Home /News /national-international /UK reports first death with Omicron variant: દુનિયામાં ઓમિક્રોનથી પહેલું મોત બ્રિટનમાં, PM બોરિસ જોનસને આપી આ ચેતવણી
UK reports first death with Omicron variant: દુનિયામાં ઓમિક્રોનથી પહેલું મોત બ્રિટનમાં, PM બોરિસ જોનસને આપી આ ચેતવણી
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને દેશમાં પહેલા ઓમિક્રોન દર્દીનું મૃત્યુ થયાની પુષ્ટિ કરી છે. (AP Photo/Matt Dunham)
UK reports first death with Omicron variant: વડાપ્રધાન બોરિસ જોનસને સોમવારે કોરોના વાયરસ (Coronavirus)ના ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Variant)થી દેશમાં પહેલા મૃત્યુની પુષ્ટિ કરી.
લંડન. બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને સોમવારે કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટથી દેશમાં પહેલા મૃત્યુની પુષ્ટિ કરી. દુનિયામાં કદાચ ઓમિક્રોનથી મૃત્યુનો આ પહેલો કેસ હોઈ શકે છે. તો બ્રિટનમાં વોક-ઇન વેક્સીનેશન કેન્દ્રો બહાર લાંબી લાઈનો જોવા મળી, જ્યાં લોકો રસીના બૂસ્ટર ડોઝ મેળવવાની રાહમાં હતા. પશ્ચિમ લંડનમાં એક વેક્સીન ક્લિનિકની મુલાકાત દરમ્યાન પીએમ જોનસને ઓમિક્રોન વેરિઅન્ટના ઓછા ગંભીર હોવાને લઈને લોકોમાં જે સંતોષ છે તે બાબતે ચેતવણી આપી અને ઓમિક્રોનનો સામનો કરવા માટેના ઉપાયો હેઠળ હવે વધુ પ્રતિબંધ ન લગાવવાની શક્યતાનો પણ ઇનકાર કર્યો. હાલ સરકારે ઘરેથી કામ કરવાની સૂચના આપી છે.
જોનસને પત્રકારોને જણાવ્યું કે, ‘દુઃખની વાત છે. પરંતુ એ પણ હકીકત છે કે લોકો ઓમિક્રોનને કારણે હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે અને કમનસીબે એક દર્દીનું ઓમિક્રોન સંક્રમણથી મૃત્યુ થયું હોવાની પુષ્ટિ થઈ છે. તેથી, હું માનું છું કે આ વાયરસનું હળવું સ્વરૂપ છે, મને લાગે છે કે તે કંઈક એવું છે જેને આપણે ભૂલવાની જરૂર છે અને ફક્ત તે ઝડપથી ઓળખવાની જરૂર છે, જેથી તે વસ્તીમાં ફેલાઈ રહ્યો છે. જો આપણે બધા રસીનો બૂસ્ટર ડોઝ લઈએ તો તે શ્રેષ્ઠ રહેશે.’
નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ વર્ષના અંત સુધીમાં સંક્રમણ ફેલાવવા મામલે ઓમિક્રોન વેરિઅન્ટ, ડેલ્ટા સ્વરૂપને પાછળ છોડી શકે છે.
પીએમ બોરિસ જોનસને આપી હતી ‘ભીષણ લહેર’ની ચેતવણી
આ પહેલા, બોરિસ જોનસને ઓમિક્રોન સ્વરૂપની ‘ખતરનાક લહેર’ની ચેતવણી આપી હતી, જ્યારે તેમણે રવિવારે રાતે ટીવી પર એક મહત્વનું સંબોધન કર્યું હતું. તેમણે એક અદ્યતન ઓમિક્રોન ઇમરજન્સી બૂસ્ટર મિશનની જાહેરાત કરી, જેમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ પુખ્ત વયના લોકો માટે વર્ષના અંત સુધીમાં COVID-19 રસીનો ત્રીજો વધારાનો ડોઝ મેળવવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.
જોનસને કહ્યું, ‘મને ડર છે કે હવે આપણે નવા સ્વરૂપ, ઓમિક્રોન સાથેની લડાઈમાં કટોકટીનો સામનો કરી રહ્યા છીએ, અને આપણે પોતાના મિત્રો અને પ્રિયજનોને સુરક્ષિત રાખવા માટે રસી સુરક્ષાની દીવાલને તાકીદે મજબૂત કરવી જોઈએ.’
વડાપ્રધાને કહ્યું, ‘કોઈને પણ કોઈ પ્રકારની શંકા હોવી જોઈએ નહીં: ઓમિક્રોનની લહેર આવી રહી છે, અને મને ડર છે કે હવે તે સ્પષ્ટ થઈ ગયું છે કે રસીના બે ડોઝ તે સ્તરનું રક્ષણ પૂરું પાડવા માટે પૂરતા નથી, જેની આપણને બધાને જરૂર છે. પરંતુ સારા સમાચાર એ છે કે આપણા વૈજ્ઞાનિકોને વિશ્વાસ છે કે ત્રીજા ડોઝ - એક બૂસ્ટર ડોઝ - સાથે આપણે બધા પોતાની સુરક્ષાના સ્તરને પાછું લાવી શકીએ છીએ.’
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર