Home /News /national-international /

એપ્રિલમાં ભારત આવશે બ્રિટિશ PM બોરિસ જોનસન, ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર પર ચર્ચાની શક્યતા

એપ્રિલમાં ભારત આવશે બ્રિટિશ PM બોરિસ જોનસન, ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર પર ચર્ચાની શક્યતા

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જૉનસન સાથે PM મોદી (ફાઇલ તસવીર)

આ પહેલા બોરિસ જોનસન ગણતંત્ર દિવસના અવસરે મુખ્ય અતિથિ તરીકે તેઓ ભારત આવવાના હતા, પરંતુ કોરોનાના કેસ ફરી વધતાં તેઓએ પ્રવાસ રદ કરી દીધો હતો

  લંડન. બ્રિટન (Britain)ના વડાપ્રધાન બોરિસ જોનસન (Boris Johnson) એપ્રિલ મહિનાના અંતમાં ભારતનો પ્રવાસ કરશે. ખાસ વાત એ છે કે Brexit બાદ જોનસનનો આ પહેલો આંતરરાષ્ટ્રીય પ્રવાસ હશે. આ પહેલા ગણતંત્ર દિવસ (Republic Day)ના અવસરે મુખ્ય અતિથિ તરીકે તેઓ ભારત આવવાના હતા, પરંતુ કોરોના વાયરસ (Coronavirus)ના કેસ ફરી એક વાર વધવાના કારણે તેઓએ ભારત પ્રવાસ રદ કરી દીધો હતો. જોકે, ત્યારે તેઓએ વાયદો કર્યો હતો કે ટૂંક સમયમાં ભારત આવશે.

  સમાચાર એજન્સી રોઇટર્સે વડાપ્રધાન બોરિસ જોનસનના કાર્યાલયના હવાલાથી તેમના પ્રવાસની જાણકારી આપી છે. સરકારનું કહેવું છે કે તેઓ આવનારા વર્ષો માટે સરકારની નીતિની એકીકૃત સમીક્ષાના હિસ્સાના રૂપમાં ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર તરફ પોતાનું ધ્યાન કેન્દ્રીત કરશે. સરકારના જણાવ્યા અનુસાર, આ ક્ષેતર મોટા સ્તર પર દુનિયાના જિયોપોલિટિકલ કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરે છે.

  આ પણ વાંચો, Astrazenecaની વેક્સીન પર ઈટલી, જર્મનીમાં પણ પ્રતિબંધ, જાણો શું છે કારણ

  બ્રિટનના વડાપ્રધાન તરફથી ભારત પ્રવાસની પુષ્ટિ બે પ્રવાસ રદ થયા બાદ થઈ છે. આ દરમિયાન બ્રિટનમાં કોવિડ-19ના કેસ વધવાને કારણે જોનસને ભારતનો પ્રવાસ રદ કરી દીધો હતો. જાન્યુઆરીમાં બંને દેશોની વચ્ચે કારોબારની ચર્ચા વધારવાના ઈરાદાથી પહોંચી રહ્યા હતા. ડાઉનિંગ સ્ટ્રીટે ઘોષણા કરી હતી કે જોનસન જાન્યુઆરી 2021ને વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવા માટે પ્રવાસ કરશે. આ સમગ્ર યૂનાઇટેડ કિંગડમમાં નોકરીઓ અને રોકાણકારોનું સમર્થન કરે છે.

  આ પણ વાંચો, Explained: શું છે કોંગ્રેસ (I) અને કોંગ્રેસ (A)નો મતલબ, તેનો ઇતિહાસ અને લડાઈ?

  ગત મહિને બ્રિટને કોમ્પ્રેહેંસિવ એન્ડ પ્રોગ્રેસિવ એગ્રીમેન્ટ ફોર ટ્રાન્સ-પેસિફિક પાર્ટનરશિપ (CPTPP)માં સામેલ થવા માટે ઔપચારિક અનુરોધ કર્યો છે. સાથોસાથ દેશે એસોસિએશન ફોર સાઉથઇસ્ટ એશિયન નેશન્સ (ASEAN)ની મંત્રણામાં ભાગીદાર બનવા માટે પણ વિનંતી કરી છે. ગત ડિસેમ્બર મહિનામાં વિદેશ મંત્રી ડોમિનિક રાબે લખ્યું હતું કે, અમે ઓસ્ટ્રેલિયાથી લઈને અમેરિકા અને સમગ્ર દુનિયાના વેપારી સોદા પર નજર રાખી રહ્યા છીએ. ખાસ કરીને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં. તેઓએ તેને ભવિષ્યનું મોટું બજાર ગણાવ્યું હતું.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Boris johnson, BRITAIN, UK, નરેન્દ્ર મોદી, ભારત

  આગામી સમાચાર