કોરોનાના નવા વેરિયન્ટથી મચ્યો હોબાળો, UKએ 6 દેશોના પ્રવાસીઓ પર લગાવ્યો પ્રતિબંધ, WHOએ ઇમરજન્સી બેઠક બોલાવી

યુકેના હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે ફ્લાઈટ્સ કેન્સલ થવાની માહિતી આપી હતી.

UK Bans Flights Latest Update: વૈજ્ઞાનિકોએ કોરોનાના નવા વેરિયન્ટનું નામ B.1.1.529 રાખ્યું છે અને તેને વેરિયન્ટ ઓફ કન્સર્ન કહ્યું છે. આ ઉપરાંત WHOની ઈમરજન્સી બેઠક બોલાવવાની માંગ કરવામાં આવી છે.

 • Share this:
  લંડન. દક્ષિણ આફ્રિકામાં કોરોનાવાયરસ (coronavirus)ના નવા વેરિયન્ટ (Covid-19 New Variant)નો કેસ મળ્યા બાદ વિશ્વભરમાં ગભરાટ ફેલાઈ ગયો છે. દેશના વાયરોલોજિસ્ટ ટ્યુલિયો ડી ઓલિવેરાએ ગુરુવારે મીડિયાને જણાવ્યું કે દક્ષિણ આફ્રિકા (Covid strain in South Africa)માં મલ્ટીપલ મ્યુટેશન વાળો કોવિડ વેરિયન્ટ સામે આવ્યો છે. આ પછી યુનાઇટેડ કિંગડમ (UK)એ 6 આફ્રિકન દેશો (UK Bans Flights)ની ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે સ્થગિત કરવાની જાહેરાત કરી છે. યુકેના હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે ફ્લાઈટ્સ કેન્સલ થવાની માહિતી આપી હતી. આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ઈમરજન્સી બેઠક બોલાવી છે.

  જાવિદે એક ટ્વિટમાં કહ્યું, 'UKHSA નવા સંસ્કરણની તપાસ કરી રહ્યું છે અને વધુ ડેટાની જરૂર છે, પરંતુ અમે હજી પણ સાવચેતી રાખી રહ્યા છીએ.' જાવિદે વધુમાં કહ્યું, 'શુક્રવાર બપોરથી છ આફ્રિકન દેશો રેડ લિસ્ટમાં ઉમેરવામાં આવશે. ફ્લાઇટ્સ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવામાં આવશે અને યુકેના મુસાફરોએ ક્વોરેન્ટાઇન રહેવું પડશે.’

  વૈજ્ઞાનિકોએ કોરોનાના નવા વેરિયન્ટનું નામ B.1.1.529 રાખ્યું છે અને તેને વેરિયન્ટ ઓફ કન્સર્ન કહ્યું છે. આ ઉપરાંત WHOની ઈમરજન્સી બેઠક બોલાવવાની માંગ કરવામાં આવી છે. ઓલિવેરાએ વધુમાં જણાવ્યું કે દક્ષિણ આફ્રિકામાં નવા કોરોના દર્દીઓની સંખ્યા વધવા પાછળનું સૌથી મોટું કારણ મલ્ટીપલ મ્યુટેશન વાળો વેરિયન્ટ જ છે.

  આ પણ વાંચો: 26/11 Mumbai Attack: ગોઝારા આતંકી હુમલાની આજે 13મી વરસી, ગેટવે ઓફ ઇન્ડિયા પર શહીદ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે

  યુકેની સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું કે, 'વેરિયન્ટમાં મોટી સંખ્યામાં સ્પાઇક પ્રોટીન મ્યુટેશન તેમજ વાયરલ જીનોમના અન્ય ભાગોમાં મ્યુટેશન સામેલ છે. આ સંભવિત જૈવિક રીતે મહત્વપૂર્ણ મ્યુટેશન છે જે રસીઓ, સારવાર અને ટ્રાન્સમિશનના સંદર્ભમાં વાયરસના વર્તનને બદલી શકે છે. તેની વધુ તપાસની જરૂર છે.’

  સાજિદ જાવિદે કહ્યું, ' અમે જાહેર આરોગ્યની સુરક્ષા માટે સાવચેતીના પગલાં લઈ રહ્યા છીએ. અમે રસીકરણ અભિયાનને પણ સતત મજબૂત બનાવી રહ્યા છીએ. શિયાળાની મોસમ નજીક આવી રહી છે, તેથી અમે સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ.’

  આ પણ વાંચો: Earthquake News: મ્યાનમાર-ભારત સીમા પર 6.3 તીવ્રતાનો ભૂકંપ, પશ્ચિમ બંગાળ સુધી આંચકા અનુભવાયા

  હોંગકોંગ અને બોત્સ્વાનાના પ્રવાસીઓનું પણ સ્ક્રીનિંગ કરવામાં આવશે
  અહીં, ભારતમાં પણ દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ અને બોત્સ્વાનાથી આવતા મુસાફરોની કડકાઈથી તપાસ કરવાની સૂચનાઓ જારી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે રાજ્યોને ખાસ તકેદારી રાખવા સૂચના આપી છે. રાજ્યોને કહેવામાં આવ્યું છે કે તેઓ દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ અને બોત્સ્વાનાથી આવતા પ્રવાસીઓની સંપૂર્ણ તપાસ કરે. કોઇપણ પ્રકારની બેદરકારી બિલકુલ ન કરે.
  Published by:Nirali Dave
  First published: