નારાયણ મૂર્તિના જમાઇ ઋષિને બ્રિટિશ સરકારમા મળશે મોટું મંત્રી પદ

News18 Gujarati
Updated: December 14, 2019, 4:05 PM IST
નારાયણ મૂર્તિના જમાઇ ઋષિને બ્રિટિશ સરકારમા મળશે મોટું મંત્રી પદ
ઋષિ સુનાક

ઋષિ પોતાને હંમેશા ભારતના જમાઇ તરીકે ઓળખાવે છે.

  • Share this:
દેશની મોટી આઇટી કંપની ઇન્ફોસિસ (Infosys) ના ફાઉન્ડર એન આર નારાયણ મૂર્તિ (N R Narayana Murthy) ના જમાઇ ઋષિ સુનાક (Rishi Sunak British Mp) બ્રિટનના બોરિક જૉનસને કેબિનેટમાં મહત્વની ભૂમિકા મળવાની સંભાવના છે. તમને જણાવી દઇએ કે બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં સત્તાધારી કંર્જર્વેટીવ પાર્ટીએ (Conservative Party) મોટી જીત મેળવી છે. અને સ્પષ્ટ બહુમત મેળવીને બૉરિસ જૉનસન ફરીથી સરકાર બનાવવા જઇ રહ્યા છે.

બોરિસ જૉનસન (Boris Johnson)ને હિંદુ અને ભારતીયોના સમર્થક મનાય છે. તેવું લાગે છે કે આ પાર્ટીને ભારતીય સમુદાયનું મોટા પ્રમાણમાં સમર્થન મળ્યું છે. ઋષિ પોતાને હંમેશા ભારતના જમાઇ તરીકે ઓળખાવે છે. અને તેમણે પોતાના જીવનની શરૂઆત એક પત્રકાર તરીકે કરી હતી. ત્યાં સુધી કે તેમણે પોતાના ચૂંટણી પ્રચારમાં પણ હિંદી ગીતો વગાડ્યા હતા.

ઋષિ સુનાક


ઋષિએ ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને સ્ટૈનફોર્ડથી એમબીએ ગ્રેજ્યુએટ કર્યું છે. તે 100 કરોડ ડૉલરની ગ્લોબલ ઇનવેસ્ટમેન્ટ ફર્મના કૉ ફાઉન્ડર છે અને સ્મોલ બ્રિટિશ બિઝનેશ ઇનવેસ્ટીગેશનમાં સ્પેશલાઇઝ છે. ઋષિએ યુનાઇટેડ કિંગડમની રિચમંડ સીટથી પોતાના પ્રતિદ્વંદી લેબર પાર્ટીના ટૉમ કર્કવુડને મોટા નંબરે મત જીતીને હરાવ્યા છે. ઋષિને આ ચૂંટણીમાં 36,693 વોટ મળ્યા છે. ટૉમ કર્કવુડને ખાલી 9,483 મત મળ્યા હતા. ગત બોરિસ જૉનસન સરકારમાં ઋષિને ટ્રેજરી મિનિસ્ટ્રીના મુખ્ય સચિવની જવાબદારી આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ઇન્ફોસિસના ફાઉન્ડર નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા સાથે ઋષિના લગ્ન થયા છે. ઋષિનો જન્મ બ્રિટનમાં જ થયો હતો. તેમની માતા ફાર્માસ્યૂટિકલમાં છે તો પિતા નેશનલ હેલ્થ સર્વિસના જનરલ પ્રેક્ટિશનર તરીકે કામ કરે છે. ઋષિની નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિ સાથે કેલિફોર્નિયામાં પહેલીવાર મુલાકાત થઇ હતી. અને પછી બંનેએ લગ્ન કર્યા હતા.
First published: December 14, 2019, 4:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading