Home /News /national-international /યુક્રેનના સાંસદનો મોટો આરોપ - રશિયન સૈનિકોએ સગીરાઓ પર બળાત્કાર કર્યો, મહિલાઓ પર અત્યાચાર ગુજાર્યો
યુક્રેનના સાંસદનો મોટો આરોપ - રશિયન સૈનિકોએ સગીરાઓ પર બળાત્કાર કર્યો, મહિલાઓ પર અત્યાચાર ગુજાર્યો
યુક્રેનના અનેક શહેરો ખંડેરમાં ફેરવાયા. (ફાઇલ ફોટો)
Russia-Ukraine crisis,rape: સોમવારે યુક્રેનના સંસદસભ્યએ રશિયા પર સગીર છોકરીઓ પર બળાત્કાર અને રશિયન સૈનિકો દ્વારા મહિલાઓ પર અત્યાચાર કરવાનો આરોપ લગાવ્યો હતો. યુક્રેનના ધારાસભ્ય લેસિયા વાસિલેન્કે દાવો કર્યો હતો કે રશિયન સૈનિકો પણ સગીર છોકરીઓ અને મહિલાઓ પર અત્યાચાર ગુજારતા હતા.
રશિયા અને યુક્રેન (Russia Ukraine War Update) વચ્ચે યુદ્ધ શરૂ થયાને 40 દિવસ વીતી ગયા છે પરંતુ સ્થિતિ હજુ પણ ગંભીર છે. મોટા ભાગના શહેરો કાટમાળમાં ફેરવાઈ ગયા છે. યુક્રેનમાં જ્યાં જુઓ ત્યાં સર્વત્ર વિનાશ જ દેખાય રહ્યો છે. રાજધાની કિવ, ખાર્કીવ, મેરીયુપોલ, બુચા સહિત ઘણા શહેરોની હાલત એવી થઈ ગઈ છે કે અહીં ક્યારેય માનવ જાતિ રહી નથી. આ દરમિયાન સોમવારે યુક્રેનના સંસદસભ્યએ રશિયા પર સગીર છોકરીઓ પર બળાત્કાર અને રશિયન સૈનિકો દ્વારા મહિલાઓ પર અત્યાચાર કરવાનો આરોપ લગાવ્યો હતો.
યુક્રેનના ધારાસભ્ય લેસિયા વાસિલેન્કે દાવો કર્યો હતો કે, રશિયન સૈનિકો પણ સગીર છોકરીઓ અને મહિલાઓ પર અત્યાચાર ગુજારતા હતા. તેમણે કહ્યું કે રશિયન સૈનિકો 10 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ પર બળાત્કાર કરે છે અને મહિલાઓ પર અત્યાચાર કરે છે. સાંસદે ટ્વિટ કરીને આ આરોપ લગાવ્યો છે.
સાંસદ વાસિલેન્કે કહ્યું કે યુક્રેનમાં જ્યાં પણ રશિયન સૈનિકો ગયા ત્યાં તેઓ માત્ર ગોળીબાર જ નહીં પરંતુ લોકોને લૂંટતા, સગીર છોકરીઓ પર બળાત્કાર કરતા. આટલું જ નહીં રશિયન સૈનિકોએ મહિલાઓની છેડતી પણ કરી હતી. વાસિલેન્કે કહ્યું કે રશિયા અનૈતિક ગુનાઓનો દેશ છે.
યુક્રેનના સાંસદે એક પછી એક ટ્વિટ કર્યા હતા, જેમા તેમણે ટ્વિટમાં એક તસવીર પણ પોસ્ટ કરી છે. જ્યારે બીજા ટ્વિટમાં તેમણે લખ્યું કે હું કંઈ કહી શકતો નથી. મારું મન ક્રોધ, ભય અને નફરતથી ભરેલું છે.
યુક્રેન સરકારે રશિયા પર યુદ્ધ અપરાધોનો આરોપ લગાવ્યો છે. બુચામાં એક દિવસ 300 થી વધુ લોકોની સામૂહિક કબર મળી આવ્યા બાદ યુક્રેને રશિયા પર નરસંહારનો આરોપ લગાવ્યો હતો. ત્યાં જ મોસ્કોએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. યુક્રેનની સેનાએ ફરી એકવાર રાજધાની કિવના બારમાં બુચા શહેર પર નિયંત્રણ મેળવ્યું છે અને જ્યારે સૈનિકો શહેરમાં પ્રવેશ્યા ત્યારે સેંકડો લોકોની સામૂહિક કબર મળી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બધાને માથા પર ગોળી વાગી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર