Afghanistan Latest News: કાબુલમાં યૂક્રેનનું પ્લેન હાઇજેક, ઈરાન તરફ લઈ જવાના અહેવાલ

યૂક્રેન ઇન્ટરનેશનલ એરલાઇનનું પ્લેન (ફાઇલ તસવીર)

Ukrainian Plane Hijacked: રશિયન મીડિયાનો દાવો છે કે આ યૂક્રેનના પ્લેનને હાઇજેક કર્યા બાદ તેને ઈરાન તરફ લઈ જવામાં આવી રહ્યું છે

  • Share this:
    કાબુલ. અફઘાનિસ્તાન (Afghanistan)ની રાજધાની કાબુલ (Kabul)માં યૂક્રેન (Ukraine)નું એક પ્લેન હાઇજેક (Hijacked) થયું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ પ્લેન યૂક્રેનના નાગરિકોને લઈ જવા માટે અફઘાનિસ્તાન પહોંચ્યું હતું. યુક્રેનના ડેપ્યટી વિદેશ મંત્રી યેવગેની યેનિન (Yevgeny Yenin)એ મંગળવારે તેની જાણકારી આપી. રશિયન મીડિયા (Russian Media)નો દાવો છે કે આ પ્લેનને હાઇજેક કર્યા બાદ તેને ઈરાન (Iran)ની તરફ લઈ જવામાં આવી રહ્યું છે.

    રશિયન ન્યૂઝ એજન્સી તાશના અહેવાલ મુજબ, યૂક્રેન (Ukraine)ના ડેપ્યુટી વિદેશ મંત્રી યેવગેની યેનિને કહ્યું કે, રવિવારે કેટલાક લોકો દ્વારા અમારા પ્લેનને હાઇજેક (Ukraine Plane Hijacked) કરી દેવામાં આવ્યું. હાઇજેકર્સ હથિયારોથી સજ્જ હતા. મંગળવારે આ પ્લેન અમારાથી ગાયબ કરી દેવામાં આવ્યું. યૂક્રેનના લોકોને એરલિફ્ટ (Ukraine Citizen Airlift from Kabul) કરવાને બદલે પ્લેનમાં સવાર કેટલાક લોકો તેને ઈરાન લઈ ગયા. અમારા ત્રણ અન્ય એરલિફ્ટ પ્રયાસ સફળ નહોતા રહ્યા, કારણ કે અમારા લોકો એરપોર્ટ સુધી નથી પહોંચી શક્યા.



    જોકે, મંત્રીએ એ વાતની જાણકારી નથી આપી કે પ્લેનને શું થયું હતું અથવા તો તેઓ આ પ્લેનને પરત લાવવા માટે શું પ્રયાસ કરશે. યેનિને માત્ર એ વાત જણાવી કે સમગ્ર ડિપ્લોમેટિક સર્વિસ વિદેશ મંત્રી દિમિત્રી કુલેબા (Dmitry Kuleba)ના નેતૃત્વમાં સમગ્ર સપ્તાહ સુધી કામ કરતી રહી છે.

    આ પણ વાંચો, અફઘાનિસ્તાનથી ભારત આવેલા બાળકને ચુંબન કરતી બહેનનો વાયરલ વીડિયો, તમારું દિલ જીતી લેશે

    રશિયન ન્યૂઝ એજન્સી તાશના અહેવાલ મુજબ, રવિવારે 31 યૂક્રેની નાગરિકો સહિત 83 લોકોની સાથે એક સૈન્ય પ્લેન અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી યૂક્રેનની રાજધાની કીવ પહોંચ્યું. યૂક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયે જણાવ્યું કે, આ પ્લેનના માધ્યમથી 12 યૂક્રેની સૈન્યકર્મીઓને સ્વેદશ વાપસી થઈ છે. આ ઉપરાંત, વિદેશી પત્રકાર અને મદદ માંગનારા કેટલાક લોકોને પણ બહાર કાઢવામાં આવ્યા છે.

    યૂક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયે એવું પણ જણાવ્યું છે કે, લગભગ 100 યૂક્રેની નાગરિક એવા છે, જે હજુ પણ અફઘાનિસ્તાનથી બહાર નીકળવાની રાહ જોઈને બેઠા છે.

    આ પણ વાંચો, Afghanistan Crisis: અફઘાનિસ્તાન મામલે શું હશે ભારતનું પગલું? કેન્દ્ર સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક

    તાલિબાને ગજનીનો એન્ટ્રી ગેટ ક્રેનથી તોડ્યો


    આ દરમિયાન અહેવાલ છે કે, તાલિબાન અફઘાનિસ્તાનની હેરિટેજ સાઇટ્સને નિશાન બનાવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવેલા વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તાલિબાનીઓએ ગજની પ્રાંતનો એન્ટ્રી ગે ટ ક્રેનથી તોડી દીધો છે. આ ગેટ ઈસ્લામી સામ્રાજ્યની સ્થાપનાની યાદમાં બનાવવામાં આવ્યો હતો.
    Published by:Mrunal Bhojak
    First published: