'પ્રિયંકા ગાંધી છે ચોરની પત્ની'- ઉમા ભારતીનું વિવાદિત નિવેદન

News18 Gujarati
Updated: April 17, 2019, 10:06 AM IST
'પ્રિયંકા ગાંધી છે ચોરની પત્ની'- ઉમા ભારતીનું વિવાદિત નિવેદન
બીજેપી નેતા ઉમા ભારતી (ફાઇલ ફોટો)

ઉમા ભારતીએ પ્રિયંકા ગાંધીને લઈને કહ્યું કે, પ્રિયંકા વાડ્રા ચોરની પત્ની છે અને દેશ તેને એ જ નજરથી જોશે

  • Share this:
(મિથીલેશ ઠાકુર)

લોકસભા ચૂંટણી 2019નો પારો જેમ-જેમ ચઢતો જાય છે તેમ-તેમ નેતાઓ દ્વારા વિવાદાસ્પદ નિવેદનો આપવાનો પારો પણ વધતો જઈ રહ્યો છે. આવું જ એક વિવાદાસ્પદ નિવેદન મંગળવારે બીજેપીની ફાયર બ્રાન્ડ નેતા ઉમા ભારતીએ છત્તીસગઢમાં આપ્યું છે. ઉમા ભારતીએ પ્રિયંકા ગાંધીને લઈને કહ્યું કે, પ્રિયંકા વાડ્રા ચોરની પત્ની છે અને દેશ તેને એ જ નજરથી જોશે.

દુર્ગ લોકસભા સીટને લઈ ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમા ભારતીને જ્યારે પત્રકારોએ પ્રિયંકા ગાંધીના ચૂંટણી લડવા અને સક્રિય રાજકારણમાં આવવાને લઈ સવાલ કર્યો તો તેઓએ કહ્યું કે, તેમના પતિ પર ચોરીનો આરોપ છે. ચોરની પત્નીને કઈ નજરે જોવામાં આવે છે, હિન્દુસ્તાન તેમને તેવી જ નજરે જોશે.

ઉમા ભારતીએ ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટી નેતા આઝમ ખાન ઉપર પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે ચૂંટણી પંચ દ્વારા જે રીતે યોગી અને આઝમ ખાન પર એક જ પ્રકારની કાર્યવાહી તે તેમને યોગ્ય નથી લાગતી. તેઓએ માયાવતીના નિવેદન પર વળતો હુમલો કરતાં કહ્યું કે યોગીએ પોતાની વાત કહી હતી અને ભગવાનનું નામ લઈને કહ્યું હતું કોઈ મહિલાનું અપમાન નહોતું કર્યું. પરંતુ આઝમ ખાને મહિલાઓ પર નિમ્ન સ્તરના શબ્દોનો ઉપયોગ કરતાં દેશની મહિલાઓની અસ્મિતા પર હુમલો કર્યો છે.

આ પણ વાંચો, કનિમોઝીના ઘરેથી ખાલી હાથે પરત ફર્યા I-T અધિકારી, DMK સમર્થકોનો મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર

ઉમા ભારતીએ કહ્યું કે ચૂંટણી પંચે જોવું જોઈએ કે ઇન્ડિયન પીનલ કોડ હેઠળ મહિલાઓના અપમાનના સંબંધમાં જે પણ કલમો લાગતી હોય આઝમ ખાન પર લાગવી જોઈએ. તેઓએ કહ્યું કે આઝમ ખાનને ડિસ્ક્વૉલિફાઇ કરવા જોઈએ. ઉમા ભારતીએ રાહુલ ગાંધીના સવાલ પર કહ્યું કે પોતાની પાર્ટીના અધ્યક્ષ છે તેઓ ક્યાંયથી પણ ચૂંટણી લડી શકે છે, પરંતુ અમેઠીના જે રિપોર્ટ મીડિયા દ્વારા સામે આવ્યા છે તેથી તેમણે બે સીટ પરથી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. મતલબ એ છે કે તેઓએ અમેઠીમાં પહેલાથી જ પોતાની હાર માની લીધી છે.
First published: April 17, 2019, 9:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading