Ukrainian actress Oksana Shvets Killed: યુક્રેન પર રશિયન હુમલામાં યુક્રેનની પ્રખ્યાત કલાકાર અને અભિનેત્રી ઓક્સાના શ્વેટ્સનું મોત થયું છે. ઓકસાના 67 વર્ષની હતી અને યુક્રેનિયન કલા જગતની સેલિબ્રિટી (Honored Artist of Ukraine) હતી. તેમને યુક્રેનના સન્માનિત કલાકાર, યુક્રેનના સર્વોચ્ચ કલાત્મક સન્માનોમાંના એકથી નવાજવામાં આવ્યા હતા.
યુક્રેન-રશિયા યુદ્ધની વચ્ચે એક ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા છે. રશિયાએ યુક્રેન પર હુમલા તેજ કર્યા છે. આ દરમિયાન રશિયાએ ગુરુવારે કિવ પર પણ હુમલો કર્યો હતો, જેમાં યુક્રેનની પ્રખ્યાત અભિનેત્રી ઓક્સાના શ્વેત્સનું મોત થયું હતું. રિપોર્ટ અનુસાર, રશિયન સેનાના બોમ્બ ધડાકા અને રોકેટ હુમલામાં યુક્રેનિયન અભિનેત્રી ઓક્સાના શ્વેટ્સનું મોત થયું છે. ઓક્સાના એક પ્રખ્યાત થિયેટર કલાકાર પણ હતા. આ વાતની પુષ્ટિ કરતા તેમની થિયેટર કંપની યંગ થિયેટરએ કહ્યું છે કે યુક્રેનના આપણા મહાન કલાકાર ઓક્સાનનું અવસાન થયું છે.
હોલિવૂડ રિપોર્ટરે પણ આ વાતની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે ઓક્સાના 67 વર્ષની હતી. તેમને યુક્રેનના સન્માનિત કલાકાર, યુક્રેનના સર્વોચ્ચ કલાત્મક સન્માનોમાંના એકથી નવાજવામાં આવ્યા હતા.
યુક્રેન પર રશિયાના હુમલાને હવે એક મહિનો થવા આવ્યો છે. રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી. એટલે કે આજે યુદ્ધનો 23મો દિવસ છે. રશિયાએ અગાઉ યુક્રેનના ડોનેત્સ્ક અને લુહાન્સ્કને સ્વતંત્ર માન્યતા આપી હતી. આ પછી સૈન્ય ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે યુક્રેન શક્તિશાળી અને આટલા મોટા દેશ રશિયા સાથે જોરદાર સ્પર્ધા કરી રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ કોઈપણ કિંમતે હાર ન માનવાની જાહેરાત કરી છે. યુક્રેનની સામાન્ય જનતાને તાલીમ આપીને યુદ્ધ મોરચે મુકવામાં આવી રહી છે.
ગુરુવારે, રશિયન દળોએ યુક્રેન પર હુમલા વધુ તીવ્ર કર્યા. યુક્રેનના ઘણા શહેરોમાં રહેણાંક વિસ્તારો પર તોપમારો અને રોકેટ પણ છોડવામાં આવી રહ્યા છે. જો કે, રશિયન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વિશેષ ઓપરેશન ફક્ત યુક્રેનના લશ્કરી માળખાને નિશાન બનાવી રહ્યું છે. અહીં, સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચાયુક્ત કાર્યાલયના જણાવ્યા અનુસાર, યુક્રેનમાં અત્યાર સુધીમાં લગભગ 600 નાગરિકો માર્યા ગયા છે અને આ સંઘર્ષમાં 1,000 થી વધુ ઘાયલ થયા છે. ઘણા બાળકો તેમના માતાપિતાથી અલગ થઈ ગયા છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર