લંડન: દુનિયાભરમાં કોરોનાની નવી લહેરને (New Covid Strains) કારણે હવે બાળકોને લઈને ચિંતા વધી ગઈ છે. જેને ધ્યાને રાખીને નાની ઉંમરના બાળકોને વેક્સિનેશન(Child Vaccination) કરવાની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે. આ માટે બ્રિટનમાં મેડિસિન રેગ્યુલેટર બોડીમાં અમેરિકી ફાર્મા કંપની ફાયઝરની વેક્સિનPfizer Vaccine)ને 12-15 વર્ષની ઉંમરના બાળકોને આપવાની છૂટ આપી દેવમાં આવી છે. આ વેક્સિનને 12-18 ઉંમરના બાળકોને આપવી એકદમ સુરક્ષિત માનવામાં આવે છે.
ઓથોરિટીએ કહ્યું - અમે 12 થી 15 વર્ષની વયના બાળકોમાં આ રસીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ રસી આ વય જૂથ માટે સંપૂર્ણ સલામત અને અસરકારક હોવાનું જણાયું છે. તેમાં કોઈ પણ પ્રકારનો ભય નથી. જો કે, હવે તે દેશમાં રસીકરણની નિષ્ણાત સમિતિ પર નિર્ભર છે કે, તેઓ આ વય જૂથમાં રસી આપશે કે નહીં.
રસીના ક્લિનિકલ ટ્રાયલમાં 2000 બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હ્યુમન મેડિસિનના કમિશનના અધ્યક્ષ પ્રોફેસર સર મુનીર પીરમોહમ્મદે કહ્યું, અમે બાળકોમાં ટ્રાયલ લેતી વખતે વિશેષ કાળજી લઈ રહ્યા હતા. ખાસ કરીને આડઅસર પર વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું. અને હવે તો અમેરિકામાં પણ બાળકોને પણ આ રસી આપવાની છૂટ આપી દેવમાં આવી છે.
અગાઉ યુ.એસમાં પણ, ફાઈઝર રસી 12 વર્ષ સુધીના બાળકોને આપવામાં આવતી હતી. મે મહિનામાં યુ.એસ.ના 2000 કરતા પણ વધારે સ્વયંસેવકો પર મે મહિનામાં કરવામાં આવેલા ટ્રાયલને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનએ જણાવ્યું હતું કે, ફાઇઝર રસી સલામત છે અને 12 થી 15 વર્ષની વયના કિશોરોને મજબૂત સુરક્ષા પૂરી પાડે છે. ફાઈઝર અને તેના જર્મન ભાગીદાર બાયોએનટેકે તાજેતરમાં જ યુરોપિયન યુનિયનમાં બાળકોને રસી આપવાની મંજૂરી માંગી છે.
તાજેતરમાં એવા સમાચાર પણ આવ્યા હતા કે, 12-17 વય જૂથમાં મોડર્ના વેક્સિન ખૂબ અસરકારક રહી છે. કંપનીનું કહેવું છે કે, આ વય જૂથમાં લક્ષણોની ચેપ અટકાવવામાં તેમની રસી 100 ટકા અસરકારક રહી છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર