Home /News /national-international /Russia-Ukraine news: યૂક્રેનના દાવો - સરહદ પર 1.5 લાખ રશિયાના સૈનિકો તૈનાત, વિદ્રોહી પણ કરી રહ્યા છે ગોળીબારી

Russia-Ukraine news: યૂક્રેનના દાવો - સરહદ પર 1.5 લાખ રશિયાના સૈનિકો તૈનાત, વિદ્રોહી પણ કરી રહ્યા છે ગોળીબારી

યૂક્રેનનો દાવો છે કે સતત બીજા દિવસે દેશની અંદર રહેલા વિદ્રોહીઓએ રશિયાની મદદથી આર્ટિલરી અને મોર્ટાર ગામ પર ફાયર કર્યા છે

Ukraine-Russia Crisis - રશિયાના રક્ષા મંત્રાલયના મતે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વ્યક્તિગત રુપથી શનિવારે મિલટ્રી ડ્રિલનું નિરક્ષણ કરશે

કીવ : યૂક્રેનના (Ukraine)રક્ષા મંત્રી ઓલેક્સી રેજનિકોવનો (Oleksiy Reznikov) દાવો છે કે રશિયાએ (Russia)યૂક્રેનની ચારેય તરફ પોતાના સૈન્યની સંખ્યા વધારીને 149,000 સુધી કરી (Ukraine-Russia Crisis)દીધી છે. યૂક્રેનની સંસદમાં જાણકારી આપતા ઓલેક્સી રેજનિકોવે કહ્યું કે અમે રશિયન સૈનિકોના ડિવિઝન જોઈ રહ્યા છીએ જેની સંખ્યા 129,000 છે. જો નૌ સેના અને વાયુ સેના યૂનિટ્સને મળીને જોવો તો આ આંકડો 149,000 સુધી પહોંચી જાય છે. યૂક્રેને જણાવ્યું કે રશિયાના સૈનિકો સાથે રશિયન સમર્થિત વિદ્રોહી પણ સરહદ પાસે ગામમાં ગોળીબારી કરી રહ્યા છે. યૂક્રેનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પુતિને દાવો કર્યો છે કે તેમણે રશિયાની સેનાને પાછળ હટવાની મંજૂરી આપી દીધી છે. યૂક્રેનનો દાવો છે કે સતત બીજા દિવસે દેશની અંદર રહેલા વિદ્રોહીઓએ રશિયાની મદદથી આર્ટિલરી અને મોર્ટાર ગામ પર ફાયર કર્યા છે.

આ દરમિયાન રશિયાની સેનાએ શુક્રવારે મોટા પ્રમાણમાં સામરિક અભ્યાસ શરુ કર્યો છે. જે પશ્ચિમી દેશોની આશંકાઓ છે કે યૂક્રેન પર આક્રમણની યોજના બનાવી રહ્યું છે. દેશની પરમાણું શક્તિની યાદ અપાવે છે. રશિયાના રક્ષા મંત્રાલયના મતે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russian President Vladimir Putin)વ્યક્તિગત રુપથી શનિવારે મિલટ્રી ડ્રિલનું નિરક્ષણ કરશે. જેમાં આંતરમહાદ્વિપીય બેલેસ્ટિક મિસાઇલો (Intercontinental Ballistic Missiles) અને ક્રૂઝ મિસાઇલોનું મોક ફાયરિંગ સામેલ હશે.

આ પણ વાંચો - Russia-Ukraine Crisis: રશિયા જો યુક્રેન પર હુમલો કરે તો તેનાથી ભારતને શું નુકસાન થશે?

રશિયાના રક્ષા મંત્રાલયના મતે સૈન્ય કમાન અને સેનાની તૈયારી સાથે-સાથે પરમાણું અને પારંપરિક હથિયારોની વિશ્વસનીયતાનું પરીક્ષણ કરવા માટે ઘણા સમય પહેલા જ આ સૈન્ય અભ્યાસની યોજના બનાવી લીધી હતી. આ સૈન્ય અભ્યાસની જાણકારી ત્યારે સામે આવી જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને ગુરુવારે કહ્યું હતું કે રશિયા થોડાક દિવસોમાં યૂક્રેન પર હુમલો કરી શકે છે.

સેટેલાઇટ તસવીરોમાં ખુલાસો

રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધનો ખતરો હજુ ટળ્યો નથી. રશિયાએ (Russia)પહેલા દાવો કર્યો હતો કે સેના યૂક્રેનની (Ukraine)સરહદેથી પાછળ હટવા લાગી છે. જોકે હજુ આવું બની રહ્યું નથી. બેલારુષ, ક્રીમિયા અને પશ્ચિમી રશિયાની સરહદ પર હજુ પણ સૈન્ય ગતિવિધિઓ ચાલી રહી છે.

છેલ્લા 48 કલાકમાં મેક્સારની હાઇ રિઝોલ્યૂશન સેટેલાઇટ તસવીરોમાં બેલારુષ-યૂક્રેન સરહદથી 6 કિલોમીટરથી પણ ઓછી દૂરી પર એક નવી સૈન્ય પોંટન પુલ, ક્રીમિયા, પશ્ચિમી રશિયામાં સૈનિકો અને બખ્તરબંધ ઉપકરણોની તૈનાતી જોવા મળી રહી છે. ખાનગી અમેરીકન કંપની દ્વારા શેર કરેલી આ સેટેલાઇટ તસવીરોમાં ઓટોમેટિક આર્ટિલરી યૂનિટ્સ બેલારુષમાં ટ્રેનિંગ આપતા જોવા મળી રહ્યા છે.
First published:

Tags: Russia, Ukraine

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો