Home /News /national-international /

યુક્રેન પર રશિયાના હુમલાને લઇને બ્રિટન તરફથી કોઇ દબાણ છે? ભારતે શું આપ્યો જવાબ, જાણો

યુક્રેન પર રશિયાના હુમલાને લઇને બ્રિટન તરફથી કોઇ દબાણ છે? ભારતે શું આપ્યો જવાબ, જાણો

પીએમ મોદી અને જોન્સન વચ્ચે વાતચીત પછી શ્રૃંગલાએ કહ્યું કે બન્ને પ્રધાનમંત્રીઓ વચ્ચે યુક્રેનના વિષય પર વાત થઇ

UK PM Boris Johnson India Visit - વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું- પ્રધાનમંત્રી મોદીએ યુક્રેનની સ્થિતિ અને વધતા માનવીય સંકટ પર ચિંતા વ્યક્ત કરી

    નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Pm Narendra Modi)રશિયા-યુક્રેન (Russia Ukraine Crisis)વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વિશે પોતાના બ્રિટિશ સમકક્ષ બોરિસ જોન્સન (Boris Johnson)સાથે ચર્ચા કરી અને ત્યાંની સ્થિતિમાં શાંતિપૂર્ણ સમાધાન અને બન્ને પક્ષો વચ્ચે સીધી વાતચીત કરવાના ભારતના વલણથી તેમને જાણ કરી હતી. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ આ જાણકારી આપી છે.

    પીએમ મોદી અને જોન્સન વચ્ચે વાતચીત પછી શ્રૃંગલાએ કહ્યું કે બન્ને પ્રધાનમંત્રીઓ વચ્ચે યુક્રેનના વિષય પર વાત થઇ હતી. જોકે રશિયા પર પ્રતિબંધને લઇને બ્રિટિશ પક્ષ તરફથી વાતચીત દરમિયાન કોઇ દબાણ ન હતું. તેમણે કહ્યું કે જોન્સને જણાવ્યું કે આ વિશે તેમનો ખ્યાલ શું છે અને પ્રધાનમંત્રી મોદીએ પોતાનું વલણ બતાવ્યું હતું.

    તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રીએ યુક્રેનના મુદ્દા પર ભારતીય વલણ વ્યક્ત કર્યું અને એ વાત પર ભાર આપ્યો કે અમે શાંતિના પક્ષમાં છીએ અને ઇચ્છીએ છીએ કે આ વિશે વાતચીત અને ફૂટનીતિ દ્વારા આગળ વધવું જોઈએ. સંઘર્ષ જલ્દી સમાપ્ત થવો જોઈએ.

    આ પણ વાંચો - ગુજરાતમાં બ્રિટન PM બોરિસ બુલડોઝર પર શું ચઢ્યા, ટ્વિટર પર હોબાળો મચી ગયો

    વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ યુક્રેનની સ્થિતિ અને વધતા માનવીય સંકટ પર ચિંતા વ્યક્ત કરી અને હિંસાને તાત્કાલિક સમાપ્ત કરવાનું આહ્વાન કર્યું છે. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રીએ સ્થિતિનું શાંતિપૂર્ણ સમાધાન અને બન્ને પક્ષો વચ્ચે વાતચીત કરવાનું વલણ વ્યક્ત કર્યું છે.

    આ પહેલા બ્રિટનના પીએમ જોન્સન સાથે વાતચીત પછી એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત અને બ્રિટને બધા દેશોની ક્ષેત્રીય અખંડતા અને સંપ્રભુતાના સન્માનના મહત્વને પણ દોહરાવ્યું છે.

    પીએમ મોદીએ કહ્યું કે અમે યુક્રેનમાં તાત્કાલિક યુદ્ધ વિરામ અને સમસ્યાના સામાધાન માટે વાતચીત અને ફૂટનીતિ પર ભાર આપ્યો હતો. અમે બધા દેશોની ક્ષેત્રીય અખંડતા અને સંપ્રભુતાના સન્માનના મહત્વને પણ દોહરાવ્યું છે.

    'મને ભારતીય વેક્સિન લગાવવામાં આવી છે, જેને મને સ્વસ્થ કર્યો' - બ્રિટનના PM બોરિસ જોન્સન

    બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને શુક્રવારે કહ્યું કે મને ભારતીય રસી (Indian Corona Vaccine) મળી છે, તેણે મને સારું કર્યું છે. ભારતનો ખૂબ ખૂબ આભાર. તેમણે કહ્યું કે આ રસી અસરકારક છે. શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત નિવેદન જાહેર કરીને, બોરિસ જોન્સને ભારતીય રસી (Corona Vaccine) નો વિશેષ ઉલ્લેખ કર્યો અને તેના માટે ભારતનો આભાર માન્યો. તેમણે કહ્યું કે કોરોના સમયગાળા દરમિયાન ભારત દ્વારા કરવામાં આવેલા સહયોગની પ્રશંસા થવી જોઈએ. અમે વિવિધ ક્ષેત્રોમાં એકબીજાને સહકાર આપી રહ્યા છીએ.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Boris johnson, Russia Ukraine, UK PM Boris Johnson, પીએમ મોદી

    આગામી સમાચાર