લંડનની કોર્ટે વિજય માલ્યાની અરજી રદ કરી, પ્રત્યર્પણના પ્રયાસ થશે તેજ

News18 Gujarati
Updated: April 8, 2019, 4:16 PM IST
લંડનની કોર્ટે વિજય માલ્યાની અરજી રદ કરી, પ્રત્યર્પણના પ્રયાસ થશે તેજ
વિજય માલ્યા (ફાઇલ ફોટો)

વિજય માલ્યા મામલે ભારતની તપાસ એજન્સીને મોટી સફળતા મળી છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: વિજય માલ્યા મામલે ભારતની તપાસ એજન્સીને મોટી સફળતા મળી છે. લંડનની હાઈકોર્ટે વિજય માલ્યાને ઝટકો આપ્યો છે. માલ્યાએ કરેલી પ્રત્યર્પણ વિરુદ્ધની અરજી કોર્ટે રદ કરી છે. હવે માલ્યા આ મામલે કોઇ અરજી નહીં કરી શકે. ઉપરાંત 14 દિવસમાં પ્રત્યર્પણના પ્રયાસ તેજ થશે.

લંડનની કોર્ટે વિજય માલ્યાની અરજી રદ કરતાં હવે તેના પ્રત્યર્પણનો માર્ગ સરળ બન્યો છે. હવે માલ્યા પાસે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો માર્ગ વધ્યો છે. જેમાં ઓછામાં ઓછા છ સપ્તાહ વધુ લાગી શકે છે.

 આ પણ વાંચો: આજે જાહેર થશે બીજેપીનો ચૂંટણી ઢંઢેરો, આ મુદ્દાઓ પર પાર્ટી કરી શકે છે વાયદાઉલ્લેખનીય છે કે, તાજેરતમાં જ ભાગેડુ વિજય માલ્યાને વધુ એક ઝટકો લાગ્યો હતો. પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (પીએમએલએ) કોર્ટે વિજય માલ્યાના 1,000 કરોડ રૂપિયાની વેલ્યુવાળા શેર વેચવાની મંજૂરી આપી હતી. યુનાઇટેડ બ્રેવરેજ (યુબીએલ)માં માલ્યાના શેર છે, જે કોર્ટ દ્વારા નિયુક્ત લિક્વિડેટર દ્વારા વેચવાના હતા. આનું વેચાણ રોકવા માટે વિજય માલ્યાએ અરજી કરી હતી.
First published: April 8, 2019, 4:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading