Corona: સોશ્યલ ડીસ્ટન્સિંગ અને માસ્કનો ઉપયોગ ઘણા વર્ષો સુધી કરવો પડી શકે છે- એક્સપર્ટ્સ

વિશ્વભરમાં કોરોનાએ બીજી ઇનિંગ શરૂ કરી દીધી છે તેવા સમયમાં સરકારે કોઈ પણ પ્રતિબંધ હટાવતા પહેલા સાવધાની રાખવી પડશે

વિશ્વભરમાં કોરોનાએ બીજી ઇનિંગ શરૂ કરી દીધી છે તેવા સમયમાં સરકારે કોઈ પણ પ્રતિબંધ હટાવતા પહેલા સાવધાની રાખવી પડશે

  • Share this:
લંડન. સમગ્ર વિશ્વમાં કોરોના (Coronavirus)એ તેની બીજી ઇનિંગ શરુ કરી દીધી છે. જેને લઈને લોકોમાં ભયનું સામ્રાજ્ય ઊભું થયું છે. તો બીજી તરફ કોરોના વેક્સિનેશન (Covid Vaccination) પણ યુદ્ધના ધોરણે હાથ ધરાયું છે. છતાં પણ માસ્ક (Mask) અને સોશ્યલ ડીસ્ટન્સિંગ (Social Distancing)ને અનિવાર્ય કરાયું છે. તો હવે ઇંગ્લેન્ડના પબ્લિક હેલ્થ વિભાગના રસીકરણના પ્રમુખ ડો. રૈમસે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, કોરોના મહામારીને કારણે આપણે સોશ્યલ ડીસ્ટન્સિંગ અને માસ્કનો ઉપયોગ ઘણા વર્ષો સુધી કરવો પડી શકે છે.

તેમણે કહ્યું કે, વિશ્વના મોટાભાગના લોકોને નિમ્ન સ્તરના પ્રતિબંધોની આદત લાગી ગઈ છે. હવે તેઓ તેના અનુરૂપ રહી શકે છે. એટલું જ નહીં અર્થવ્યવસ્થા પણ તેની સાથે આગળ વધી શકે છે. તેમણે કહ્યું, સરકારે કોઈ પણ પ્રતિબંધ હટાવતા પહેલા સાવધાની રાખવી પડશે.

આ પણ વાંચો, PM Awas: 31 માર્ચ સુધી સરકાર આપી રહી છે ઘર ખરીદવા પર 2.67 લાખની છૂટ, ફટાફટ કરો એપ્લાય

ડો. રૈમસે જણાવ્યા મુજબ, 'વધુ દર્શકો સાથે કોઈ ઇવેન્ટનું આયોજન કરવા દરમિયાન સાવધાની રાખવી જોઈએ. તેમજ ગાઇડલાઇન પણ સચોટ હોવી જોઈએ અને તેનું પાલન આવશ્યકપણે થવું જોઈએ.' તેમણે ભારત અંગે કહ્યું કે, ભારત (India)માં ઘણા રાજ્યોની સ્થિતિ કથળી છે. ભારતમાં મહારાષ્ટ્ર, પંજાબ, મધ્યપ્રદેશ અને તમિલનાડુ સહિત રાજ્યોમાં કોરોના સંક્રમણ રોકવા માટે મહત્વના પગલાં ભરાયા છે.

આ પણ વાંચો, Explained: દેશમાં અચાનક કેમ વધવા લાગ્યા છે COVID-19ના કેસ?

ભારતમાં કોરોણાનું સંક્રમણ વધતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને લોકોને જરૂરી ગાઈડલાઇનનું પાલન કરવાના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું છે કે, લોકોએ કોરોના સંક્રમણ ન વધવા દેવું જોઈએ અને પોતાની જવાબદારી પ્રામાણિકતાથી નિભાવવી જોઈએ. સાથે જ જાહેર સ્થળે સોશ્યલ ડીસ્ટનસીંગ અને માસ્કના નિયમોનું પાલન કરવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કોરોનાના નવા 46,951 કેસ સામે આવ્યા છે. આ છેલ્લા 130 દિવસમાં સૌથી વધુ કેસ છે.
First published: