Home /News /national-international /Ukraine-Russia War: તિરંગાથી બચી જાત નવીનનો જીવ? યુક્રેનમાં માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થીને પિતાએ આપી હતી આ અંતિમ સલાહ
Ukraine-Russia War: તિરંગાથી બચી જાત નવીનનો જીવ? યુક્રેનમાં માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થીને પિતાએ આપી હતી આ અંતિમ સલાહ
કર્ણાટકના રહેવાસી 21 વર્ષીય નવીન શેખરપ્પાનું યૂક્રેનના ખારકીવમાં રશિયાની ભીષણ ગોળીબારીમાં મોત થયું છે (તસવીર - ન્યૂઝ 18)
russia ukraine crisis - બતાવવામાં આવી રહ્યું છે કે નવીન અને અન્ય ભારતીય વિદ્યાર્થીઓએ એક બંકરમાં શરણ લીધી હતી અને ત્યાંથી ફક્ત 2 ટકા જ લોકો નીકળી શક્યા છે
નવી દિલ્હી : યૂક્રેનમાં રશિયા તરફથી કરવામાં આવી રહેલા ભીષણ હુમલાના (Ukraine-Russia War)કારણે કર્ણાટકમાં રહેતા એક ભારતીય વિદ્યાર્થીનું (Indian Student) મોત થયું છે. નવીન શેખરપ્પાની પરિવાર સાથે થયેલી અંતિમ વાતચીતમાં પરિવારજનોએ તેને બિલ્ડિંગની બહાર જ્યા તે રોકાયો હતો તે સ્થાન પર ભારતીય ઝંડો (Indian Flag) લગાવવાની સલાહ આપી હતી. બતાવવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે (Piyush Goyal)પણ આ પ્રકારની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે રશિયા અને યુક્રેન બન્ને દેશોએ યુદ્ધ દરમિયાન ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષાનું આશ્વાસન આપ્યું હતું.
કર્ણાટકના રહેવાસી 21 વર્ષીય નવીન શેખરપ્પાનું યૂક્રેનના ખારકીવમાં રશિયાની ભીષણ ગોળીબારીમાં મોત થયું છે. નવીનના મિત્રએ જણાવ્યું કે તે ઘરની બહાર એક ગ્રોસરી સ્ટોર પર ખાવાનું લેવા માટે ગયો હતો. નવીનના દાદાએ જણાવ્યું કે અમે કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે થોડી પરેશાની છે. જો તે ત્યાંથી નીકળવાનો પ્રયત્ન કરે તો બચાવ સંભવ છે. તેમણે કહ્યું હતું કે અમારી સરકારે બન્ને દેશો સાથે વાત કરી છે, રશિયા અને યુક્રેને આશ્વાસન આપ્યું છે કે ત્યાં રહેતા ભારતીયોને કશું જ થશે નહીં.
નવીનના પિતાએ જણાવ્યું કે કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે એ વાત કહી હતી કે જો તમારી પાસે ભારતીય ધ્વજ છે તો તેને ભવન પર લગાવો. જ્યાં તમે રહો છો તે બિલ્ડિંગની બહાર તિરંગો દેખાડો. તેમણે કહ્યું હતું કે તમારે લોકોએ જેટલો સંભવ હોય તેટલો ધ્વજ બતાવવો જોઈએ.
બતાવવામાં આવી રહ્યું છે કે નવીન અને અન્ય ભારતીય વિદ્યાર્થીઓએ એક બંકરમાં શરણ લીધી હતી અને ત્યાંથી ફક્ત 2 ટકા જ લોકો નીકળી શક્યા છે. નવીને તેના પિતાને બતાવ્યું હતું કે સ્થિતિ ઘણી ખરાબ છે જેથી તે ત્યાંથી નીકળી શક્યો ન હતો.
ફાઇનલ યરના મેડિકલના વિદ્યાર્થી નવીનને સૂચના મળી હતી કે હવે ટ્રેન ચાલવા લાગી છે અને સવારે 6 કલાકે, 10 કલાકે અને બપોરે 1 કલાકે ટ્રેન છે. તેના પિતાએ સલાહ આપી હતી કે ત્યાંની સ્થિતિ જોઈને જ નિર્ણય કરજે. જો 40-50 કિલોમીટર બહાર નીકળશો તો રસ્તો નીકળશે પણ કોઇ મદદ વગર જોખમ ના ઉઠાવતો.
" isDesktop="true" id="1184629" >
મંગળવારે વિદેશ મંત્રાલયે વિદ્યાર્થીઓને યુક્રેનની રાજધાની કીવથી બહાર નીકળવાની અને પશ્ચિમી યુક્રેનના કોઇ સીમાવર્તી શહેરમાં જવાની સલાહ આપી હતી. જોકે ઘણા વીડિયો મેસેજમાં વિદ્યાર્થીઓ કહેતા જોવા મળ્યા કે તેમને ટ્રેનમાં ચડવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. તેમની સાથે મારપીટ કરવામાં આવી અને ટ્રેનમાંથી બહાર કરી દીધા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર