Home /News /national-international /આને કહેવાય સંસ્કાર! વિદેશની ધરતી પર બ્રિટનના પીએમની દીકરીએ ભારતીય નૃત્ય કરી દિલ જીતી લીધું

આને કહેવાય સંસ્કાર! વિદેશની ધરતી પર બ્રિટનના પીએમની દીકરીએ ભારતીય નૃત્ય કરી દિલ જીતી લીધું

ઋષિ સુનકની દીકરીએ ભારતીય નૃત્ય કરી સૌના દિલ જીતી લીધા

આ ઈન્ટરનેશનલ કુચિપુડી નૃત્ય મહોત્સવમાં 4-85 વર્ષની ઉંમરના લગભગ 100 કલાકારોએ ભાગ લીધો હતો. જેમાં લાઈવ સંગીતકાર, વૃદ્ધ નૃત્ય કલાકાર, નૃત્ય શિખવામાં અક્ષમ વ્હીલચેર કલાકારો, ડાંસરો, પોલેન્ડના અનુદાન પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય નટરંગ ગ્રુપના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો.

વધુ જુઓ ...
બ્રિટનના પીએમ ઋષિ સુનકની દીકરીએ શુક્રવારે લંડનમાં કેટલાય બાળકો સાથે કુચિપુડી નૃત્યુ કર્યું હતું. નવ વર્ષિય અનુષ્કાનો કુચિપુડી ડાંસનું આ પ્રદર્શન 'રંગ' 'આંતરરાષ્ટ્રીય કુચિપુડી નૃત્ય મહોત્સવ 2022' (‘Rang’- International Kuchipudi Dance Festival 2022)નો એક ભાગ હતો. આ નૃત્ય મહોત્સવ બ્રિટનમાં કુચિપુડી નૃત્ય શૈલીનું સૌથી મોટો ઉત્સવ છએ. જેમાં કેટલાય બાળકો અને વૃદ્ધો ભાગ લેતા હોય છે.

આ ઈન્ટરનેશનલ કુચિપુડી નૃત્ય મહોત્સવમાં 4-85 વર્ષની ઉંમરના લગભગ 100 કલાકારોએ ભાગ લીધો હતો. જેમાં લાઈવ સંગીતકાર, વૃદ્ધ નૃત્ય કલાકાર, નૃત્ય શિખવામાં અક્ષમ વ્હીલચેર કલાકારો, ડાંસરો, પોલેન્ડના અનુદાન પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય નટરંગ ગ્રુપના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. ઈંફોસિસના સહ સંસ્થાપક નારાયણ મૂર્તિની દીકરી અનુષ્કા સુનકની માતા અક્ષતા મૂર્તિ અને ઋષિ સુનકના માતા-પિતાની સાથે આ કુચિપુડી નૃત્યુ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.



એક ઈન્ટરવ્યૂમાં ઋષિ સુનકની દીકરી અનુષ્કા સુનકે કહ્યું કે, ભારત એ જગ્યા છે, જ્યાં મારો પરિવાર, ઘર અને સંસ્કૃતિ એક સાથે મળે છે અને મને દર વર્ષે ત્યાં જવાનું ગમે છે.

અહીં ઉલ્લેખનિય છે કે, ઋષિ સુનક યુનાઈટેડ કિંગડમના 57માં પ્રધાનમંત્રી છે અને પીએમનું કાર્યાલય સંભાળનારા પ્રથમ ભારતીય મૂળના વ્યક્તિ છે. ભારતીય મૂળના પૂર્વ ચાંસેલરે 10 ડાઉનિંગ સ્ટ્રીટ પર નાના ફ્લેટમાં પાછા આવીને નિયમને ફેરવી નાખ્યો છે. જેને મોટા ભાગે ચાંસેલર ઓફ એક્સચેકરના ઘર તરીકે ઉપયોગમાં લેવાય છે. 42 વર્ષની ઉંમરમાં ઋષિ સુનક 200 વર્ષોમાં સૌથી નાની ઉંમરના બ્રિટિશ પીએમ બન્યા છે.
First published:

Tags: Rishi Sunak

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો