Home /News /national-international /Ukraine War: પોલેન્ડ બોર્ડર પાસે યુક્રેનના મિલિટરી બેઝ પર રશિયાનો મિસાઈલ હુમલો, 180ના મોતનો દાવો

Ukraine War: પોલેન્ડ બોર્ડર પાસે યુક્રેનના મિલિટરી બેઝ પર રશિયાનો મિસાઈલ હુમલો, 180ના મોતનો દાવો

પોલેન્ડ બોર્ડર પાસે યુક્રેનિયન મિલિટરી બેઝ પર રશિયન મિસાઈલ હુમલો

રશિયા (Russia) અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ (Russia Ukraine War) આગામી દિવસોમાં વધુ ઉગ્ર બની શકે છે. યુક્રેનિયન સૈન્યનું કહેવું છે કે રશિયન સૈનિકો કબજા હેઠળની જગ્યાઓ પર પગ જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે પોતાની આક્રમકતાની ગતિ જાળવી રહ્યુ છે અને નવા હુમલાની તૈયારી કરી રહ્યુ છે.

વધુ જુઓ ...
રશિયા-યુક્રેન યુદ્ધને 19 દિવસ થઈ ગયા છે. યુક્રેનના એ પશ્ચિમ ભાગમાં પણ લડાઇ તીવ્ર બની છે, જે અત્યાર સુધી 'સુરક્ષિત આશ્રયસ્થાન' રહ્યું હતું. રશિયન દળોએ રવિવારે નાટો સભ્ય પોલેન્ડની સરહદથી માત્ર 12 માઈલ દૂર યાવોરિવમાં લશ્કરી તાલીમ મથક પર ક્રુઝ મિસાઈલ છોડીને 35 લોકોને મારી નાખ્યા હતા. આ હુમલામાં 134 લોકો ઘાયલ થયા છે. રશિયાએ આ હુમલામાં 180 વિદેશી સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો છે.

લ્વિવના પશ્ચિમ શહેર નજીક યાવોરીવ બેઝને "પીસ કીપર સેન્ટર" કહેવામાં આવે છે. યુક્રેનની સૈન્યને તાલીમ આપવા માટે તેનો ઉપયોગ વિદેશી ટ્રેનર્સ દ્વારા કરવામાં આવે છે, મુખ્યત્વે યુએસ ફ્લોરિડા નેશનલ ગાર્ડ દ્વારા. જેથી કરીને યુક્રેન રશિયાને પડકાર આપતું નાટો બેઝ બનવા માટે તૈયાર થઈ શકે. જ્યારે અહીં હુમલો થયો ત્યારે વિદેશી ટ્રેનર્સ પણ અહીં હાજર હતા.

આ પણ વાંચો - કીવ પાસે ફાયરિંગમાં અમેરિકન પત્રકારનું મોત, અત્યારસુધી 596 લોકોએ જીવ ગુમાવ્યો

દરમિયાન, 14 માર્ચે, નાટોએ રશિયન સરહદોની નજીક મોટા પાયે સૈન્ય અભ્યાસ શરૂ કર્યો છે. જેમાં 35 હજાર સૈનિકો, 200 વિમાન અને 50 યુદ્ધ જહાજ સામેલ છે. નાટોનું આ અભિયાન શરૂ કરવાના એક દિવસ પહેલા રશિયાએ પહેલીવાર સીધો સંદેશ આપ્યો હતો. પશ્ચિમ અને નાટોને તેના પ્રથમ સીધા સંદેશમાં, રશિયાએ પોલેન્ડની સરહદોથી લગભગ 25 કિમી દૂર યાવોરીવમાં નાટો-યુએસ-યુક્રેન સંયુક્ત તાલીમ કેન્દ્ર પર હુમલો કર્યો છે.

નાટો સૈનિકોએ લશ્કરી કવાયત શરૂ કરી


સોમવારે એક દૈનિક બુલેટિનમાં, યુક્રેનના જનરલ સ્ટાફે કહ્યું, "દુશ્મન રણનીતિ બનાવી રહ્યો છે અને તેને આગળ વધારી રહ્યો છે, તે અમારી સરહદો પર આવી રહ્યો છે." તેમણે કહ્યું કે ખાર્કિવ, સુમી અને બ્રોવરીના કિવ ઉપનગર પર નવા હુમલાનો ભય વધી ગયો છે. યુક્રેને રશિયન સૈન્ય પર આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું ઉલ્લંઘન કરીને દેશના સૈન્ય અને નાગરિક માળખાને નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો છે. યુક્રેન પર હુમલો કરતા પહેલા રશિયાએ કહ્યું હતું કે તે અહીં સૈન્ય અભિયાન ચલાવશે. પરંતુ અહીં સામાન્ય નાગરિકોના ઘરોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. રશિયન રોકેટ અને મિસાઇલો રહેણાંક વિસ્તારોમાં પડી રહી છે.

આ પણ વાંચો - ચીનમાં બે વર્ષમાં સૌથી વધુ કોરોના કેસ, 20 મિલિયન લોકો ઘરોમાં બંધ

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 596 નાગરિકોના મોત થયા છે. સંયુક્ત રાષ્ટ્રે આ જાણકારી આપી છે. યુએનના માનવાધિકાર કાર્યાલયે કહ્યું કે આ યુદ્ધમાં અત્યાર સુધીમાં યુક્રેનના 596 નાગરિકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 1,067 લોકો ઘાયલ થયા છે.

અત્યાર સુધીમાં 596 નાગરિકો માર્યા ગયા


રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેને મોટો દાવો કર્યો છે. યુક્રેનના સ્વાસ્થ્ય મંત્રી વિક્ટર લાયશ્કોએ કહ્યું કે રશિયન સૈનિકોએ અત્યાર સુધીમાં તેમની સાત હોસ્પિટલોને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધી છે. 104 હોસ્પિટલોને પણ નિશાન બનાવવામાં આવી છે. તેમણે દાવો કર્યો હતો કે રશિયન હુમલામાં છ આરોગ્ય કર્મચારીઓ પણ માર્યા ગયા હતા અને 12 ઘાયલ થયા હતા.
First published:

Tags: Russia, Ukraine, Ukraine crisis, Ukraine Russia War, Ukraine war