Home /News /national-international /UK News: બેન્કે ભૂલથી લોકોના ખાતામાં રૂ.1300 કરોડ નાખી દીધા! હવે પાછા લેવામાં છૂટ્યા પસીના

UK News: બેન્કે ભૂલથી લોકોના ખાતામાં રૂ.1300 કરોડ નાખી દીધા! હવે પાછા લેવામાં છૂટ્યા પસીના

હવે બેંક આ પૈસા પાછા માંગી રહી છે, પરંતુ લોકો તેને પરત કરવા તૈયાર નથી.

Bank mistakenly deposited 13 billion rupees: બ્રિટનના કાયદા અનુસાર બેંક ગ્રાહકના ખાતામાં ભૂલથી જમા થયેલા નાણાં પાછા લઈ શકે છે. જો ગ્રાહકો પૈસા પરત ન કરે તો તેમને વધુમાં વધુ 10 વર્ષ સુધીની જેલ થઈ શકે છે.

    લંડનઃ જો તમારા અકાઉન્ટ (Bank account)માં બેંક અચાનક લાખો-કરોડો રૂપિયા મોકલી તો તમે શું કરશો? સાંભળવામાં આ ખૂબ જ રસપ્રદ લાગે છે. યુકે (UK News)માં આવું જ કંઈક થયું છે. વાત એમ છે કે, યુકેની Santander બેંકે ભૂલથી 75 હજાર લોકોને બેંકના જ 2 હજાર અકાઉન્ટમાંથી રકમ ટ્રાન્સફર (Bank mistakenly deposited 13 billion rupees) કરી દીધી. કુલ 130 મિલિયન પાઉન્ડ એટલે કે લગભગ 1300 કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા છે. હવે બેંક આ પૈસા પાછા માંગી રહી છે, પરંતુ લોકો તેને પરત કરવા તૈયાર નથી.

    Santander તરફથી થયેલી આ ભૂલ 25 ડિસેમ્બરે થઈ. ખાસ વાત એ છે કે સેન્ટેન્ડરના આ પૈસા Barclays, HSBC, NatWest, Co-operative Bank અને Virgin Money જેવી હરીફ બેંકોના ગ્રાહકોના ખાતામાં જતા રહ્યા. ડેઈલી મેલના અહેવાલ મુજબ, Santander બેંકને એ વાતનો પણ ડર છે કે આ પૈસા બેંકને પાછા નહીં મળે.

    જો કે, બેંક પાસે પૈસા પાછા મેળવવાના બે રસ્તા છે. પ્રથમ- બેંક ગ્રાહકોને બળજબરીથી પૈસા પાછા મોકલવાનું કહેશે. તો બેંક પાસે બીજો વિકલ્પ એ છે કે તે એ ગ્રાહકો પાસે જઈને રકમ પાછી લે. બેંક તરફથી એક નિવેદન પણ આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ બધું ટેકનિકલ ખામીના કારણે થયું છે.

    આ પણ વાંચો: viral video: પાર્લરમાં Haircut માટે પહોંચી યુવતી, છોકરાએ લાઇટર સળગાવી લગાવી વાળમાં આગ

    પૈસા પરત ન કર્યા તો 10 વર્ષની કેદ

    બ્રિટનના કાયદા અનુસાર બેંક ગ્રાહકના ખાતામાં ભૂલથી જમા થયેલા નાણાં પાછા લઈ શકે છે. જો ગ્રાહકો પૈસા પરત ન કરે તો તેમને વધુમાં વધુ 10 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. બ્રિટનમાં આ બેંકના લગભગ 1.40 કરોડ ગ્રાહકો અને 616 શાખાઓ છે. Santander UK એ ગ્લોબલ બેંક Banco Santanderની સહયોગી બેંક છે.

    આ પણ વાંચો: ‘ચિન્ટુ-પિન્ટુ…’ ગધેડાની શોધમાં લાગી Rajasthan Police, આખો મામલો જાણીને ચોંકી જશો

    આ પહેલા અમેરિકા (America)ની સિટી બેંકે પણ કોસ્મેટિક કંપની રેવલોન (Revlon)ના લેન્ડર્સને ભૂલથી 90 કરોડ ડોલરનું પેમેન્ટ કરી દીધું હતું. બેંક આમાંથી 50 કરોડ ડોલરની વસૂલાત કરી શકી નથી. ગયા વર્ષે ઓગસ્ટમાં બેંકે કોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ ફેબ્રુઆરીમાં અમેરિકાની એક કોર્ટે કહ્યું કે બેંકને તેની રિકવરીની મંજૂરી આપવામાં આવશે નહીં.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Ajab Gajab, Ajab gajab news, Bank Deposits, UK, World News in gujarati, અજબ ગજબ સમાચાર

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन