમર્થન મળવા લાગ્યું હતું. પરિણામે અત્યારે 162 દેશો ત્રાસ અને અન્ય ક્રૂર, અમાનવીય અથવા અધમ ઉપજાવે તેવા વર્તન સામે યુએન કન્વેશનને બહાલી આપે છે.
First published: