Home /News /national-international /

ઉમા ભારતીએ કર્યો આમિર પર પ્રહાર, કહ્યું- 'દેશને કલંકિત કર્યુ છે'

ઉમા ભારતીએ કર્યો આમિર પર પ્રહાર, કહ્યું- 'દેશને કલંકિત કર્યુ છે'

નવી દિલ્હી# કેન્દ્રિય મંત્રી ઉમા ભારતીએ પઠાણકોટ હુમલા પર બોલતા કહ્યું કે, સેનાનું ઓપરેશન સમગ્ર રીતે સફળ રહ્યું અને અમારા જવાનોએ આતંકીઓ જડબેસલાક જવાબ આપ્યો છે. પરંતુ અમુક લોકો એવા છે કે, જે આ દેશમાં રહીને દેશને બદનામ કરે છે. ઉમા ભારતીએ બોલીવુડ એક્ટર આમિર ખાનના અસહિષ્ણુતા અંગે આપેલા નિવેદન પર નિશાન સાધતા કહ્યું કે, અમુક લોકોની આદત છે, પોતાની નિંદા કરવાની.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :

અભિનેતા આમિર ખાન અને તેમની પત્ની કિરણ રાવ પર નિશાન સાધતા ઉમાએ કહ્યું કે, પોતાના નિવેદનના કારણે આમિરને ભારતને કલંકિત કર્યુ છે. ઉમાએ કહ્યું કે, અમુક ફિલ્મ સ્ટાર બગડી ગયા છે, તે રાજકારણ કરવા ઇચ્છે છે. આમિર ખાન અને તેમની પત્ની પણ તેમાના એક છે. આવો લોકો દેશનું નામ ખરાબ કરી રહ્યાં છે.

ઉમા ભારતીએ કહ્યું કે, એક નાગરિકના રીતે મે જે જોયું છે, એ છે કે, વિશ્વનું સૌથી સારૂ ઓપરેશન થયું છે, પરંતુ ભારતના લોકોની આદત છે કે, પોતાની નિંદા કરવાની. હવે આમિર ખાન અને તેમની પત્નીને જોઇ લો, બન્નેએ વિશ્વભરમાં ભારતને કલંકિત કર્યુ છે. ઉમાએ કહ્યું કે, આ જે ફિલ્મ સ્ટાર છે, તે બગડી ગયા છે. આ લોકોને લાગવા લાગ્યું છે કે, અમે હવે રાજકારણ કરીયે, તો આ સિનેમાનું કામ છોડી અને ચૂંટણી લડીને લોકોને ફેસ કરે. ઉમાં આટલેથી જ ન રોકાતા તેણીએ આમિર પર કડવા પ્રહાર કરતા કહ્યું કે, હવે સિનેમા તો દરેક લોકો જોવે છે, અમે પણ જોઇએ છે. હું વિનંતી કરૂં છું કે, તમે નોન પોલિટિકલ બનીને સમાજની સેવા કરો અને અગર પોલિટિકલ સ્ટેટમેન્ટ આપવું હોય તો, સીધા-સીધા ચૂંટણીના મેદાનમાં ઉતરો.

ઉલ્લેખનીય છે કે, આમિર ખાને એક મીડિયા સમૂહના કાર્યક્રમમાં દેશમાં અસહિષ્ણુતા હોવાની વાત કરી હતી. સાથે એ પણ કહ્યું હતું કે, તેમની પત્ની કિરણ રાવે ભયના કારણે દેશ છોડી દેવાનો સુજાવ પણ આપ્યો હતો. જેના બાદ સોશિયલ મીડિયામાં ઘણી ટીકાઓ બાદ આમિરે કહ્યું હતું કે, તેમના નિવેદનનો ખોટા અર્થ કાઢવામાં આવ્યો હતો. તે ભારત સાથે પ્રેમ કરે છે અને ક્યારેય દેશ નહી છોડે.
First published:

Tags: અભિનેતા, અસહિષ્ણુતા, આમિર ખાન, ઉમા ભારતી, પ્રહાર, બીજેપી નેતા

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन