યુકેની સરકારનો મહત્ત્વનો નિર્ણય: મહિલા સૈનિકોને ફિલ્ડ ઉપર જ મળી જશે સેનિટરી પ્રોડક્ટ

Image credit: Twitter

યુકેના સુરક્ષા દળોમાં મહિલાઓની સંખ્યા 11 ટકા છે. છતાં પણ સૈન્ય કાર્યવાહી દરમિયાન મહિલા સૈનિકોને સેનિટરી પ્રોડક્ટ પૂરી પાડવામાં આવતી નહોતી.

  • Share this:
    લંડન: યુકેના સશસ્ત્ર દળોના ઇતિહાસમાં સૌપ્રથમ વખત મહિલા સૈનિકોને સેનિટરી નેપકીન આપવાનું શરૂ કરાયું છે. યુકેના સશસ્ત્ર દળોના મંત્રી જેમ્સ હીપીએ જંગના મેદાનમાં પણ મહિલા સૈનિકોને સેનિટરી પ્રોડક્ટ આપવાની જાહેરાત કરી હતી. અગાઉ આ વસ્તુઓ પેક કરી સૈનિકોને સાથે લઈ જવી પડતી. હીપીએ અગાઉની વ્યવસ્થાને મૂર્ખામીભરી ગણાવી હતી. જેમાં મહિલા કર્મચારીઓએ વિદેશમાં ફરજ બજાવતી વખતે પણ તેમના પોતાના સેનિટરી ઉત્પાદનો સાથે રાખવા પડતા હતા.

    હવે ઓપરેશન્સ દરમિયાન પ્રોવિઝન બોક્સ આપવામાં આવશે. જેમાં મહિલા સૈનિકો માટે માટે સેનિટરી ઉત્પાદનો અને વધારાના અન્ડરવેર રહેશે. જેનાથી મહિલા સૈનિકોને માનસિક શાંતિ મળશે. જોકે, તેમણે એમ પણ જણાવ્યું કે, પ્રોવિઝન બોક્સની વ્યવસ્થા માત્ર થોડા સમય માટે છે. સુરક્ષા દળ દ્વારા સેનિટરી આઈટમ ટેમ્પોન્સની સાથે ખાવાની વસ્તુઓનો પણ સમાવેશ થઈ શકે તેવી વ્યવસ્થા ઉપર કામ કરી રહ્યું છે. જે રીતે સૈનિકોને સન સ્ક્રીન, ટોયલેટ પેપર સહિતની ચીજો પૂરી પાડવામાં આવે છે, તે જ રીતે હવે સેનીટરી પ્રોડક્ટ પણ આપવામાં આવશે.

    આ પણ વાંચો: વડોદરામાં વધુ એક આપઘાત: યુવકનું મોત, માતાનો બચાવ, સુસાઇડ નોટમાં પત્નીના ત્રાસથી આપઘાતનો ઉલ્લેખ

    યુકેના સુરક્ષા દળોમાં મહિલાઓની સંખ્યા 11 ટકા છે. છતાં પણ સૈન્ય કાર્યવાહી દરમિયાન મહિલા સૈનિકોને સેનિટરી પ્રોડક્ટ પૂરી પાડવામાં આવતી નહોતી. પરિણામે તેમને પોતાના ટેમ્પોન્સ અને પેડનો ઉપયોગ કરવો પડતો હતો. જેમ્સ હીપીએ ઉમેર્યું હતું કે, આ વાત મારા ગળે ઉતરતી નથી. પિરિયડનો સમયગાળાને કટોકટી તરીકે ગણવામાં આવે છે. મારો મતલબ કે તે દર 28 દિવસે થાય છે, તે કોઈ અણધારી વસ્તુ નથી.

    આ પણ વાંચો: અમદાવાદ: શેઠના ત્રાસથી કર્મીનો આપઘાતનો પ્રયાસ, સુસાઈડ નોટમાં લખ્યું, 'પોલીસ કમિશનર, ન્યાય અપાવજો'

    આ પણ વાંચો: રાજકોટ: તરુણી એકલી હતી ત્યારે ઘરે દોડી ગયો પ્રેમી, બદનામ કરવાની ધમકી આપી કર્યું ગંદુ કામ

    ધ ટેલિગ્રાફના રિપોર્ટ પ્રમાણે હીપીનું માનવું છે કે, સૈન્યની રિસપ્લાય સિસ્ટમમાં ટેમ્પોન્સ અને સેનિટરી ટોવેલ પહોંચાડવાની વ્યવસ્થા ન હોવી શરમજનક છે. ફિલ્ડ ઉપર સૈનિકોને ટીશ્યૂ, ફૂટ પાઉડર, લોશન સહિતની વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. તેમના મત મુજબ જે રીતે પુરુષ સૈનિકોને જરૂરી વસ્તુઓ અપાય છે, તે રીતે મહિલા સૈનિકોને જરૂરી એવી પીરિયડ પ્રોડક્ટ આપવામાં આવતી નહોતી.
    Published by:Vinod Zankhaliya
    First published: