Home /News /national-international /

Ukraine Crisis: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની શક્યતા, USએ દૂતાવાસ સ્ટાફના પરિવારને યુક્રેન છોડવાનો આપ્યો આદેશ

Ukraine Crisis: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની શક્યતા, USએ દૂતાવાસ સ્ટાફના પરિવારને યુક્રેન છોડવાનો આપ્યો આદેશ

યુદ્ધ થવાની શક્યતા એ અહેવાલને લીધે પણ પ્રબળ બની રહી છે કે અમેરિકાએ યુક્રેનને 90 ટનની ‘ઘાતક મદદ’ પહોંચાડી છે.

Ukraine Russia War: રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે યુદ્ધની શક્યતા પ્રબળ બની છે. આખા યુરોપમાં હાઈ એલર્ટ (High alert in Europe) જેવી સ્થિતિ છે. અમેરિકા (US)એ પોતાના કેટલાક રાજદ્વારીઓના પરિવારોને યુક્રેનથી પાછા બોલાવી લીધા છે.

વધુ જુઓ ...
  વોશિંગ્ટન. રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે તણાવ (Border conflict) વધતો જ જાય છે. આ મામલે ઝડપી ડેવલોપમેન્ટ થઈ રહ્યા છે. આખા યુરોપમાં હાઈ એલર્ટ (High alert in Europe) જેવી સ્થિતિ છે. નિશંકપણે રશિયા અને અમેરિકાના અધિકારી આ સંકટને ટાળવા માટે સતત બેઠક કરી રહ્યા છે, પરંતુ બીજી તરફ અમેરિકા કેટલાક એવા પગલાં પણ લઈ રહ્યું છે, જેથી યુદ્ધ (Ukraine Russia War) થવાની શક્યતા વધી રહી છે. અમેરિકા (US)એ પોતાના કેટલાક રાજદ્વારીઓના પરિવારોને યુક્રેનથી પાછા બોલાવી લીધા છે.

  અમેરિકાના વિદેશ વિભાગે પહેલા જ યુક્રેન માટે ‘લેવલ 4’ની એડવાઈઝરી જારી કરી છે, જેમાં અમેરિકાના નાગરિકોને કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસ મહામારી અને ‘રશિયાના વધી રહેલા જોખમ’ને ધ્યાનમાં રાખતાં યુક્રેનની યાત્રા ન કરો. નોન સ્ટાફ સદસ્યોને પાછા બોલાવવાની યોજના એ દિવસે બની, જ્યારે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકે રશિયાના વિદેશ મંત્રી સર્જેઈ લાવરોવ સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત પણ વર્તમાન તણાવને ઓછું કરવા માટે થઈ હતી.

  અમેરિકાએ સૈન્ય મદદ પહોંચાડી

  યુદ્ધ થવાની શક્યતા એ અહેવાલને લીધે પણ પ્રબળ બની રહી છે કે અમેરિકાએ યુક્રેનને 90 ટનની ‘ઘાતક મદદ’ પહોંચાડી છે. રશિયાએ સીમા પર મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા છે. આ વચ્ચે અમેરિકાનું યુક્રેનને 90 ટનની મદદ મોકલવી એક મોટી વાત છે. આનાથી થોડા સમય પહેલા અમેરિકાએ યુક્રેનને સૈન્ય મદદની મંજૂરી આપી હતી. ત્યારબાદ આ પહેલું કન્સાઈનમેન્ટ મોકલવામાં આવ્યું, જે યુક્રેન પહોંચી ગયું છે. તેમાં સરહદ પર તૈનાત સૈનિકો માટેના હથિયારો પણ સામેલ છે. યુએસ પ્રમુખ જો બાઈડને ડિસેમ્બરમાં યુક્રેનને 20 કરોડ ડોલર એટલે કે લગભગ 1488 કરોડ રૂપિયાના સુરક્ષા સહાય પેકેજને મંજૂરી આપી હતી.

  આ પણ વાંચો: જર્મનીના નેવી પ્રમુખ ભારતમાં શું બોલી ગયા, કે તેમને પોતાના દેશ પહોંચતા જ રાજીનામું આપવું પડ્યું? કહ્યું- ‘ભૂલ’ થઈ ગઈ

  રશિયાનું સિક્રેટ મિશન

  ‘ન્યુયોર્ક ટાઈમ્સ’ની એક રિપોર્ટ મુજબ, રશિયા બહુ ગુપ્ત રીતે યુક્રેનને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. 5 જાન્યુઆરીએ તેણે કીવ સ્થિત પોતાની એમ્બેસીથી 18 લોકોને મોસ્કો રવાના કર્યા. આ તમામ લોકો સડક માર્ગે 15 કલાકની મુસાફરી કરીને મોસ્કો પહોંચ્યા. એ પછી આવતા કેટલાક દિવસોમાં વધુ 30 લોકોને આ રીતે જ મોસ્કો મોકલવામાં આવ્યા. યુક્રેનમાં કીવ ઉપરાંત રશિયાના બે કોન્સ્યુલેટ પણ છે. તેમના કર્મચારીઓને કહેવામાં આવ્યું છે કે તેમને ગમે ત્યારે મોસ્કો જવાનો આદેશ આપવામાં આવી શકે છે.

  રશિયાની તૈનાતી

  અમેરિકાના એક્સપર્ટ મુજબ, રશિયાએ 60 બટાલિયન યુક્રેનની સીમાએ તૈનાત કરી છે. કુલ મળીને રશિયાના સૈનિકોની સંખ્યા 77 હજારથી એક લાખ જણાવવામાં આવી છે. જો કે, એક મહિના પહેલા પેન્ટાગને આ સંખ્યા એક લાખ 75 હજાર કહેવામાં આવી હતી. અમેરિકી ઇન્ટેલીજન્સને લાગે છે કે રશિયન સેના આ વાતની રાહમાં છે કે બોર્ડર એરિયામાં બરફ સંપૂર્ણ જામી જાય જેથી તેના સૈનિક અને આર્ટીલરીને મૂવ કરવામાં સરળતા રહેશે.

  આ પણ વાંચો: કેમ ઉડી ગઈ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનની રાતોની ઊંઘ? પોતે જ આપ્યું કારણ

  રશિયા અને યુક્રેન વચ્ચેનો વિવાદ શું છે?

  યુક્રેન એક સોવિયેત રાષ્ટ્ર છે. વર્ષ 2014માં રશિયાએ એક મહત્વનું પગલું લેતાં યુક્રેનનો ભાગ રહી ચૂકેલા ક્રીમિયા પર કબજો મેળવી લીધો હતો. ત્યારથી યુક્રેનની સેના અને રશિયા સમર્થિત અલગાવવાદીઓમાં લડાઈ ચાલુ છે. એવું કહેવાય છે કે આ લડાઈમાં 14 હજારથી વધુ લોકો માર્યા ગયા છે. જ્યારે 20 લાખ લોકોને પોતાનું ઘર સુદ્ધાં છોડવું પડ્યું છે. રશિયાએ ગયા વર્ષે અચાનક યુક્રેનની સરહદ પર સૈનિકોની તૈનાતી વધારી દીધી હતી. જે બાદ અમેરિકા અને યુક્રેન બંનેએ દાવો કર્યો હતો કે રશિયા આ દેશ પર હુમલો કરી શકે છે. અમેરિકા અને યુરોપે ચેતવણી આપી છે કે જો રશિયા આ દેશ પર હુમલો અથવા કબજો કરશે તો તેના પર કડક પ્રતિબંધો લાદવામાં આવશે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Russia, Ukraine, US, અમેરિકા

  આગામી સમાચાર