ગૌહાટી બ્લાસ્ટ : ઉલ્ફા સ્લીપર સેલના સભ્ય અને ટીવી અભિનેત્રીની ધરપકડ

News18 Gujarati
Updated: May 17, 2019, 7:59 AM IST
ગૌહાટી બ્લાસ્ટ : ઉલ્ફા સ્લીપર સેલના સભ્ય અને ટીવી અભિનેત્રીની ધરપકડ
બ્લાસ્ટના સ્થળે એકઠા થયેલા લોકો

હુમલામાં બે પોલીસકર્મી સહિત 12 લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે ધરપકડ કરવામાં આવેલી લેખિકા અને અભિનેત્રી જહનબી સૈકિયા છે.

  • Share this:
ગૌહાટી: પોલીસે ઝૂ રોડ પર સ્થિત મોલ બહાર કરવામાં આવેલા ગ્રેનેડ હુમલામાં ગુરુવારે ઉલ્ફાના સ્લીપર સેલના સભ્ય અને એક મહિલાની ધરપકડ કરી છે. હુમલામાં બે પોલીસકર્મી સહિત 12 લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે ધરપકડ કરવામાં આવેલી લેખિકા તેમજ આસામ ટીવી અભિનેત્રી જહનબી સૈકિયા છે. પોલીસે આશંકા વ્યક્ત કરી કે બુધવારે સાંજે ઉગ્રવાદીઓએ પેટ્રોલિંગ પાર્ટીને નિશાન બનાવીને હુમલો કર્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે જહનબી સૈકિયા ULFAની સક્રિય કાર્યકર નથી. આસામની ટીવી અભિનેત્રી એવી સૈકિયા ગૌવહાટીમાં ત્રણ બેડરૂમના એક ઘરમાં રાજગુરુ સાથે રહેતી હતી. તેણી રાજગુરુને ગેરકાયદે પ્રવૃત્તિઓમાં મદદ કરતી હતી.

ગૌહાટી પોલીસ કમિશ્નર દીપક કુમારે જણાવ્યું કે, પંજબાડીમાં જહનબી સૈકિયાના ભાડાના ઘરમાંથી 20 કિલોગ્રામ ગનપાઉડર, એક 9 એમએમ પિસ્ટલ, 25 કારતૂસ અને ઉલ્ફા સાથે જોડાયેલું સાહિત્ય મળી આવ્યું છે. આ ઉપરાંત ઉગ્રવાદી સંગઠન ઉલ્ફાના સ્લીપર સેલના સભ્ય પ્રણમય રાજગુરુની પણ ધરપકડ કરવામાં આવી છે. રાજગુરુએ ઝૂ રોડ સ્થિત મોલમાં બ્લાસ્ટ કરવા માટે સામાન ભેગો કર્યો હતો.કહેવામાં આવી રહ્યું છે કે ઉલ્ફાના કાર્યકર પરેશ બરુઆએ હુમલાની થોડી કલાકો પછી જવાબદારી લીધી હતી. જોકે, પોલીસે ધરપકડ અને મુદ્દામાલ કબજે કરવા અંગે કોઈ ફોડ પાડ્યો ન હતો. પોલીસ કમિશ્નરે જણાવ્યું કે, રાજગુરુ 1986માં જ ઉગ્રવાદી સંગઠન સાથે જોડાયો હતો. જહબની સૈકિયાએ પંજબાડી વિસ્તારમાં એક મકાન ભાડે રાખ્યું હતું. તેણી પહેલી મેના રોજ આ ઘરમાં રહેવા આવી હતી. તે થોડાં થોડાં સમયે તેનું ઠેકાણું બદલતી રહેતી હતી.

દીપક કુમારે જણાવ્યુ કે બંનેએ ગ્રેનેડ હુમલામાં સામેલ હોવાની વાત સ્વીકારી લીધી છે. આ ઉપરાંત પોલીસે બે-ત્રણ લોકોની ઓળખ કરી લીધી છે જેઓ હુમલામાં સામેલ હતા. તેમની ધરપકડ કરવા માટે કાર્યવાહી ચાલી રહી છે. આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે ગુરુવારે જ કહ્યુ હતુ કે ગ્રેનેડ હુમલામાં સામેલ કઈ પણ ઉગ્રવાદીને છોડવામાં નહીં આવે. તમામની ધરપકડ કરીને કડકમાં કડક સજા આપવામાં આવશે.
First published: May 17, 2019, 7:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading