Home /News /national-international /British PM Boris Johnson: લંડનમાં Covid Lockdown લગાવીને પોતે જ Party કરી રહ્યા હતા બોરિસ જોનસન, ઇન્વિટેશન મેઈલ લીક
British PM Boris Johnson: લંડનમાં Covid Lockdown લગાવીને પોતે જ Party કરી રહ્યા હતા બોરિસ જોનસન, ઇન્વિટેશન મેઈલ લીક
જોનસનની કન્ઝર્વેટિવ સરકાર પર વારંવાર એ નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપ છે, જે તેમણે અન્ય લોકો માટે લાગુ કર્યા છે. (File Photo)
British PM Boris Johnson Covid Party: બોરિસ જોનસને કહ્યું છે કે તેમણે વ્યક્તિગત રીતે કોઈ નિયમો નથી તોડ્યા, પરંતુ બીબીસી અને અન્ય મીડિયા એજન્સીએ મંગળવારે અહેવાલ આપ્યો હતો કે વડાપ્રધાન અને તેમની પત્ની કેરી જોન્સને મે 2020ની ગાર્ડન પાર્ટીમાં હાજરી આપી હતી.
લંડન. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન (British Prime Minister Boris Johnson) કોરોના વાયરસ લોકડાઉન (Corona lockdown)ના નિયમો તોડવાના આરોપનો સામનો કરી રહ્યા છે. જોનસન પર આરોપ છે કે તેમણે વર્ષ 2020માં કોવિડ લોકડાઉન દરમ્યાન ડાઉનિંગ સ્ટ્રીટ (Downing Street)ના ગાર્ડનમાં પોતાના સ્ટાફ સાથે પાર્ટી કરી હતી. જ્યારે બ્રિટિશ નાગરિકોને ઘરથી બહાર નીકળવાની મનાઈ કરવામાં આવી હતી. આ પાર્ટીમાં 100 જેટલા લોકો આમંત્રિત હતા.
આઈટીવી ચેનલે મે 2020માં વડાપ્રધાનના ડાઉનિંગ સ્ટ્રીટ કાર્યાલય અને નિવાસના બગીચામાં ‘સોશિયલી ડિસ્ટન્સ્ડ ડ્રિંક્સ’ આયોજનના એક લીક થયેલા ઈ-મેઇલ ઇન્વિટેશનને પ્રકાશિત કર્યો છે, જેના પછી વિપક્ષ નેતાઓએ પોલીસ ઇન્વેસ્ટિગેશનની માંગ કરી છે.
વડાપ્રધાનના પર્સનલ સેક્રેટરી માર્ટિન રેનોલ્ડ્સ તરફથી કેટલાય લોકોને આ મેઇલ મોકલવામાં આવ્યો હતો. આયોજનની તારીખ 20 મે, 2020 છે. એ જ દિવસે સરકારે એક ટેલિવિઝન પ્રેસ કોન્ફરન્સમાં લોકોને યાદ અપાવ્યું કે તેઓ તેમના ઘરની બહાર ફક્ત એક જ વ્યક્તિને મળી શકે છે. લંડન શહેરની પોલીસે તે જ દિવસે નિયમો પ્રકાશિત કર્યા હતા. માર્ચ 2020માં શરુ થયેલા બ્રિટનના પ્રથમ લોકડાઉનમાં વર્કપ્લેસ અને અંતિમ સંસ્કાર સહિતના કેટલાક પ્રસંગો સિવાય ભીડ જમા કરવા પર પ્રતિબંધ હતો.
જોનસનની કન્ઝર્વેટિવ સરકાર પર વારંવાર એ નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપ મૂકવામાં આવ્યા છે, જે તેમણે અન્ય લોકો માટે લાગુ કર્યા છે. તાજેતરના દાવાઓની તપાસ સિનિયર પબ્લિક સર્વન્ટ સુએ ગ્રે દ્વારા કરવામાં આવશે, જેમને સરકારે અગાઉના આક્ષેપોની તપાસ માટે પણ નિયુક્ત કર્યા હતા. એ આક્ષેપ મુજબ જોનસનની ઓફિસના સ્ટાફે 2020માં લોકડાઉન તોડીને ક્રિસમસ પાર્ટીઓ યોજી હતી અને કોરોનાવાયરસ નિયમોનો ભંગ કર્યો હતો.
બોરિસ જોનસને કહ્યું છે કે તેમણે વ્યક્તિગત રીતે કોઈ નિયમો નથી તોડ્યા, પરંતુ બીબીસી અને અન્ય મીડિયા એજન્સીએ મંગળવારે અહેવાલ આપ્યો હતો કે વડાપ્રધાન અને તેમની પત્ની કેરી જોન્સને મે 2020ની ગાર્ડન પાર્ટીમાં હાજરી આપી હતી. આરોગ્ય મંત્રી એડવર્ડ અર્ગરે કહ્યું કે તેઓ સમજી શકે છે કે લોકો શા માટે નારાજ થશે, પરંતુ તેઓ ગ્રેની તપાસના પરિણામો અંગે અગાઉથી કોઈ મત નહીં બાંધે. લેબર પાર્ટી સાંસદ એડ મિલિબેન્ડે કહ્યું કે આરોપો ગંભીર છે અને જોન્સને સ્પષ્ટતા કરવી જોઈએ કે તે પાર્ટીમાં સામેલ થયા હતા કે નહીં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર