ડૉક્ટરોને સમયસર PPE પૂરા ન પાડી શકાતાં બ્રિટનની ગૃહ મંત્રી પ્રીતિ પટેલે દેશની માફી માંગી

ડૉક્ટરોને સમયસર PPE પૂરા ન પાડી શકાતાં બ્રિટનની ગૃહ મંત્રી પ્રીતિ પટેલે દેશની માફી માંગી
બ્રિટનની ગૃહમંત્રી પ્રીતિ પટેલે લોકોની માફી માંગી. (ફાઇલ તસવીર)

ગુજરાતી મૂળની પ્રીતિ પટેલે કહ્યું કે, મેડિકલ સ્ટાફ માટે પૂરતી સંખ્યા PPE નથી તેના માટે હું શરમ અનુભવું છું

 • Share this:
  લંડનઃ બ્રિટન (Britain)માં કોરોના સંક્રમણ (Coronavirus)ના કેસ દરરોજ ઝડપથી વધી રહ્યા છે એવામાં ડૉક્ટરો અને અન્ય મેડિકલ સ્ટાફને પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE) યોગ્ય સમયે અને પૂરતી માત્રામાં ઉપલબ્ધ ન કરાવી શકવાના કારણે ગૃહ મંત્રી પ્રીતિ પટેલ (Priti Patel)એ માફી માંગી છે. પ્રીતિ પટેલે શનિવારે કહ્યું કે જો ફ્રન્ટલાઇન પર ઊભેલા મેડિકલ સ્ટાફને એવું લાગી રહ્યું છે કે તેમની પાસે પર્યાપ્ત PPE નથી તો હું તેના માટે શરમ અનુભવું છું.

  બ્રિટનમાં ડૉક્ટરો, નર્સ અને અન્ય મેડિકલ સ્ટાફ સતત એ વાતની ફરિયાદ કરી રહ્યો છે કે તેઓ કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છે પરંતુ તેમની પાસે PPE સૂટ, માસ્ક અને મોજાની ભારે અછત છે. શનિવારે એક પત્રકારે જ્યારે પ્રીતિ પટેલને પૂછ્યું કે શું મેડિકલ સ્ટાફ જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે તેના માટે માફી માંગો છો તો તેઓએ કહ્યું કે, હું માફી માંગું છું જો લોકોને લાગે છે કે હું નિષ્ફળ રહી છું. પ્રીતિએ વધુમાં કહ્યું કે, તેનાથી બચી ન શકાય, PPE સૂટની ડિમાન્ડ અને તેને મેળવવા માટે દરેક તરફથી દબાણ છે, ભવિષ્યમાં તે વધવાનું છે.
  સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની ચેતવણી આપી

  બ્રિટનની ગૃહ મંત્રી પ્રીતિ પટેલે શનિવારે લોકોને સામાજિક અંતર રાખવાના નિર્ણયનું કડકાઈથી પાલન કરવું જોઈએ. ભારતીય મૂળની વરિષ્ઠ કેબિનેટ મંત્રીએ દૈનિક બ્રીફીંગમાં જણાવ્યું કે, વસ્તીનો મોટો હિસ્સો સરકારના ઘરમાં રહેવાના દિશા-નિર્દેશોનું પાલન કરી રહ્યો છે. પરંતુ થોડી સંખ્યામાં એવી પણ વસ્તી છે જેને આ વાત ખબર હોવી જોઈએ કે પોલીસ દળને લૉકડાઉનના ઉપાયોને લાગુ કરવાની શક્તિ છે.

  આ પણ વાંચો, આ PPE સૂટ ડૉક્ટર અને નર્સને કોરોના વાયરસથી કેવી રીતે બચાવે છે?

  શનિવારે પણ 917 લોકોનાં મોત

  નોંધનીય છે કે, બ્રિટનમાં શનિવારે કોરોના સંક્રમણના 5233 નવા કેસ સામે આવ્યા જ્યારે 917 લોકોનાં મોત થયા છે. બ્રિટનમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને હવે લગભગ 79000 થઈ ગઈ છે જ્યારે આ સંક્રમણથી અત્યાર સુધી 9875 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અહીં 68000 લોકોની હજુ પણ દેશભરની હૉસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે જ્યારે 1500થી વધુ લોકો ICUમાં છે.

  આ પણ વાંચો, 5G ટેક્નોલોજીથી ફેલાયે છે કોરોના! બ્રિટનમાં અફવા ફેલાતાં ટેલીકૉમ ટાવરમાં લગાવી આગ
  First published:April 12, 2020, 09:36 am

  टॉप स्टोरीज