બ્રિટિશ PM બોરિસ જોનસને મંગેતર કૈરી સાઇમન્ડ્સ સાથે લગ્ન કર્યા- રિપોર્ટ

બોરિસ જોનસને કેરી સાથે લગ્ન કર્યા. (Photo: AP)

બ્રિટિશ મીડિયા મુજબ બોરિસ-કૈરીનો લગ્ન સમારોહ વેસ્ટમિંસ્ટર કેથેડ્રલમાં આયોજિત કરવામાં આવ્યો હતો

  • Share this:
    લંડન. બ્રિટન (Britain)ના વડાપ્રધાન બોરિસ જોનસન (Boris Johnson)એ પોતાની મંગેતર કૈરી સાઇમન્ડ્સ (Carrie Symonds) સાથે એક સીક્રેટ સેરેમનીમાં લગ્ન કરી દીધા છે. બ્રિટન મીડિયા અનુસાર આ સમારોહ શનિવારે વેસ્ટમિંસ્ટર કેથેડ્રલમાં આયોજિત કરવામાં આવ્યો હતો. જોનસનની ડાઉનિંગ સ્ટ્રીટ ઓફિસની મહિલા પ્રવક્તાએ આ રિપોર્ટ પર ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો છે.

    બ્રિટિશ અખબાર ‘ધ સન’ અને ‘મેલ ઓન સંડે’ અનુસાર આ લગ્નમાં તમામ મહેમાનોને અંતિમ સમયે જ આમંત્રણ પાઠવવામાં આવ્યા હતા. ત્યાં સુધી કે જોનસનની ઓફિસના સીનિયર અધિકારીઓને પણ લગ્નને લઈ જાણકારી નહોતી. કોવિડ-19 મહામારીના કારણે બ્રિટનમાં હાલના સમયમાં લગ્નમાં માત્ર 30 લોકો જ સામેલ થવાની મંજૂરી મળે છે.

    આ પણ જુઓ, ડોમિનિકા પોલીસની કસ્ટડીમાં મેહુલ ચોકસી, ભાગેડુ હીરા વેપારીની લેટેસ્ટ તસવીરો

    56 વર્ષીય બોરિસ જોનસન 2019થી વડાપ્રધાન બન્યા બાદથી જ ડાઉનિંગ સ્ટ્રીટમાં પોતાની 33 વર્ષીય મંગેતર કૈરી સાઇમન્ડ્સની સાથે રહે છે. ગયા વર્ષે બંનેએ પોતાના સંબંધોને લઈ ઘોષણા કરી હતી અને આવનારા બાળક વિશે પણ જણાવ્યું હતું. એપ્રિલ 2020માં તેમને દીકરો થયો હતો. તેનું નામ વિલફ્રેડ લૉરી નિકોલેસ જોનસન પાડવામાં આવ્યું છે.

    આ પણ જુઓ, VIDEO: પુલવામામાં શહીદ થયેલા મેજર વિભૂતિ ઢૌંડિયાલની પત્નીએ જોઈન કરી Indian Army

    બ્રિટિશ અખબાર ‘ધ સન’એ આ મહિનાની શરૂઆતમાં અહેવાલ આપ્યો હતો કે પરિવાર અને દોસ્તોને લગ્નનું આમંત્રણ જુલાઈ 2022 માટે મોકલવામાં આવ્યું છે. બીજી તરફ બોરિસ જોનસનની અંગત જિંદગી ઘણી ગૂંચવાડા ભરેલી છે.
    એક્સ્ટ્રા મેરિટલ અફેર વિશે ખોટું બોલવાના કારણે વિપક્ષમાં રહેતા બોરિસ જોનસનને એક વાર કન્ઝર્વેર્ટિવ પાર્ટીની પોલિસી ટીમમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમના બે વાર છૂટાછેડા થઈ ચૂક્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published: