Home /News /national-international /Ukraine-Russia War: રશિયાએ લવિવ શહેર નજીક કર્યો ભયાનક હવાઇ હુમલો, 35 લોકોના મોત

Ukraine-Russia War: રશિયાએ લવિવ શહેર નજીક કર્યો ભયાનક હવાઇ હુમલો, 35 લોકોના મોત

લવિવમાં લશ્કરી બેઝ પર રશિયન હવાઈ હુમલો (ફોટો-એએફપી)

Russia Ukraine war: યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ (Ukraine-Russia War) ચાલી રહ્યું છે અને આ હુમલાઓના કારણે દરરોજ નાગરિકો માર્યા જાય છે. લવીવમાં રશિયન સેના (Russian Army)ના હુમલા ચાલુ છે. આ દરમિયાન રશિયાએ અહીં એક સૈન્ય મથક (Military Base)ને નિશાન બનાવ્યું છે. આ સૈન્ય થાણા પર હવાઈ હુમલા (Air Strike)માં 35 લોકોના મોત થયા હતા જ્યારે 134 લોકો ત્યાં હોવાના અહેવાલ છે.

વધુ જુઓ ...
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ (Ukraine-Russia War) ચાલી રહ્યું છે અને આ હુમલાઓના કારણે દરરોજ નાગરિકો માર્યા જાય છે. લવીવમાં રશિયન સેના (Russian Army)ના હુમલા ચાલુ છે. આ દરમિયાન રશિયાએ અહીં એક સૈન્ય મથક (Military Base)ને નિશાન બનાવ્યું છે. આ સૈન્ય થાણા પર હવાઈ હુમલા (Air Strike)માં 35 લોકોના મોત થયા હતા જ્યારે 134 લોકો ત્યાં હોવાના અહેવાલ છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે લવિવના પ્રાદેશિક ગવર્નરને ટાંકીને આ માહિતી આપી છે.

ત્યાં જ યુક્રેનના સંરક્ષણ પ્રધાન ઓલેકસી રેઝનિકોવે પણ ટ્વિટર પર હુમલાની પુષ્ટિ કરતા કહ્યું કે રશિયાએ "લવીવ નજીક શાંતિ રક્ષા દળો અને સુરક્ષા દળોના આંતરરાષ્ટ્રીય કેન્દ્ર પર હુમલો કર્યો છે. વિદેશી ટ્રેનર્સ અહીં કામ કરે છે. રશિયાના આ હુમલાઓને રોકવા જરૂરી છે. તેથી નો ફ્લાય ઝોન જાહેર કરવો જોઈએ.

ત્યાં જ સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર આ હવાઈ હુમલા પછી લગભગ 19 એમ્બ્યુલન્સ સાયરનના અવાજ સાથે યારોવિવ ફેસિલિટી તરફ આગળ વધી રહી હતી. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને બે અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે. રશિયન સેનાના હુમલા હવે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યા છે. લ્વિવ શહેર પોલેન્ડ સાથે યુક્રેનની સરહદ પર સ્થિત છે.

આ પણ વાંચો- Russia Ukraine War: ભારત સરકારનો મોટો નિર્ણય, યુક્રેનમાં સ્થિત ભારતીય દૂતાવાસ પોલેન્ડ શિફ્ટ કરવામાં આવશે

રશિયન દળોએ શનિવારે યુક્રેનના શહેરો પર બોમ્બમારો કર્યો હતો અને દક્ષિણમાં માર્યુપોલને ઘેરી લીધો હતો. રાજધાની કિવની બહારના વિસ્તારમાં ગોળીબાર અને હિંસાએ ભાગી જવાનો પ્રયાસ કરનારાઓના પ્રયાસોને નિષ્ફળ બનાવી દીધા છે.

આ પણ વાંચો- Assembly Election Results: 5 રાજ્યોમાં મળેલી હાર બાદ હાંસિયામાં આવેલી કોંગ્રેસની નજર હવે ગુજરાત અને હિમાચલ પ્રદેશ પર

રશિયા-યુક્રેન યુદ્ધનો (Russia-Ukraine War) આજે 18મો દિવસ છે. યુક્રેનનો દાવો છે કે તેણે ખેરસનમાં બે રશિયન હેલિકોપ્ટરને તોડી પાડ્યા છે. રશિયાએ યુક્રેનના કિવ ઓબ્લાસ્ટ પર સતત બોમ્બમારો કર્યો હતો. આ સાથે જ રશિયન સૈનિકોએ કિવમાં ગ્રીન કોરિડોરમાંથી બચાવામાં આવી રહેલી મહિલાઓ અને બાળકો પર ગોળીબાર કર્યો હતો, જેમાં એક બાળક સહિત 7 લોકોના મોત થયા હતા.
First published:

Tags: Russia news, Russia ukrain crisis, Russia Ukraine, Russia Ukraine Latest News, Russia ukraine news, Russia-Ukraine Conflict, Russian Army, Ukraine Russia War

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો