Home /News /national-international /Queen Elixzabeth's Secret letter: ક્વિન એલિઝાબેથ IIનો ઓસ્ટ્રેલિયા માટે સિક્રેટ લેટર; સિડનીની તિજોરીમાં બંધ

Queen Elixzabeth's Secret letter: ક્વિન એલિઝાબેથ IIનો ઓસ્ટ્રેલિયા માટે સિક્રેટ લેટર; સિડનીની તિજોરીમાં બંધ

સિડનીની આ તિજોરીમાં ક્વિન એલિઝાબેથ દ્વિતીયનો સિક્રેટ લેટર કાચની પેટીમાં રાખવામાં આવ્યો છે.

Queen Elixzabeth's Secret letter: ક્વિન એલિઝાબેથ દ્વિતીયએ ઓસ્ટ્રેલિયા માટે વર્ષ 1986માં એક સિક્રેટ લેટર લખ્યો હતો. તે આગામી 63 વર્ષ સુધી એટલે કે વર્ષ 2085 સુધી ગુપ્ત રાખવામાં આવશે. ત્યારબાદ તે સમયના મેયર કોઈ એક દિવસ નક્કી કરી તેને સિડનીના લોકો સામે સંબોધશે.

વધુ જુઓ ...
  સિડનીઃ ક્વિન એલિઝાબેથ દ્વિતીયએ ઓસ્ટ્રેલિયા માટે એક સિક્રેટ લેટર લખ્યો છે. તે સિડનીની એક તિજોરીમાં બંધ છે. ખાસ વાત એ છે કે, આગામી 63 વર્ષ સુધી એટલે કે વર્ષ 2085 સુધી તે ખોલી શકાશે નહીં. કોઈને પણ આ વિશે જાણકારી નથી. રાણીના અંગત કર્મચારીઓને પણ આ પત્રમાં શું લખ્યું છે તે વિશે જાણકારી નથી. ઓસ્ટ્રેલિયાની એક ન્યૂઝ ચેનલના જણાવ્યા અનુસાર, એક લેટર સિડનીના ઐતિહાસિક ક્વિન વિક્ટોરિયા બિલ્ડિંગની એક તિજોરીમાં કાચની પેટીમાં રાખવામાં આવ્યો છે. તેને નવેમ્બર 1986માં લખવામાં આવ્યો હતો. તેમાં ક્વિને સિડનીના લોકોને સંબોધ્યા છે. આ પત્રને 2085 સુધી ખોલી શકાશે નહીં.

  queen letter to mayor
  ક્વિને મેયરને 2085માં લેટર જાહેર કરવા વિનંતી કરી છે.

  ક્વિન એલિઝાબેથે 16 વાર ઓસ્ટ્રિયાની મુલાકાત લીધી


  લેટરને લઈને સિડનીના લોર્ડ મેયરને આદેશ આપવામાં આવ્યા છે. તેમાં લખ્યું છે કે, વર્ષ 2085 સુધી તમારા દ્વારા નક્કી કરવામાં આવેલા કોઈ એક દિવસે આ પત્ર ખોલવામાં આવશે અને સિડનીના નાગરિકોને કહેવામાં આવશે. રાજ્યના પ્રમુખ તરીકે ક્વિન એલિઝાબેથે 16 વાર ઓસ્ટ્રેલિયાની મુલાકાત લીધી છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બનીસે આ માહિતી આપી છે.

  queen in australia
  ક્વિન એલિઝાબેથે 16 વખત ઓસ્ટ્રેલિયાની મુલાકાત લીધી હતી.

  રાણીને પ્રમુખ પદેથી હટાવવા જનમત સંગ્રહ થયો હતો


  શુક્રવારે એક નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાની પહેલી મુલાકાતથી જ ખબર પડી ગઈ હતી કે, તેમના હૃદયમાં ઓસ્ટ્રેલિયા માટે એક સ્પેશિયલ જગ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે, 1999માં ઓસ્ટ્રેલિયાએ ક્વિનને રાજ્યના પ્રમુખ પદેથી દૂર કરવા માટે જનમત સંગ્રહ કરાવ્યો હતો, પરંતુ તેઓ હારી ગયા હતા.

  કિંગ ચાર્લ્સ III ઓસ્ટ્રેલિયામાં હેડ ઓફ ધ સ્ટેટ ઘોષિત


  સિડનીના ઓપેરા હાઉસમાં શુક્રવારે ક્વિનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ન્યૂઝિલેન્ડમાં રવિવારે એક ટેલિવિઝન સમારોહમાં કિંગ ચાર્લ્સ IIIને હેડ ઓફ ધ સ્ટેટ ઘોષિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન રવિવારે ઓસ્ટ્રેલિયાએ પણ કિંગ ચાર્લ્સ IIIને હેડ ઓફ ધ સ્ટેટ ઘોષિત કર્યા હતા. તેઓ 70 વર્ષમાં પહેલા રાજા બન્યાં છે.

  8 સપ્ટેમ્બરે ક્વીન એલિઝાબેન IIનું નિધન થયું હતું


  ક્વિન એલિઝાબેથ IIનું 8 સપ્ટેમ્બરે 96 વર્ષની ઉંમરે નિધન થયું હતું. તેમણે 6 ફેબ્રુઆરી 1952માં પિતા કિંગ જ્યોર્જના નિધન બાદ બ્રિટનનું શાસન સંભાળ્યું હતું. ત્યારે તેમની ઉંમર માત્ર 25 વર્ષ હતી. તેઓ માત્ર બ્રિટન જ નહીં, અન્ય 24 આઝાદ દેશના મહારાણી હતી. તેમના નિધન પછી તેમના દીકરી પ્રિન્સ ચાર્લ્સ નવા રાજા બન્યા છે. હવે તેમને કિંગ ચાર્લ્સ IIIના નામથી ઓળખવામાં આવશે.
  Published by:Vivek Chudasma
  First published:

  Tags: Australia, Letter, Queen Elizabeth II

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन