Home /News /national-international /

Russia Ukraine War: યુક્રેને કરી ભારતને વિનંતી, કહ્યું- રશિયાને રોકો નહીંતર ખાવાના ફાંફા પડી જશે

Russia Ukraine War: યુક્રેને કરી ભારતને વિનંતી, કહ્યું- રશિયાને રોકો નહીંતર ખાવાના ફાંફા પડી જશે

રશિયાની આક્રમક કાર્યવાહીના કારણે યુક્રેનમાંથી (Ukraine)લોકોનું પલાયન શરુ થઇ ગયું છે અને અત્યાર સુધી 15 લાખથી વધારે લોકો દેશ છોડી ચુક્યા છે

russia ukraine crisis - યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ ભારત સહિત ઘણા દેશોને અપીલ કરી છે કે રશિયાને યુક્રેન પર હુમલો રોકવા માટે કહે

    નવી દિલ્હી : યુક્રેન પર રશિયાના હુમલાનો (Russia Ukraine War)રવિવારે 11મો દિવસ છે. બન્ને દેશો વચ્ચે જંગ (Ukraine crisis)ખતમ કરવાને લઇને બે વખત વાતચીત નિષ્ફળ સાબિત થઇ છે. રશિયાને (Russia)પાઠ ભણાવવા માટે પશ્ચિમી દેશોએ ઘણા પ્રકારના પ્રતિબંધ લગાવ્યા છે. જોકે આમ છતા રશિયા અટકતું નથી અને સતત હુમલા કરી રહ્યું છે. રશિયાની આક્રમક કાર્યવાહીના કારણે યુક્રેનમાંથી (Ukraine)લોકોનું પલાયન શરુ થઇ ગયું છે અને અત્યાર સુધી 15 લાખથી વધારે લોકો દેશ છોડી ચુક્યા છે.

    આ દરમિયાન યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ ભારત સહિત ઘણા દેશોને અપીલ કરી છે કે રશિયાને યુક્રેન પર હુમલો રોકવા માટે કહે. તેમણે એ પણ કહ્યું કે જો પૂર્વી યુરોપીય દેશ પર હુમલો ના રોકાયો તો દુનિયામાં ખાદ્યાન સંકટનો સામનો કરવો પડી શકે છે. એક ટેલિવિઝન સંબોધન દરમિયાન કુલેબાએ રશિયા પર મારિયુપોલ અને વોલનોવાખા શહેરમાં યુદ્ધવિરામ સમજુતીનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો અને વિદેશી વિદ્યાર્થીઓ સહિત નાગરિકોને ત્યાથી બહાર કાઢવા માટે સુરક્ષિત કોરિડોર આપવાનો આગ્રહ કર્યો છે.

    આ પણ વાંચો - Ukraine-Russia War: પુતિને જેલેંસ્કીને આપી ચેતવણી, ફક્ત આ શરત પર રોકાશે યુદ્ધ, નહીં તો....

    યુક્રેને હંમેશા વિદેશી નાગરિકો માટે સારું કામ કર્યું

    તેમણે કહ્યું કે આફ્રિકા અને એશિયાના વિદ્યાર્થી માટે યુક્રેન છેલ્લા 30 વર્ષોથી સ્વાગત યોગ્ય ઘર હતું. વિદેશી વિદ્યાર્થીઓની સુવિધા માટે અમે ટ્રેનોની વ્યવસ્થા કરી, હોટલાઇન સ્થાપિત કરી અને વિદેશી દૂતાવાસોની સાથે નિરંતર કામ કર્યું. યુક્રેનની સરકાર હંમેશાથી વિદેશી નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે સારું કામ કરતી રહી છે.

    આ પણ વાંચો - Russia Ukraine war: બરફ ઓગાળી તરસ છીપાવવા મજબૂર, સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીએ જણાવી દર્દભરી કહાની

    ખાદ્ય સુરક્ષા માટે યુદ્ધને રોકવું ઘણું જરૂરી છે

    રશિયા સાથે સારા સંબંધો રાખનાર ભારત સહિત બધા દેશોને કુલેબાએ કહ્યું કે તે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને અપીલ કરી શકે છે કે આ યુદ્ધ કોઇના હિતમાં નથી. યુક્રેન કૃષિ ઉત્પાદોનું મોટું કેન્દ્ર છે અને ભારત તેના સૌથી મોટા ગ્રાહકોમાંથી એક છે. આવામાં જો યુદ્ધ યથાવત રહેશે તો અમે નવી ફસલ નહીં ઉગાડી શકીએ. જેથી વૈશ્વિક અને ભારતના ખાદ્ય સુરક્ષા માટે આ યુદ્ધને રોકવું ઘણી જરૂરી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Russia Ukraine, Russia ukraine crisis, Russia ukraine news, Russia ukraine war

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन