Home /News /national-international /યુક્રેન ઈચ્છતું હતું કે રશિયા પર દબાણ બનાવે ભારત, પછી અમે....'જયશંકરનો મોટો ખુલાસો

યુક્રેન ઈચ્છતું હતું કે રશિયા પર દબાણ બનાવે ભારત, પછી અમે....'જયશંકરનો મોટો ખુલાસો

વિદેશ મંત્રી એસ જયશંકરે રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર પ્રતિક્રિયા આપી હતી.

ઘણા લાંબા સમયથી રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર આખી દુનિયાની નજર છે. બીજી તરફ આ મુદ્દાને લઈને ભારતના વલણને લઈને સતત સવાલ કરવામાં આવી રહ્યાં છે. યુએનની બેઠક પછી ન્યુઝીલેન્ડ પહોંચેલા વિદેશ મંત્રી એસ જયશંકરે એક વખત ફરી રશિયા-યુક્રેન યુદ્ધ પર ભારતના વિચારને સ્પષ્ટ કર્યો છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: ઘણા લાંબા સમયથી રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર આખી દુનિયાની નજર છે. બીજી તરફ આ મુદ્દાને લઈને ભારતના વલણને લઈને સતત સવાલ કરવામાં આવી રહ્યાં છે. યુએનની બેઠક પછી ન્યુઝીલેન્ડ પહોંચેલા વિદેશ મંત્રી એસ જયશંકરે એક વખત ફરી રશિયા-યુક્રેન યુદ્ધ પર ભારતના વિચારને સ્પષ્ટ કર્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે કહ્યું કે ભારતના અનુરોધ પર કામ કરતા રશિયા પર ન્યુક્લિયર પાવર પ્લાન્ટની સુરક્ષા માટે દબાણ કર્યું, જે યુક્રેન સાથે દેશના ચાલી રહેલા યુદ્ધ દરમિયાન યુદ્ધ ક્ષેત્રની પાસે હતું.

    ન્યુઝીલેન્ડની પોતાની પ્રથમ યાત્રા પર આવેલા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારત યુક્રેન સંકટના સમાધાન માટે જે કઈ પણ કરી શકે તે કરવા તૈયાર છે. ઓકલેન્ડમાં બિઝનેસ લીડર્સની સાથેના એક કાર્યક્રમમાં જયશંકરે કહ્યું કે જ્યારે હું સંયુક્ત રાષ્ટ્રમાં હતો તો સૌથી મોટી ચિંતા જપોરિજ્જિયા પરમાણું સંયંત્રને લઈને હતી કારણ કે તેન ખૂબ જ નજીક યુદ્ધ ચાલી રહ્યું હતું. અમે રશિયા પર આ મુદ્દે દબાણ બનાવવા અનુરોધ કર્યો, જે અમે કર્યું. અલગ-અલગ સમય પર અલગ-અલગ ચિંતાઓ પણ છે. જેને અમારી સમક્ષ વિવિધ દેશો કે સંયુક્ત રાષ્ટ્રએ ઉઠાવ્યો.

    વિવિધ દેશો થોડી અલગ પ્રતિક્રિયા આપશે- એસ જયશંકર

    ઉલ્લેખનીય છે કે જપોરિજ્જિયા પરમાણુ ઉર્જા સંયંત્ર દક્ષિણ પૂર્વી યુક્રેનમાં સ્થિત છે અને અને આ યુરોપનું સૌથી મોટું પરમાણું ઉર્જા સંયંત્ર છે. યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ પર ભારતનો તટસ્થ મત જાળવી રાખતા જયશંકરે કહ્યું કે એ સ્વાભાવિક છે કે વિવિધ દેશો થોડી અલગ પ્રતિક્રિયા આપશે. તેમણે કહ્યું કે એ સ્વાભાવિક છે કે અમે યુક્રેનના સંકટને ઘણી હદ સુધી પૂર્વ-પશ્ચિમના મુદ્દાની રીતે જોઈએ છે.

    ભારત સુરક્ષા પરિષદમાં સ્થાયી હોવું જોઈએ- એસ જયશંકર

    તેમણે કહ્યું કે જ્યારે અમે વૈશ્વિક વ્યવસ્થામાં ફેરફારને જોઈએ છે તો અમે એ બાબતને લઈને સ્પષ્ટ છે કે ભારત સુરક્ષા પરિષદમાં સ્થાયી હોવું જોઈએ. જોકે અમે મજબૂતાઈથી આ મુદ્દા ઉઠાવીએ છે કે સંપૂર્ણ આફ્રિકા મહાદ્વીપ અને લેટીન અમેરિકાનું પ્રતિનિધત્વ નથી. તેમણે ન્યુઝીલેન્ડ સાથેના સંબંધ વિશે કહ્યું એક સાથે કામ કરવાની તકો ઘણી વધુ વાસ્તવિક અને વ્યાવહારિક છે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: India Russia, Russia Ukraine, Russia ukraine crisis

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन