Home /News /national-international /Ukraine Crisis : રશિયાના હુમલામાં ફસાયો યુક્રેનનો કાચબો, તો ઇમારત પરથી લગાવી દીધી છલાંગ
Ukraine Crisis : રશિયાના હુમલામાં ફસાયો યુક્રેનનો કાચબો, તો ઇમારત પરથી લગાવી દીધી છલાંગ
યુદ્ધમાં ફસાયેલા કાચબાએ ઇમારત પરથી લગાવી છલાંગ
એક યુક્રેનિયન (Ukraine) પત્રકાર Dima Replianchuk કિવ વિસ્તારમાં રશિયન દળો દ્વારા કરાયેલ વિનાશ પછી રિપોર્ટિંગ કરી રહ્યા હતા ત્યારે તેમણે ફૂટબોલના મેદાનમાં એક ઘાયલ કાચબાને જોયો
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ હજુ પણ ચાલુ છે જે ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું. યુક્રેનમાં રશિયા દ્વારા કરવામાં આવી રહેલા વિનાશને કારણે દેશના નાગરિકો તેમજ પ્રાણીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અન્ય દેશોના લોકો પણ યુક્રેનિયન નાગરિકો સાથે તેમના પાલતુ પ્રાણીઓને પ્રવેશ આપી રહ્યા છે. પરંતુ આ દરમિયાન એક કાચબા સાથે જોડાયેલા સમાચારે બધાને ચોંકાવી દીધા છે. રશિયન ગોળીબારમાં બચી ગયેલા કાચબાનો જીવ ચમત્કારિક રીતે બચી ગયો છે.
ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, યુક્રેનિયન પત્રકાર દિમા રેપ્લિયનચુક કિવ વિસ્તારમાં રશિયન દળો દ્વારા કરવામાં આવેલ વિનાશ બાદ રિપોર્ટિંગ કરી રહ્યા હતા ત્યારે ફૂટબોલના મેદાનમાં કાચબા સાથે અથડાયા હતા. વેબસાઈટ સાથે વાત કરતા દિમાએ કહ્યું કે કાચબાના પગમાં ઈજા થઈ છે.
તેણે આજુબાજુ જોયું અને અનુમાન લગાવ્યું કે કાચબો જમીનની નજીકના એપાર્ટમેન્ટમાં રહેતો હોવો જોઈએ અને શેલિંગ દરમિયાન તે ચોથા માળેથી કૂદી પડ્યો હોવો જોઈએ અથવા તેના માલિકે તેનો જીવ બચાવવા માટે તેને ત્યાંથી જમીન પર ફેંકી દીધો હોવો જોઈએ. તેણે કહ્યું કે હુમલા બાદ જ્યારે તે સ્થળ પરથી રિપોર્ટિંગ કરી રહ્યો હતો ત્યારે તેણે કાચબાને જોયો.
પત્રકારે તરત જ કાચબાને રેડક્રોસના ડોકટરોને સોંપી દીધો, જેમણે તેના ઘા પર દવા લગાવી અને તેની સારવાર કરી. દિમાએ 14 માર્ચે સોશિયલ મીડિયા પર કાચબા વિશે પોસ્ટ કર્યું હતું, જેને 3 હજારથી વધુ વખત શેર કરવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર, કાચબાની સારવાર કરવામાં આવી છે અને તેને એપાર્ટમેન્ટમાં જ એક પાડોશીને સોંપવામાં આવ્યો છે. દિમાએ જણાવ્યું કે ફેસબુક પર લખ્યા બાદ તેને એક મહિલાનો ફોન આવ્યો જેણે દાવો કર્યો કે કાચબો તેનો છે પરંતુ તેણે હુમલામાં તેને પાછળ છોડી દીધો હતો. જો કે, મહિલા હવે કિવમાં નથી, તેથી તે માલિક સુધી કેવી રીતે પહોંચશે તે હાલમાં જાણી શકાયું નથી, પરંતુ પડોશીઓએ તેને રાખી લીધો છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર