Modi-Johnson Meet: PM મોદી અને બ્રિટિશ PM બોરિસ જોનસન વચ્ચે દિલ્હીમાં હૈદરાબાદ હાઉસમાં મુલાકાત, વૈશ્વિક મુદ્દાઓ પર કરી રહ્યાં છે ચર્ચા
Modi-Johnson Meet: બ્રિટનનાં પ્રધાનમંત્રી બોરિસ જોનસન બે દિવસનાં ભારત પ્રવાસ પર છે. તે ગુરુવારે અમદાવાદ આવ્યાં હતાં. ગુજરાતની મુલાકાત કરનારા તે બ્રિટનનાં પહેલાં PM છે. તેમણે અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લીધી અને ત્યાં રેટિંયો પણ કાંત્યો હતો.
PM મોદી અને બ્રિટિશ PM બોરિસ જોનસન વચ્ચે દિલ્હીમાં હૈદરાબાદ હાઉસમાં મુલાકાત વૈશ્વિક મુદ્દાઓ પર કરી રહ્યાં છે ચર્ચા
10:23 (IST)
9:20 (IST)
9:15 (IST)
રાષ્ટ્રપતિ ભવન પહોચ્યાં બોરિસ જોનસન, PM મોદીએ કર્યું સ્વાગત
-બ્રિટિશ PMને ગાર્ડ ઓફ ઓનર આપીને સ્ન્માન કરવામાં આવ્યું
-PM મોદીએ બોરિસ જોનસનનું સ્વાગત કર્યં, તેમજ બ્રિટિશ ડેલિગેટ્સને પણ મળ્યાં.
-આજે બોરિસ જોનસનનો ભારત પ્રવાસનો બીજો દિવસ છે. તેઓ પણ ભારતનાં પ્રધાનમંત્રી મંડળનાં નેતાઓને મળ્યાં.
8:32 (IST)
PM મોદી સાથેની મુલાકાત પહેલા, UK PM બોરિસ જોન્સને કહ્યું, "ક્લાઇમેટ ચેન્જથી લઈને ઉર્જા સુરક્ષા સુધી, આપણા લોકશાહી દેશોની ભાગીદારી મહત્વપૂર્ણ છે કારણ કે વિશ્વ નિરંકુશ રાજ્યોના વધતા જોખમોનો સામનો કરી રહ્યું છે."
8:21 (IST)
બ્રિટનના PM બોરિસ જોનસનનું શેડ્યુલ
-રાષ્ટ્રપતિ ભવનમાં 8.55 વાગ્યે સ્વાગત
-રાજઘાટ પર મહાત્મા ગાંધીની સમાધિ પર 9.35 વાગ્યે માલ્યાપર્ણ
-વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે 10.10 વાગ્યે મુલાકાત
-હૈદરાબાદ હાઉસમાં PM સાથે 11.25 વાગ્યે બેઠક
-હૈદરાબાદ હાઉસમાં બપોરે 1 વાગ્યે સમજૂતિ થઇ હશે તેનું આદાન-પ્રદાન અને પ્રેસ કોન્ફરન્સ
-રાત્ર 10.30 વાગ્યે લંડન માટે પ્રસ્થાન કરશે.
નવી દિલ્હી: બ્રિટનનાં પ્રધાનમંત્રી બોરિસ જોનસન આજે દિલ્હીમાં PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. બંને નેતાઓની વચ્ચે મુલાકાતમાં બંને દેશો વચ્ચે વેપાર અને રશિયા-યુક્રેન વચ્ચે ચાલુ જંગ પર વાતચીત થઇ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે જોનસનની વાતચીતનું મુખ્ય ફોક્સ હિન્દ-પ્રશાંતની સ્થિતિ પર હશે કારણ કે, બ્રિટન આ ક્ષેત્રમાં કોઇપણ પ્રકારની જબરદસ્તીનાં વિરોધમાં છે.
આ ઉપરાંત બંને નેતાઓ યૂકે અને ભારતની રણનીતિક રક્ષા, રાજનાયિક અને આર્થિક ભાગીદારી પર ચર્ચાઓ કરશે. બંને પ્રધાનમંત્રી રોડમેપ 2030નાં કાર્યાન્વયનની પણ સમીક્ષા કરશે. અને દ્વિપક્ષીય સંબંધોને પૂર્ણ સ્પેક્ટ્રમમાં સહયોગ અને ગહન કરવા માટે તેમનો દ્રષ્ટિકોણ નિર્ધારિત કરશે.
મોદી અને જોનસનની વચ્ચે વાર્તાથી બંને દેશોની વચ્ચે વેપારને પ્રોત્સાહન મળવાની આશા છે. આપને જણાવી દઇએ કે, જોનસનની ભારત યાત્રા એવાં મસયે થઇ છે જ્યારે બ્રિટિશ પ્રધાનમંત્રીને ઘરેલું સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કહેવાય છે કે, બોરિસ જોનસન બપોરે એક પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધિત કરી શકે છે.
બોરિસ જોનસનનું શેડ્યુલ -રાષ્ટ્રપતિ ભવનમાં 8.55 વાગ્યે સ્વાગત -રાજઘાટ પર મહાત્મા ગાંધીની સમાધિ પર 9.35 વાગ્યે માલ્યાપર્ણ -વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે 10.10 વાગ્યે મુલાકાત -હૈદરાબાદ હાઉસમાં PM સાથે 11.25 વાગ્યે બેઠક -હૈદરાબાદ હાઉસમાં બપોરે 1 વાગ્યે સમજૂતિ થઇ હશે તેનું આદાન-પ્રદાન અને પ્રેસ કોન્ફરન્સ -રાત્ર 10.30 વાગ્યે લંડન માટે પ્રસ્થાન કરશે.