Home /News /national-international /Russia Ukraine War: યુક્રેનની ફર્સ્ટ લેડીએ કહ્યું- યુદ્ધ વચ્ચે સાત વખત ઝેલેન્સકીની હત્યા કરવાનો પ્રયાસ થયો

Russia Ukraine War: યુક્રેનની ફર્સ્ટ લેડીએ કહ્યું- યુદ્ધ વચ્ચે સાત વખત ઝેલેન્સકીની હત્યા કરવાનો પ્રયાસ થયો

રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો પરિવાર પણ રશિયન ધમકીથી દૂર યુક્રેનના એક બંકરમાં છુપાયેલો છે. (એપી)

Russia-Ukraine War: ઝેલિંન્સ્કાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું, 'જ્યારથી યુદ્ધ શરૂ થયું ત્યારથી તે બંકરમાં રહે છે. તે રાત્રે માત્ર બે કલાક જ ઊંઘે છે. અમે દર ત્રણથી ચાર દિવસે એકવાર બંકરમાંથી બહાર નીકળીએ છીએ.' ઝેલેન્સકીની પત્ની ઓલેના ઝેલિન્સ્કા તેના પતિની સલામતી માટે દરરોજ પ્રાર્થના કરે છે.

વધુ જુઓ ...
રશિયા છેલ્લા 40 દિવસથી યુક્રેન (Russia-Ukraine War) પર હુમલો કરી રહ્યું છે. જ્યારથી રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું છે ત્યારથી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી (Volodymyr Zelensky) રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin)ના દુશ્મનોની યાદીમાં ટોચ પર છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનું જીવન સતત જોખમમાં રહે છે. આ દરમિયાન ઝેલેન્સકીની પત્ની અને યુક્રેનની ફર્સ્ટ લેડી ઓલેના ઝેલિન્સ્કા (Olena Zelenska)એ જણાવ્યું કે ઝેલેન્સકી કેવી રીતે યુદ્ધની વચ્ચે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે.

ઝેલિંન્સ્કાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું, 'જ્યારથી યુદ્ધ શરૂ થયું ત્યારથી તે બંકરમાં રહે છે. તે રાત્રે માત્ર બે કલાક જ ઊંઘે છે. અમે દર ત્રણથી ચાર દિવસે એકવાર બંકરમાંથી બહાર નીકળીએ છીએ.' ઝેલેન્સકીની પત્ની ઓલેના ઝેલિન્સ્કા તેના પતિની સલામતી માટે દરરોજ પ્રાર્થના કરે છે.

ડેઈલી મેલના એક અહેવાલ મુજબ રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો પરિવાર પણ રશિયન ધમકીથી દૂર યુક્રેનના એક બંકરમાં છુપાયેલો છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની પત્ની અને બાળકો પણ રશિયન હુમલાખોરોથી જોખમમાં છે.

આ પણ વાંચો- શ્રીલંકાના નેતા પ્રતિપક્ષની PM મોદીને ભાવુક અપીલ, કહ્યું- અમારી માતૃભૂમિની રક્ષા માટે યથાસંભવ મદદ કરો

ઝેલેન્સકીને મારવાના અનેક પ્રયાસો થયા

યુક્રેનની ફર્સ્ટ લેડી ઓલેના ઝેલેન્સકીએ કહ્યું કે તે પોતાના પતિના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે. ફેબ્રુઆરીમાં હુમલા બાદ તેની એક ડઝનથી વધુ વખત હત્યા કરવાની કોશિશ કરવામાં આવી છે, પરંતુ તે કોઈક રીતે બચી ગયા છે. યુક્રેનની દરેક સ્ત્રીની જેમ હું પણ મારા પતિને લઇ ડરી રહી છું. દરરોજ સવારે મારા પતિને ફોન કરતાં પહેલાં હું પ્રાર્થના કરું છું કે બધું જલ્દી ઠીક થઈ જાય. હું જાણું છું કે મારા પતિ ખૂબ જ મજબૂત અને સહનશીલ છે, તેમ છતાં હું પ્રાર્થના કરું છું કે ભગવાન તેમને તેમના દેશવાસીઓના હિતમાં યુદ્ધ જીતવાની હિંમત આપે.

આ પણ વાંચો- વડોદરા એસકપ્રેસ હાઇવે કોલેજ અને એસટી બસ વચ્ચે થયો અકસ્માત,1 વિધાર્થિનીનું મોત

હું દેશમાં જ છું, સળગેલી ધરતીને જોઈ રહ્યો છું

ગયા અઠવાડિયે એવા અહેવાલ હતા કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રશિયન મીડિયાને પોતાનો પહેલો ઇન્ટરવ્યુ આપ્યો હતો. જેમા તેમણે કહ્યું, 'બરબાદીનું એક ભયાનક દ્રશ્ય જોઈને પણ ત્યાં જ રહેવાનું નક્કી કર્યું. રશિયન સૈનિકો દરેક જગ્યાએ પ્રવેશ્યા છે, તેઓ નાશ કરી રહ્યા છે, પરંતુ શહેરના એવા ભાગો છે જ્યાં તેઓ પહોંચ્યા નથી. અમારા લોકો ત્યાં રોકાયા છે, તેઓએ રશિયન સૈનિકોના દેશ છોડવાના આદેશનું પાલન કરવાનો ઇનકાર કર્યો છે. આ લોકોના પરિવારજનોએ મારો સંપર્ક કર્યો. હું આ લોકો સાથે વાત કરું છું. દર બે દિવસે ઓછામાં ઓછું એકવાર હું આ લોકો સાથે વાત કરવા માટે સમય કાઢું છું. હું દરેક અપડેટ બહારથી લઉં છું. આ લોકો મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
First published:

Tags: Russia ukrain crisis, Russia Ukraine Latest News, Russia war with ukraine, Ukraine crisis, Ukraine Russia War, Ukraine war, Volodymyr Zelensky, Zelensky

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો