એકદમ ભયાનક છે 'કઠુઆ ગેંગરેપ' કેસ, આરોપીઓને મળે કડક સજા: UN

 • Share this:
  જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં 8 વર્ષની બાળકી સાથે ક્રુરતાનો મામલો સંયુક્ત રાષ્ટ્ર (UN) સુધી પહોંચ્યો છે. યુએને બાળકી સાથે ગેંગરેપ અને હત્યાના મામલામાં 'ભયાનક' કહ્યો છે. યુએને કહ્યું કે આ પશુતા અને જંગલીપણાને અંજામ આપનારાને કાયદાના દાયરામાં લાવવો જોઇએ.

  સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ અંતોનિયો ગુતારેસના પ્રવક્તા સ્ટીફન દુજારિક શુક્રવારે મીડિયા બ્રીફિંગમાં આ વાત કહી છે. તેમણે કહ્યું, "અમે બાળકીની સાથે ગેંગરેપના આ જધન્ય અપરાઘની મીડિયા રિપોર્ટ જોઈ છે. અમને આશા છે કે અધિકારીઓ અપરાધીઓને કાયદાના દાયરામાં લઇ જશે. જેનાથી બાળકી સાથે ગેંગરેપ અને હત્યાના મામલામાં દરેક આરોપીઓને કડક સજા મળી શકે."

  શું છે મામલો?
  તમને જણાવી દઇએ કે જમ્મુના કઠુઆ જિલ્લાના રહેનારા ખાનાબદોશ બકરવાલ મુસ્લિમ સમુદાયની એક બાળકી ગત 10 જાન્યુઆરીના રોજ પોતાના ઘરની પાસેથી ગૂમ થઇ ગઇ હતી.17 જાન્યુઆરીના રોજ તે બાળકીની તે જ વિસ્તારના જંગલમાંથી લાશ મળી. આ મામલામાં ક્રાઇમ બ્રાંચની સ્પેશિઅલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)નું ગઠન કર્યું. અત્યાર સુધી બે પોલીસ અધિકારીઓ સહિત 8 લોકોની ધરપકડ કરી છે.

  શું કહે છે ચાર્જશીટ?
  ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નોંધાયેલી ચાર્જશીટમાં કહેવમાં આવ્યું છે કે પુર્વ રાજસ્વ અધિકારી સંજી રામે પોલીસકર્મીઓએ મામલો દબાવવા માટે 1.5 લાખ રૂપિયાની લાંચ આપી છે. એટલું જ નહીં મામલાને બંધ કરવા માટે બીજેપીના ધારાસભ્યો અને વરિષ્ઠ મંત્રીઓ ઉપરાંત મહેબૂબા મુફ્તી પર પણ દબાણ નાંખવામાં આવ્યું.

  ક્રાઇમ બ્રાંચ સામે હિંદુ એકતા મંચે જાહેરમાં લોકોનું સમર્થન મેળવવા માટે તિરંગાનો ઉપયોગ કરવામાં આવ્યો. આરોપપત્ર પ્રમાણે આરોપીએ બાળકીને દેવીસ્થાનમાં બંધક બનાવીને રાખવા માટે તેને નશીલી દવાઓ પણ આપી હતી. બાળકીના અપહરણ, હત્યા અને જંગોત્રા તથા ખજુરિયાની સાથે વારંવાર બળાત્કાર કરવા માટે કિશોરે મહત્વની ભૂમિકા નીભાવી હતી. કિશોરે શાળાનો અભ્યાસ છોડી દીધો છે.

  આરોપપત્ર પ્રમાણે ખજુરિયાએ બાળકીનું અપહરણ કરવા માટે કિશોરને લાલચ આપી. ખજુરિયાએ તેને વિશ્વાસ અપાવ્યો કે તે બોર્ડ પરીક્ષા પાસ કરવામાં તેની મદદ કરશે. જે પછી પરવેશે યોજના બનાવી તેને અંજામ આપવામાં મદદ મળશે જે રામ અને ખજુરિયાએ બનાવી હતી.

  પશુતાની હદ સુધી ગયા આરોપી
  ચાર્જશીટ પ્રમાણે દરેક આરોપી માસૂમ સાથે વારાફરતી રેપ કરતા હતાં ત્યારે સગીરે મેરઠમાં ભણતા પોતાના પિતરાઇ ભાઈને પણ ફોન કર્યો કે જો તને મજા લૂંટવી હોય તો અહીં આવી જા. એટલું જ નહીં, તેની હત્યા કરતા પહેલા એક પોલીસ અધિકારીએ તેને રોક્યો, કારણ કે તે છેલ્લી વાર તેની પર રેપ કરવા માંગતો હતો. જેના પછી ફરીથી બાળકી પર બધાએ રેપ કર્યો.

  પોલીસને લાંચ પણ આપી
  ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે રેપ પછી તેની હત્યા કરી દીધી. માર્યા પછી પણ તે લોકોની તસલ્લી માટે કે તે મરી જ ગઇ છે તેના માથા પર પણ પથ્થરથી કેટલીય વાર માર્યું. પછીથી તપાસ દરમિયાન રામે પોલીસકર્મીઓને મામલો દબાવવા માટે 1.5 લાખ રૂપિયાની લાંચ પણ આપી હતી.

  કોની પર કેસ
  આરોપીઓમાં રામ, તેનો પુત્ર વિશાલ, સબઇન્સપેક્ટર આનંદ દત્તા, બે વિશેષ અધિકારી દિપક ખજુરિયા અને સુરેન્દ્ર વર્મા, હેડ કોન્સ્ટેબલ તિલક રાજ અને સ્થાનીય નાગરિક પ્રવેશ કુમાર સામેલ છે. તેમની સામે રેપ મર્ડર અને સબૂતોને સંતાડવા માટેની અલગ અલગ કલમો લાગી છે.
  Published by:Kaushal Pancholi
  First published: