બ્રિટને Pfizer-BioNTechની કોવિડ વેક્સીનને મંજૂરી આપી, આવતા સપ્તાહથી ડોઝ આપવાની શરૂઆત

બ્રિટને Pfizer-BioNTechની કોવિડ વેક્સીનને મંજૂરી આપી, આવતા સપ્તાહથી ડોઝ આપવાની શરૂઆત
Coronavirus vaccine Update: બ્રિટનમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા કર્મીઓને 7 ડિસેમ્બરથી વેક્સીન આપવાની શરૂઆત થઈ જશે

Coronavirus vaccine Update: બ્રિટનમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા કર્મીઓને 7 ડિસેમ્બરથી વેક્સીન આપવાની શરૂઆત થઈ જશે

  • Share this:
    લંડનઃ બ્રિટન (UK)એ ફાઇઝર અને બાયોએનટેક (Pfizer-BioNTech Coronavirus Vaccine)ની કોરોના વાયરસની કોરોના વેક્સીનને મંજૂરી આપી દીધી છે. તેની સાથે જ બ્રિટન કોવિડ-19 વેક્સીનના ડોઝને મંજૂરી આપનારો પહેલો પશ્ચિમી દેશ બની ગયો છે. મળતી જાણકારી મુજબ બ્રિટનમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા (NHS) કર્મીઓને 7 ડિસેમ્બરથી વેક્સીન આપવાની શરૂઆત થઈ જશે. આ પહેલા રશિયા પોતાની સ્પૂતનિક-V વેક્સીનને ઉપયોગની મંજૂરી આપી ચૂક્યું છે. હેલ્થ સેક્રેટરી મેટ હેંકોકના જણાવ્યા મુજબ આ વેક્સીન સૌથી પહેલા વૃદ્ધો માટે જ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

    બ્રિટને ફાઇઝર અને બાયોએનટેકની બે-શૉટવાળી વેક્સીનન ચાર કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે. આ વેક્સીન સંક્રમણને રોકવામાં 95%થી વધુ પ્રભાવી હોવાનું સામે આવ્યું છે. બ્રિટનના વિદેશ મંત્રી ડોમિનિક રાબે એક ઇન્ટરવ્યૂમાં પહેલા જ કહી દીધું હતું કે આગામી સપ્તાહથી બ્રિટનમાં વેક્સીન ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે.



    આ પણ વાંચો, સની દેઓલ થયા કોરોના પોઝિટિવ, મનાલીથી મુંબઈ આવતા પહેલા થઈ પુષ્ટિ

    બ્રિટનના ચિકિત્સા નિયામક, મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટસ રેગ્યૂલેટી એજન્સી (MHRA)એ ફાઇઝર-બાયોએનટેક કોરોના વાયરસ વેક્સીનનું આકલન કરી તેને મંજૂરી આપી દીધી છે. આ એજન્સી એવું પણ નિર્ધારિત કરવાની પ્રક્રિયામાં છે કે શું ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાની વેક્સીન કડક સુરક્ષા માપદંડોને પૂરા કરી શકે છે કે નહીં.

    ટૂંક સમયમાં વિતરણ શરૂ થશે

    બ્રિટનના વેક્સીન મંત્રી નાદિમ જહાવીના હવાલાથી એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો બધું યોજન મુજબ રહ્યું અને ફાઇઝર અને બાયોએનટેકની દ્વારા વિકસિત વેક્સીનને ઓથોરિટીની મંજૂરી મળે છે તો તેના થોડાક જ કલાકોમાં વેક્સીનના વિતરણ અને વેક્સીનેશન શરૂ કરી દેવામાં આવશે.

    આ પણ વાંચો, Corona Update: દેશમાં 24 કલાકમાં 501 દર્દીનાં મોત, કુલ મૃત્યુઆંક 1.38 લાખને પાર પહોંચ્યો

    ફાઇઝરની વેક્સીનનો ઉપયોગ પડકારરૂપ

    નોંધનીય છે કે, દિલ્હી એઇમ્સના નિદેશક ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ ગત બુધવારે જણાવ્યું હતું કે દવા કંપની ફાઇઝર દ્વારા વિકસિત સંભવિત કોવિડ-19 વેક્સીનના સ્ટોરેજ માટે શૂન્યથી 70 ડિગ્રી સેલ્સિયસ ઓછા તાપમાનની આવશ્યક્તા છે અને તે ભારત જેવા વિકાસશીલ દેશો, ખાસ કરીને અંતરિયાળ ગામોમાં વેક્સીનના સપ્લાય માટે મોટો પડકાર છે. ગુલેરિયાનું કહેવું છે કે ભારતમાં મોટાભાગની વેક્સીનને બેથી આઠ ડિગ્રી સેલ્સિયસના તાપમન પર રાખવામાં આવે છે. દેશન મોટાભાગના હિસ્સામાં કોલ્ડ ચેઇનમાં સૌથી ઓછું શૂન્યથી 25 ડિગ્રી સેલ્સિયસ નીચે સુધીના તાપમાનમાં વેક્સીન રાખી શકાય છે.
    Published by:Mrunal Bhojak
    First published:December 02, 2020, 13:56 pm

    ટૉપ ન્યૂઝ