Home /News /national-international /

રશિયા પાસેથી ભારતે સસ્તું તેલ ખરીદતા યુક્રેન ભડક્યું , કહ્યું- તેલના દરેક ટીપામાં યુક્રેનનું લોહી

રશિયા પાસેથી ભારતે સસ્તું તેલ ખરીદતા યુક્રેન ભડક્યું , કહ્યું- તેલના દરેક ટીપામાં યુક્રેનનું લોહી

    Russia Ukraine war: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ભારત રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે. આ કારણે અમેરિકા સહિત ઘણા દેશો ભારતના આ નિર્ણયની ટીકા કરી રહ્યા છે. (Ukraine on India Russia Oil deal) બીજી તરફ આજે થાઈલેન્ડમાં ભારતના વિદેશ મંત્રીએ ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે. આ પ્રકરણમાં યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રી કુલેબાએ રશિયા અને ભારત વચ્ચેના તેલ સોદા અંગે તીખી ટિપ્પણી કરી છે. (S jaishankar on Russian oil deal) યુક્રેનના વિદેશ મંત્રીએ કહ્યું કે રશિયાથી ભારતમાં જેટલા પણ બેરલ ઓઈલ લઈ જવામાં આવે છે તેમાં યુક્રેનના લોકોનું લોહી ભળેલું છે. વિદેશ મંત્રીએ ભારતને યાદ અપાવવાના શૂરમાં કહ્યું કે તેમણે યુદ્ધ દરમિયાન યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને પરત મોકલવામાં મદદ કરી હતી. (Ukraine foreign Minister comment on India)

    બુધવારે વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે, યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રોએ કહ્યું કે અમે હંમેશા કૃષિ ઉત્પાદનો ખાસ કરીને સરસવ(રાય)ના તેલના ખૂબ જ પ્રતિબદ્ધ સપ્લાયર છીએ. એ પણ કહ્યું કે અમે ભારત તરફથી યુક્રેનને મજબૂત સમર્થનની અપેક્ષા રાખીએ છીએ. વિદેશ મંત્રીએ કહ્યું કે યુક્રેન હંમેશા ભારતનું ભરોસાપાત્ર ભાગીદાર રહ્યું છે, પરંતુ રશિયા પાસેથી તેલ ખરીદીને ભારત યુક્રેનના લોકોનું લોહી ખરીદી રહ્યું છે. તે જ સમયે, એક કાર્યક્રમ દરમિયાન, વિદેશ મંત્રી એસ જયશંકરે તમામ ટીકાઓ સામે જોરદાર જવાબ આપ્યો.

    આ પણ વાંચો: વિશ્વ યુદ્ધ 3ની ચેતવણી! ઉશ્કેરાયેલુ ચીન 'કિલર' મિસાઇલોનું કરશે પરીક્ષણ

    રશિયા પાસેથી ઓઇલ ખરીદવાના ભારતના નિર્ણયને યોગ્ય ઠેરવતા વિદેશ મંત્રી એસ જયશંકરે ધારદાર નિવેદન આપ્યું હતું. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે તમામ દેશો ઊર્જાની વધતી કિંમતોને ઘટાડવા માટે વધુ સારા સોદા કરવાનો પ્રયાસ કરે છે અને ભારત પણ તે જ કરી રહ્યું છે. તેમજ તેમણે એમ પણ કહ્યું કે તેલ અને ગેસની કિંમતો ગેરવાજબી રીતે ઊંચી છે અને ઘણા જૂના સપ્લાયર્સ યુરોપને તેલ વેચી રહ્યા છે કારણ કે યુરોપ રશિયા પાસેથી ઓછું તેલ ખરીદી રહ્યું છે.
    Published by:Krunal Rathod
    First published:

    Tags: India Russia, Russia ukrain crisis, S Jaishankar

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन