Home /News /national-international /

Ukraine-Russia Crisis: યાત્રીઓ રસીકરણ વિના દિલ્હી એરપોર્ટમાં પ્રવેશી શકશે, જાણો શું લેવાયો નિર્ણય

Ukraine-Russia Crisis: યાત્રીઓ રસીકરણ વિના દિલ્હી એરપોર્ટમાં પ્રવેશી શકશે, જાણો શું લેવાયો નિર્ણય

ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ, નવી દિલ્હી (ફાઈલ ફોટો- Twitter)

Ukraine-Rassia War: યુક્રેન અને રશિયામાં ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ વચ્ચે દિલ્હી એરપોર્ટે વિદેશથી આવતા ભારતીય નાગરિકો માટે સંશોધિત એડવાઇઝરી જારી કરી છે. જેમાં નાગરિકોને ખાસ છૂટ આપવામાં આવી છે. આ અંતર્ગત જે લોકોએ કોરોના રસીકરણ કરાવ્યું નથી અને જેમનો કોવિડ-19 નો નેગેટિવ રિપોર્ટ નથી તેઓ પણ દિલ્હી એરપોર્ટ પર આવી શકે છે.

વધુ જુઓ ...
    યુક્રેન અને રશિયામાં ચાલી રહેલા યુદ્ધ (Ukraine-Russia Conflict) વચ્ચે દિલ્હી એરપોર્ટે વિદેશથી આવતા ભારતીય નાગરિકો માટે સુધારેલી એડવાઈઝરી જાહેર કરી છે. આ અંતર્ગત જે લોકોએ કોરોના રસીકરણ (Corona Vaccination) કરાવ્યું નથી અને જેમનો કોવિડ-19 નો નેગેટિવ રિપોર્ટ નથી તેઓ પણ દિલ્હી એરપોર્ટ (Delhi Airport) પર આવી શકે છે.

    દિલ્હી એરપોર્ટે તેના ટ્વીટર હેન્ડલ પર લખ્યું છે- "જે ભારતીય નાગરિકોને કોરોના સામે રસી આપવામાં આવી નથી અને તેઓ કોવિડ -19 નેગેટિવ રિપોર્ટ બતાવવા માટે બંધાયેલા નથી. કારણ કે માનવતાના આધાર પર પ્રસ્થાન પહેલા તેમને હવાઈ સુવિધા પર દસ્તાવેજો અપલોડ કરવાથી મુક્તિ આપવામાં આવશે અને તેઓ દિલ્હી એરપોર્ટ પર પ્રવેશી શકશે.”

    તમને જણાવી દઈએ કે યુક્રેન અને રશિયામાં ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ દરમિયાન ભારત સરકાર યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષિત વાપસી માટે સતત પ્રયાસ કરી રહી છે. આ માટે એર ઈન્ડિયા 4 ફ્લાઈટ ચલાવી રહી છે. જેમાંથી બે ફ્લાઈટ રોમાનિયાની બોર્ડરથી અને એક હંગેરીથી હશે. જ્યારે રોમાનિયાની એક ફ્લાઈટ ઘણા નાગરિકોને લઈને મુંબઈ માટે ટેકઓફ થઈ ગઇ છે.

    આ પણ વાંચો- Russia-Ukraine War: 'બીજો કોઈ રસ્તો નથી... જીવનું જોખમ વધતું જાય છે', પોલેન્ડ બોર્ડર ઉપર વિદ્યાર્થીની વ્યથાનો video

    આ ફ્લાઈટ યુક્રેનમાંથી 219 ભારતીયોને લઈને મુંબઈ જવા રવાના થઈ છે. વિદેશ મંત્રી ડૉ એસ જયશંકરે કહ્યું કે 'અમે પ્રગતિ કરી રહ્યા છીએ'. અમારી ટીમો ગ્રાઉન્ડ પર 24 કલાક કામ કરી રહી છે. હું વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું. યુક્રેન પર રશિયન હુમલા બાદ મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો ત્યાં ફસાયા છે. વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે.

    રોમાનિયાના બુખારેસ્તથી ટેકઓફ થનારી ફ્લાઇટ રાતે 8.00 વાગ્યાની આસપાસ મુંબઈ એરુપોર્ટ પર આવી પહોંચશે. મુંબઈ એરપોર્ટથી ગુજરાત લાવવા માટે આ વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારે બે બસ રવાના કરે છે. સરકારે Suratથી બે વોલ્વો બસ રવાના કરી છે.

    આ પણ વાંચો- Road Accident: લગ્ન પ્રસંગમાં જતા લોકોને રસ્તામાં જ મળ્યું મોત, પાંચ લોકોના રોડ અકસ્માતમાં મોત

    ભારત સરકારના સત્તાવાર સમાચાર મુજબ શુક્રવારે મોડી સાંજે ભારતના 470 વિદ્યાર્થીઓને બાય રોડ યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આ 470 વિદ્યાર્થીઓમાં 56 વિદ્યાર્થીઓ ગુજરાતના પણ છે. ભારતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદન બાગચીએ (Spokes person of MEA Arindam Bagnchi)એ આ અંગે સત્તાવાર ટ્વીટ કરીને માહિતી આપી છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Corona Vaccination, Coronavirus Covid 19, Delhi airport, Russia and Ukraine War, Russia ukraine crisis, Russia ukraine news

    આગામી સમાચાર