વિજય માલ્યાને લંડન કોર્ટમાં મોટી રાહત, પ્રત્યર્પણ વિરુદ્ધ કરી શકશે અરજી

વિજય માલ્યાને લંડન કોર્ટમાં મોટી રાહત, પ્રત્યર્પણ વિરુદ્ધ કરી શકશે અરજી
વિજય માલ્યા તેના પુત્ર સાથે કોર્ટમાં હાજર રહ્યો હતો

વિજય માલ્યાએ ભારત પરત ફરવાને બદલે થોડા સમય માટે બ્રિટનમાં રહેવા માટે અરજી કરી હતી. ભારતીય તપાસ એજન્સીઓ સતત માલ્યાના પ્રત્યર્પણના પ્રયાસ કરી રહી છે.

 • Share this:
  લંડનની કોર્ટમાં ભાગેડુ વિજય માલ્યાની અપીલ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં લંડનના રોયલ્સ કોર્ટ ઓફ જસ્ટિસે માલ્યાને મોટી રાહત આપી અને પ્રત્યર્પણ વિરુદ્ધ અરજી દાખલ કરવાની અનુમતી આપી છે.

  લંડનમાં રોયલ કોર્ટ ઓફ જસ્ટિસના પ્રશાસનિક ન્યાયાલય ડિવિઝનની બે ન્યાયાધીશ પીઠે એપ્રિલમાં દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરી હતી.  અહીં ક્લિક કરી વાંચોઃ પાટણ ડોક્ટરની કામલીલાઃ મહેન્દ્ર મોદીનો ITI કરેલો પુત્ર ચલાવતો ક્લિનિક !

  ઉલ્લેખનીય છે કે વિજય માલ્યાએ ભારત પરત ફરવાને બદલે થોડા સમય માટે બ્રિટનમાં રહેવા માટે અરજી કરી હતી. ભારતીય તપાસ એજન્સીઓ સતત માલ્યાના પ્રત્યર્પણના પ્રયાસ કરી રહી છે. હવે આ અપીલને રદ્દ થયા બાદ તેની પાસે ઇન્ટરનેશનલ કોર્ટ અથવા ઇન્ટરનેશનલ માનવાધિકાર આયોગ પાસે જવાનો ઉપાય બચ્યો છે.

  વિજય માલ્યા 9,000 કરોડ રૂપિયાના ફ્રાડ અને મની લોન્ડ્રિંગ મામલામાં ભારતમાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે. માલ્યા 2016માં ભારતમાંથી ફરાર થઇ ગયો હતો. સીબીઆઇ અને ઇડી વિજય માલ્યાના પ્રત્યર્પણના પ્રયાસ કરી રહી છે.
  First published:July 02, 2019, 20:51 pm

  टॉप स्टोरीज