બ્રિટનના રક્ષામંત્રીએ નિર્મલા સિતારમણ સાથે બેઠક કરવાની ના પાડી દીધી

News18 Gujarati
Updated: July 2, 2018, 7:28 AM IST
બ્રિટનના રક્ષામંત્રીએ નિર્મલા સિતારમણ સાથે બેઠક કરવાની ના પાડી દીધી

  • Share this:
ભારતીય રક્ષા મંત્રી નિર્મલા સિતારમણ સાથે એક દ્વિપક્ષિય બેઠક કરવાની ના પાડતા બ્રિટનના રક્ષા મંત્રી ગેવિન વિલિયમ્સન પોતાની જ કેબિનેટમાં કથિતરૂપે નિશાના પર આવી ગયા છે. સીતારમણ લંડનમાં પહેલા 'બ્રિટન-ભારત સપ્તાહ'ની બેઠકમાં શામેલ થવાના હતા.

'ધ સંડે ટાઈમ્સ'ના એક સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે કે, બેઠક માટે એક મહિનાથી વધારે સમય પહેલા ભારતીય અધિકારીઓ તરફથી બેઠક માટે વિનંતી કરવામાં આવી હતી. બ્રિટનના બે મંત્રીઓએ કથિત રીતે વિલિયમ્સનને સીતારમણ માટે સમય કાઢવાનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બે મંત્રીઓમાં વિદેશ મંત્રી બોરિસ જોનસન પણ શામેલ હતા.

'ધ સંડે ટાઈમ્સ'ના સમાચાર અનુસાર, વિલિયમ્સને સિતારમણ સાથે 20 થી 22 જૂન વચ્ચે સુરક્ષા સહયોગ અને રક્ષા ખરીદીને લઈ દ્વિપક્ષિય વાર્તા કરવા માટેની ના પાડી દીધી. આ સંબંધમાં નવી દિલ્હીમાં રક્ષા મંત્રાલય તરફથી કોઈ ટીપ્પણી નથી કરવામાં આવી. સમાચાર પત્રએ બ્રિટિશ સરકારના એક સૂત્રના હવાલે કહ્યું છે કે, લોકો આ મુદ્દાને લઈ ખુબ નારાજ છે'.

સૂત્રોએ કહ્યું કે, 'ભારતનું રક્ષા બજેટ વિશ્વમાં ઝડપી વધી રહેલ રક્ષા બજેટોમાંનું એક છે, જેમાં વર્ષમાં 50 અબજ ડોલરનો ખર્ચ કરવામાં આવે છે. એવું લાગે છે કે, આ વિલિયમ્સનનો વિચાર્યા વગરનો નિર્ણય છે'. સમાચારમાં કહેવામાં આવ્યું છે કે, વિલિયમ્સન પર આરોપ છે કે, તેમણે ભારતીય સમકક્ષ સિતારમણને નજરઅંદાજ કરી વિશ્વની સૌથી ઝડપી વધતી અર્થવ્યવસ્થાવાળા દેશને નારાજ કરી દીધો છે.

આ કાર્યક્રમમાં બે દિવસીય સંમેલન અને બ્રિટન-ભારત પુરસ્કાર પણ શામેલ હતો. આમાં સિતારમણ શામેલ થવાના હતા, પરંતુ તેમની યાત્રા હવે રદ કરી દેવામાં આવી કારણ કે, વિલિયમ્સન સાથે મુલાકાત નક્કી ન થઈ શકી.
First published: July 2, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading