Home /News /national-international /

Russia-Ukraine War: રશિયન સેનાએ મેરીયુપોલના 400 લોકોને બંધક બનાવ્યા હોવાનો યુક્રેનનો દાવો

Russia-Ukraine War: રશિયન સેનાએ મેરીયુપોલના 400 લોકોને બંધક બનાવ્યા હોવાનો યુક્રેનનો દાવો

રશિયન સેનાએ મેરીયુપોલના 400 લોકોને બંધક બનાવ્યા

Russia-Ukraine Conflict - યુક્રેન પર હુમલાના કારણે ઘણા દેશોએ રશિયા પર કડક પ્રતિબંધો લગાવ્યા છે. જેના જવાબમાં વ્લાદિમીર પુતિને પણ કાર્યવાહી કરી છે. પુતિને જો બાયડેન, હિલેરી ક્લિન્ટન સહિત ઘણા અમેરિકન નેતાઓ અને અધિકારીઓ પર પ્રતિબંધ મૂક્યો છે.

વધુ જુઓ ...
    બુધવારે યુક્રેન પર રશિયાના હુમલાનો (Russian Attack) 21મો દિવસ છે. રશિયા યુક્રેનિયન શહેરોમાં નાગરિક વિસ્તારો પર સતત બોમ્બમારો કરી રહ્યુ છે. નવીનતમ માહિતી અનુસાર, રશિયાએ મેરીયુપોલની સૌથી મોટી હોસ્પિટલ પર કબજો કરી લીધો છે. અહીંના ડેપ્યુટી મેયરે કહ્યું કે રશિયન સૈનિકોએ ડોક્ટર અને દર્દીઓ સહિત 400 લોકોને બંધક બનાવ્યા છે. તેમને બહાર જવા દેવામાં આવી રહ્યા નથી. દરમિયાન, ખેરસનમાં ફસાયેલા 3 ભારતીયોને સિમ્ફેરોપોલ ​​અને મોસ્કો મારફતે બહાર કાઢવામાં આવ્યા છે.

    યુક્રેન પર હુમલાના કારણે ઘણા દેશોએ રશિયા પર કડક પ્રતિબંધો લગાવ્યા છે. જેના જવાબમાં વ્લાદિમીર પુતિને પણ કાર્યવાહી કરી છે. પુતિને જો બાયડેન, હિલેરી ક્લિન્ટન સહિત ઘણા અમેરિકન નેતાઓ અને અધિકારીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. તો બીજી બાજુ ચેક રિપબ્લિક, પોલેન્ડ અને સ્લોવેનિયાના વડા પ્રધાનોએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે મુલાકાત કરી અને સહકારની ખાતરી આપી.

    આ પણ વાંચો - Hijab Row: હિજાબનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય સામે અરજી દાખલ
    રશિયન સેનાએ રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા

    રશિયાએ યુક્રેનની રાજધાની કિવમાં રહેણાંક વિસ્તારો પર મિસાઈલ છોડી હતી. આ હુમલામાં ત્રણ માળની ઈમારતમાં આગ લાગી હતી. પાંચ લોકોના મોત થયા હતા. રશિયન સમર્થિત બળવાખોરોના કબજા હેઠળના શહેર ડોનેત્સ્કમાં બેલેસ્ટિક મિસાઈલ હુમલામાં ઓછામાં ઓછા 20 નાગરિકો માર્યા ગયા અને 35 ઘાયલ થયા.

    આ પણ વાંચો - Russia Ukraine War: ...તો ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હોત, વિદેશ મંત્રી જયશંકરનો મોટો ખુલાસો
    ઝેલેન્સકીએ નાટોથી દૂરી બનાવી

    રશિયન સૈન્યના વધતા હુમલા વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કરારના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું- દેશે સ્વીકારવું જોઈએ કે તે યુએસની આગેવાની હેઠળના નાટો સૈન્ય જોડાણનો સભ્ય નહીં બને, જેનો રશિયા વિરોધ કરી રહ્યું છે.
    3 મિલિયનથી વધુ લોકો યુક્રેનથી અન્ય દેશોમાં સ્થળાંતર થયા

    ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશન (IOM)નું કહેવું છે કે રશિયન આક્રમણ બાદ 30 લાખથી વધુ લોકો યુક્રેનમાંથી ભાગી ગયા છે. એવા સંકેતો પણ મળ્યા છે કે અન્ય દેશોના લગભગ એક લાખ 57 હજાર નાગરિકો - જેઓ યુક્રેનિયન નથી - તે પણ દેશ છોડી ચૂકેલા લોકોમાં સામેલ છે.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Russia, Russia ukraine war, Ukraine, Ukraine crisis

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन