Home /News /national-international /હું નહીં કહું ભાજપને વોટ આપો! જાહેર મંચ પરથી ઉમા ભારતીએ જાણો કેમ આવું કહ્યું

હું નહીં કહું ભાજપને વોટ આપો! જાહેર મંચ પરથી ઉમા ભારતીએ જાણો કેમ આવું કહ્યું

ઉમા ભારતી (ફાઈલ ફોટો)

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ઉમા ભારતી મોટા ભાગે પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા હોય છે.

ભોપાલ: મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ઉમા ભારતી મોટા ભાગે પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા હોય છે. તાજેતરમાં તેમણે આપેલું એક નિવેદન વધારે ચર્ચામાં આવ્યું છે.

હકીકતમાં લોધી સમાજના એક કાર્યક્રમમાં પહોંચેલા ઉમા ભારતીએ કહ્યું કે, "હું લોધી સમાજને રાજકીય બંધનમાંથી મુક્ત કરુ છું, હું ચૂંટણીમાં આવીશ, મંચ પરથી સંબોધન પણ કરીશ, પણ હું એવું નહીં કહું કે, લોધિયો તમે ભાજપને વોટ આપજો. હું તો બધાને કહું છું કે, તમે ભાજપને વોટ કરો, કારણ કે, હું પાર્ટીની નિષ્ઠાવાન સિપાહી છું."



તેમના આ નિવેદન પર કોંગ્રેસ પાર્ટીએ પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પાર્ટીએ ટ્વિટ કરીને લખ્યું છેકે, " લોધી સમાજ માટે આ બહુ મોટો મેસેજ છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ લોધી સમાજને સંકેત આપ્યો છે કે, હવે ભાજપને વોટ આપવાની જરુર નથી. મધ્ય પ્રદેશને બચાવવા માટેના મહા અભિયાનમાં ઉમા ભારતીજીનું સ્વાગત છે. મધ્ય પ્રદેશ માંગે કમલનાથ."
First published:

Tags: Madhya pradesh, ઉમા ભારતી, કોંગ્રેસ, ભાજપ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો