આવું બીજી વાર બન્યું છે, જ્યારે પોતાની જ સરકાર હોવા છતાં નિયમ તોડવા બાદ તેમના પર દંડ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટમાં આ પ્રકારની જાણકારી આપવામાં આવી છે. બીબીસીના એક રિપોર્ટ અનુસાર, આ ઘટના ત્યારે થઈ જ્યારે તેઓ ઈંગ્લેન્ડના ઉત્તરમાં યાત્રા દરમિયાન લંકાશાયરમાં સરકારના લેવલિંગ અપ ખર્ચના નવીન સમયને પ્રોત્સાહન આપવા માટે વીડિયો બનાવી રહ્યા હતા. વીડિયોને સુનકે ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો.
લંડનમાં સીટ બેલ્ટ ન લગાવવા પર વાહનચાલકોને 100 પાઉન્ડનો ઓન દ સ્પોટ દંડ લગાવી શકાય છે અને આ કેસ કોર્ટમાં જાય છે તો ત્યાં પાંચ ગણો વધારે દંડ ભરવો પડે છે. પ્રધાનમંત્રીએ પહેલા આ ઘટનાને લઈને માફી માગતા કહ્યું હતું કે, આ જજમેન્ટની ભૂલ હતી. સુનક પર સરકારમાં રહેતા આ બીજી વાર દંડ ફટકાર્યો છે.
એપ્રિલ 2022માં જૂન 2020માં ડાઉનિંગ સ્ટ્રીટમાં જોનસન માટે જન્મદિવસની સભામાં ભાગ લેવા માટે કોવિડ લોકડાઉન નિયમો તોડવા માટે તત્કાલિન પ્રધાનમંત્રી બોરિસ જોનસન અને પત્ની કેરી સાથે સાથે રાજકોષના ચાન્સેલર સુનક પર દંડ લગાવામાં આવ્યો હતો.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર