Home /News /national-international /ટીચર છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીના ‘પ્રેમ’માં પડી, અનેક વખત શારીરિક સંબંધ બનાવ્યા, 14 વર્ષ પછી આ રીતે ખુલ્યુ રહસ્ય તો...

ટીચર છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીના ‘પ્રેમ’માં પડી, અનેક વખત શારીરિક સંબંધ બનાવ્યા, 14 વર્ષ પછી આ રીતે ખુલ્યુ રહસ્ય તો...

શિક્ષકને છઠ્ઠા ધોરણના વિદ્યાર્થી સાથે પ્રેમ થયો

એક અજીબોગરીબ કેસમાં મહિલા શિક્ષકને 14 વર્ષ પહેલા કરેલા 'ગુના' માટે હવે સજા મળી છે. વાસ્તવમાં, એક શાળાના શિક્ષકને આજીવન ક્લાસમાં ભણાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેનું કારણ એ છે કે 14 વર્ષ પહેલા તેને તેના એક વિદ્યાર્થી સાથે 'પ્રેમ' થયો હતો . જો કે, ઉલ્લેખનીય બાબત એ છે કે આ મહિલા પરિણીત હતી અને પીઠ પાછળ તેના પતિને છેતરી રહી હતી. જો કે, એક કહેવત છે - સત્ય ક્યારે છુંપુ નથી રહેતું અને આ કિસ્સામાં પણ કંઈક આવું જ બન્યું છે. બીજી તરફ મામલો પ્રકાશમાં આવતાં શિક્ષકને તેના માટે સજા પણ કરવામાં આવી હતી.

વધુ જુઓ ...

    44 વર્ષીય કીલી ડીન, મેઇડસ્ટોન, ઈંગ્લેન્ડમાં ઓકવુડ પાર્ક ગ્રામર સ્કૂલમાં જીયોગ્રાફીના શિક્ષક હતા. 2008 અને 2009માં ધોરણ 6ના વિદ્યાર્થીની સાથે તેમનું અફેર હતું. પરંતુ આ છોકરાએ 2020 સુધી પોતાના સંબંધોને છુપાવીને રાખ્યા હતા. હાલમાં આ છોકરો પરિણીત છે. તેણે આ અંગે ટીચિંગ રેગ્યુલેશન એજન્સી (TRA)ને ફરિયાદ કરી હતી. તે જ સમયે, તપાસ પછી, ટીઆરએની ડિસિપ્લિનરી પેનલે કીલે ડીનને દોષિત ઠેરવી હતી.

    આ પણ વાંચોઃ એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પોતાની જાતને આગ લગાવીને ગર્લફ્રેન્ડને ગળે લગાવી; બંને PhD કરતા હતા

    શિક્ષકે આરોપોને નકારી કાઢ્યા

    ટીઆરએએ જણાવ્યું કે ટીચર અને છોકરો ચૂપકી રીતે મળતા હતા. બંનેએ એકબીજાને કિસ કરતા અને શારીરિક સંબંધો પણ બનાવ્યા હતા. આવું માત્ર એક જ વાર નહીં, ઘણી વખત બન્યું છે. એકવાર બંને હોટેલમાં સાથે પણ રોકાયા હતા. તે જ સમયે, કીલે ડીને તેમના પર લગાવવામાં આવેલા આરોપોને સંપૂર્ણ રીતે નકારી કાઢ્યા.

    પરંતુ ડિસિપ્લિનરી પેનલ સંમત થઈ હતી કે ટીચરની હરકતો બાળક માટે યોગ્ય નથી. એજન્સીએ કહ્યું કે પીડિત બાળકે તેમને કહ્યું કે તેણે હવે આ ફરિયાદ કરી છે કારણ કે આ રહસ્યના કારણે તે શાંતિથી જીવી શકતો નહોતો.

    આ રીતે 'પ્રેમ'ની શરૂઆત થઈ

    ટીચર રેગ્યુલેશન એજન્સીએ જણાવ્યું કે તે સમયે કીલે ડીન 30 વર્ષની હતી, જ્યારે વિદ્યાર્થી છઠ્ઠા ધોરણનો વિદ્યાર્થી હતો. ઓગસ્ટ 2008માં, વિદ્યાર્થીએ ભૂગોળના શિક્ષકને પરીક્ષા અંગે મેઈલ કર્યો હતો. પછીના કેટલાક મહિનાઓ સુધી બંને વચ્ચે વાતચીત વધી અને બંનેએ એકબીજાના ફોન નંબર પણ લીધા. બંને સ્કુલમાં વાતો કરતા, સાથે જ સ્કુલ પછી મુવી જોવા જતા હતા.

    બાળકે કહ્યું કે તે સમયે તેને લાગ્યું કે તેમના સંબંધોમાં કંઈ ખોટું નથી. તે ફિલ્મો જોવા જતો કારણ કે તે જાણતો હતો કે શિક્ષક પરિણીત છે અને બંનેને સાથે જોઈને કોઈ ગેરસમજ નહીં કરે. ડિસેમ્બર 2008 માં, તેણીએ ડીન સાથે પ્રથમ વખત સંબંધ બાંધ્યો હતો. જાન્યુઆરી પછી બંને વચ્ચેના સંબંધો ખૂબ જ ગાઢ બની ગયા. જો કે, આ સંબંધોનો જૂન 2009માં અંત આવ્યો, કારણ કે બાળકને લાગ્યું કે લોકો તેના પર શંકા કરી રહ્યા છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Relationship, School student, School teachers

    विज्ञापन
    विज्ञापन