Home /News /national-international /

Russia Ukraine War: કાશ્મીરમાં રહેતી યુક્રેનિયન મહિલાએ PM મોદીને કરી અપીલ - 'અમારા દેશને બચાવો'

Russia Ukraine War: કાશ્મીરમાં રહેતી યુક્રેનિયન મહિલાએ PM મોદીને કરી અપીલ - 'અમારા દેશને બચાવો'

ઓલિજા જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં રહે છે. (ફોટો ક્રેડિટ- ANI)

Russia Ukraine controversy, PM Narendra Modi: એલિજા હાલમાં જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલમાં રહે છે. તેણે કહ્યું કે આજે આપણો દેશ લોકશાહી અને શાંતિ માટે લડી રહ્યો છે. ત્યાંના લોકોના હૃદયમાં સ્વતંત્રતા છે અને તેઓ કોઈપણ સંજોગોમાં રશિયનોને તેમના ઘરમાં પ્રવેશવા દેશે નહીં.

વધુ જુઓ ...
    છેલ્લા દસ દિવસથી યુક્રેન પર રશિયાનો હુમલો (Russia Ukraine controversy) ચાલુ છે. આ દરમિયાન યુક્રેનમાં માત્ર તબાહીના દ્રશ્યો જ સામે આવી રહ્યા છે. લાખો લોકોએ પોતાનો દેશ છોડી દીધો છે જ્યારે બચી ગયેલા લોકો પોતાનો જીવ બચાવવા માટે સુરક્ષિત જગ્યાઓ શોધી રહ્યા છે. આ દરમિયાન કાશ્મીરી પુરુષ સાથે લગ્ન કરનાર યુક્રેનની મહિલા (Ukrainian woman)એ પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને મદદ માટે અપીલ કરી છે. ઓલિજા નામની મહિલાએ કહ્યું કે પીએમ મોદીએ રશિયાના સૈન્ય ઓપરેશન સામે યુક્રેનને શક્ય બને તેટલી તમામ મદદ કરવી જોઈએ.

    ANIના સમાચાર મુજબ ઓલિજાએ કહ્યું કે રશિયાના સૈન્ય ઓપરેશનથી યુક્રેનને ભારે નુકસાન થઈ રહ્યું છે. હું ખૂબ ડરી ગઇ છું કે મારું હૃદય રડતું હે છે કારણ કે મારો પરિવાર ત્યાં છે. હું વડા પ્રધાન અને ભારત સરકારને યુક્રેનિયનોને શક્ય હોય તેટલી તમામ મદદ આપવાનું કહેવા માંગુ છું કારણ કે તેઓ બધા શાંતિપ્રિય લોકો છે.

    ઓલિજા હાલમાં જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલમાં રહે છે. તેમણે કહ્યું કે આજે આપણો દેશ લોકશાહી અને શાંતિ માટે લડી રહ્યો છે. ત્યાંના લોકોના હૃદયમાં સ્વતંત્રતા છે અને તેઓ કોઈપણ સંજોગોમાં રશિયનોને તેમના ઘરમાં પ્રવેશવા દેશે નહીં.

    આ દરમિયાન શનિવારે રશિયન હુમલાના દસમા દિવસે યુક્રેનમાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે. રશિયન સેનાએ શનિવારથી યુક્રેનના બે વિસ્તારોમાં યુદ્ધવિરામ માટે સહમતિ દર્શાવી છે, જેથી ત્યાં ફસાયેલા નાગરિકોને બહાર કાઢી શકાય.

    આ પણ વાંચો- Free ST Pass: ગુજરાતના 12 લાખ વિદ્યાર્થીઓને CM ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ, STના બસના ફ્રી પાસ મળશે

    રશિયાની ન્યૂઝ એજન્સીએ રૂશિયન મંત્રાલય દ્વારા જારી એક નિવેદનના હવલાથી જણાવ્યું કે, મોસ્કો યુક્રેની બળો સાથે કેટલાક ખાલી માર્ગો પર યુદ્ધવિરામ માટે સંમત થયું છે. જેથી નાગરિકોને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બંદર શહેર માર્યુપોલ અને દક્ષિણપૂર્વમાં ખસેડવામાં મદદ મળી રહે. સાથે જ પૂર્વીય શહેર વોલ્નોવાખામાંથી બહાર નીકળવા માટે મદદ મળી શકે.

    આ પણ વાંચો- PSI Recruitment 2022: PSIની પરીક્ષાની Z+ સિકયોરિટી, ઈતિહાસમાં પહેલીવાર પરીક્ષા કેન્દ્રો પર મોબાઇલ ઝામર લાગશે

    યુક્રેનમાં અટવાયેલા ભારતીયોને બહાર કાઢવા પર ભારતે શનિવારે કહ્યું કે તે યુદ્ધગ્રસ્ત યુક્રેનના પૂર્વીય શહેર સુમીમાં ફસાયેલા ભારતીયો વિશે "ખૂબ જ ચિંતિત" છે અને તેણે રશિયા અને યુક્રેન બંનેને વિવિધ ચેનલો દ્વારા તાત્કાલિક યુદ્ધવિરામ માટે કહ્યું છે. જેથી સંઘર્ષ વિસ્તારોમાંથી ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને સલામતીની સાવચેતી રાખવા, આશ્રયસ્થાનની અંદર રહેવા અને બિનજરૂરી જોખમ ન લેવા માટે કહેવામાં આવ્યું છે. બાગચીએ શુક્રવારે કહ્યું કે સુમીમાં લગભગ 700 ભારતીયો ફસાયેલા છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: PM Modi પીએમ મોદી, Russia and Ukraine War, Russia ukraine crisis, Russia ukraine news, Russia war with ukraine, Russia-Ukraine Conflict, Ukraine crisis, Ukraine news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन