અજીબ કિસ્સો: પિઝા પાર્ટીમાંથી બાકાત રાખવામાં આવતા મહિલાને મળ્યું રૂ. 20 લાખનું વળતર

પ્રતિકાત્મક તસવીર

મહિલાના કોલ કોઈ ઉપાડતું ન હતું. અન્ય સ્ટાફ મેમ્બર તેની સાથે વાત કરતા ન હતા. ત્યાર બાદ તેની ઓફીસ પાર્ટીમાંથી પણ અવગણના થવા લાગી

  • Share this:
ઓફિસમાં કોઈ કર્મચારી સાથે ઓરમાયું વર્તન, એકને ગોળ અને એકને ખોળ જેવા આક્ષેપ અવારનવાર સામે આવે છે. આવો એક કિસ્સો યુકેમાં બન્યો છે. જ્યાં કારની ડીલરશિપની પૂર્વ રેસેપ્શનિસ્ટને ઓફિસની પિઝા પાર્ટીમાંથી જાણી જોઈને નિયમિત બાકાત રાખવામાં આવતા કોર્ટ દ્વારા તેને 23,000 યુરો (રૂ. 20,50,699)નું વળતર ચૂકવવા આદેશ આપવામાં આવ્યો છે.

વિશ્વમાં ઓફીસ પાર્ટી કોમન કલ્ચર બનતું જાય છે. ફોર્ડની હાર્ટવેલ નામની ડીલરશિપમાં પણ આવી પાર્ટી થતી હતી. આ ઓફીસમાં માલ્ગોર્ઝાતા લેવિકા કામ કરતી હતી. નાની ઓફીસ પાર્ટીઓ માટે સ્ટાફને ટેકઅવે ઓર્ડર માટે પૂછવામાં આવ્યું હતું. આ ઓર્ડરમાં બર્ગરથી લઈને પિઝા સહિતનો નાસ્તો સામેલ હતો. જો કે, લેવિકાને ઇરાદાપૂર્વક શિકાર બનાવવામાં આવતી હતી અને કર્મચારીઓ તેને પાર્ટીઓથી બહાર રાખતા હતા.

તેણે જણાવ્યું હતું કે, સ્ટાફના સભ્યો પર જાતીય ભેદભાવનો આરોપ લગાવ્યા બાદ તેની સાથે આવું થવા લાગ્યું હતું. તેને ખાસ કાર્યક્રમો અને પાર્ટીમાંથી બાકાત રાખવામાં આવતી હતી.

આ પણ વાંચો - ફેસબુક પર આર્ટિકલ શેર કરતા પહેલા વાંચવો પડશે, જાણો નહીં વાંચો તો શું થશે

વર્ષ 2018માં તેણે પોતાના પગાર, કામના સમય અને જાતીય ભેદભાવ અંગે ફરિયાદ કરી હતી. આ ફરિયાદ બાદ તપાસ થઈ હતી. ત્યાર બાદ ટ્રીબ્યુનલે નોંધ્યું હતું કે, સ્ટાફ મેમ્બરે તેની સાથે ગેરવર્તન કર્યું છે. જેથી લેખિત ચેતવણી આપવામાં આવી હતી. જ્યારથી આ વોર્નિંગ અપાઈ હતી, ત્યારથી તેની સાથે ખરાબ વર્તન થતું હતું.

વધુ વિગતો મુજબ કોઈ તેના કોલ કોઈ ઉપાડતું ન હતું. અન્ય સ્ટાફ મેમ્બર તેની સાથે વાત કરતા ન હતા. ત્યાર બાદ તેની ઓફીસ પાર્ટીમાંથી પણ અવગણના થવા લાગી. આવું દર શુક્રવારે બનવા લાગ્યું.

2019ના જાન્યુઆરી મહિનામાં તે જે કામ કરે છે, તે ફુલટાઇમ કરવું પડશે તેવું કંપનીનું કહેવું હતું. લેવિકા વોટફોર્ડમાં હાર્ટવેલ માટે 2014ના મે મહિનાથી કામ કરતી હતી. ત્યાર બાદ તેને કંપનીની હેમલ હેમ્પસ્ટેડ ખાતેની સાઇટ પર ખસેડી દેવાઈ હતી. 2016થી 2018માં વોટફોર્ડની ડીલર શિપનું નવનિર્માણ થતું હતું.

ડેઇલી મેલના મત મુજબ મહિલા માત્ર પાર્ટ ટાઈમ નોકરી કરતી હોવાનું અને તેનું કામ 1 વાગ્યે પૂર્ણ થઈ જતું હોવાનો બચાવ કંપનીએ કર્યો હતો. પરંતુ કોર્ટે સુનાવણી દરમિયાન તેને ફગાવી દીધો હતો.

એમ્પ્લોયમેન્ટ જજ જેનિફર બાર્ટલેટએ જણાવ્યું હતું કે, મહિલા સાથેનું વર્તન ભેદભાવ ભરેલું હતું. ન્યાયાધીશે સ્વીકાર્યું કે આ લંચનો મામલો અનૌપચારિક હોઈ શકે, પરંતુ હેમલ બ્રાન્ચમાં તેને આવી પાર્ટીમાં સામેલ કરવામાં આવતી હતી, જ્યારે વોટફોર્ડમાં તેને બાકાત રખાઈ હોવાના પુરાવા રજુ કર્યા છે. આ કેસમાં કોર્ટે મિસ લેવિકાની લાગણી દુભાવવા અને આવકમાં ગાબડા બદલ 23,079 યુરોનું વળતર આપવાનો નિર્ણય લીધો હતો.
First published: