Home /News /national-international /

Covid-19 vaccine: બ્રિટને મોર્ડનાની વેક્સીનને આપી મંજૂરી, 6 થી 11 વર્ષના બાળકોને લાગશે ડોઝ

Covid-19 vaccine: બ્રિટને મોર્ડનાની વેક્સીનને આપી મંજૂરી, 6 થી 11 વર્ષના બાળકોને લાગશે ડોઝ

MHRA મતે મોર્ડનાની વેક્સીન સ્પાઇકવેક્સ (Spikevax)સુરક્ષા, ગુણવત્તા અને અસરની કસોટી પર ખરી ઉતરી છે

Spikevax vaccine - બ્રિટને અત્યાર સુધી છ કોરોના વેક્સીનને મંજૂરી આપી છે. જેમાં બાયોએનટેક/ફાઇઝર, જોન્સન એન્ડ જોન્સન, મોર્ડના, નોવાવેક્સ, એસ્ટ્રાજેનેકા અને વાલનેવા વેક્સીન સામેલ છે

    લંડન : બ્રિટને (Britain)બાળકોને કોરોના વાયરસથી (COVID-19) બચાવવા માટે મોર્ડના (Moderna) ઇંકા.ની વિકસિત ‘સ્પાઇકવેક્સ’વેક્સીનને (Spikevax vaccine) મંજૂરી આપી છે. આ વેક્સીન 6 થી 11 વર્ષના બાળકોને લગાવવામાં આવશે. બ્રિટનની દવા નિયામક મેડિસિન એન્ડ હેલ્થકેયર પ્રોડક્ટ્સ રેગુલેટરી એજન્સીના (MHRA)મતે મોર્ડનાની વેક્સીન સ્પાઇકવેક્સ (Spikevax)સુરક્ષા, ગુણવત્તા અને અસરની કસોટી પર ખરી ઉતરી છે.

    સ્પાઇકવેક્સને બ્રિટનમાં 12 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે પહેલા જ મંજૂરી આપી દેવામાં આવી હતી. આ પછી નાના ઉંમરના બાળકોને આ વેક્સીન આપવાની મંજૂરી આપવામાં આવી છે. તેના કેટલાક કલાકો પહેલા જ ફ્રાંસીસી ફર્મ વાલનેવાની વયસ્કોની વેક્સીનને મંજૂરી આપવામાં આવી છે. વાલનેવાની વેક્સીનથી આસાનીથી સ્ટોર થનારી કોરોનાની વેક્સીન છે.

    એમએચઆરએના પ્રમુખે કહ્યું કે એ વાત જણાવતા આનંદ થઇ રહ્યો છે કે મોર્ડનાની બનાવેલી વેક્સીન સ્પાઇકવેક્સને બ્રિટનમાં 6 થી 11 વર્ષના બાળકો માટે મંજૂરી આપવામાં આવી છે. આ વેક્સીન આ આયુ વર્ગના બાળકો માટે સુરક્ષિત અને પ્રભાવી છે. સ્પૂતનિકના રિપોર્ટ પ્રમાણે બ્રિટને અત્યાર સુધી છ કોરોના વેક્સીનને મંજૂરી આપી છે. જેમાં બાયોએનટેક/ફાઇઝર, જોન્સન એન્ડ જોન્સન, મોર્ડના, નોવાવેક્સ, એસ્ટ્રાજેનેકા અને વાલનેવા વેક્સીન સામેલ છે.

    આ પણ વાંચો - ચીનમાં 24 કલાકમાં 26 હજારથી વધુ કોરોના કેસ, શાંઘાઈમાં લોકો એક ટાઇમ જમવા મજબૂર

    બ્રિટનમાં કોરોના વાયરસના કેસો ફરી વધી રહ્યા છે. ગત મહિને 16માંથી એક વ્યક્તિ સંક્રમિત મળ્યો હતો. આ સંક્રમણ દર ફેબ્રુઆરીમાં નોંધાયેલ દર કરતા ડબલ છે. ફેબ્રુઆરીમાં દર 35 વ્યક્તિની તપાસમાં એક કોવિડ સંક્રમિત મળતો હતો.

    દિલ્હીમાં કોવિડ-19નાં કેસમાં ઉછાળો

    દિલ્હીમાં બુધવારે પાછલા દિવસની તુલનામાં દૈનિક કોવિડ કેસોમાં લગભગ 50 ટકાનો મોટો વધારો નોંધાયો હતો, જ્યારે કોઈ નવું મૃત્યુ નોંધાયું ન હતું. રાજ્યના આરોગ્ય બુલેટિન મુજબ, દિલ્હીમાં છેલ્લા 24 કલાક દરમિયાન 299 કેસ નોંધાયા હતા જ્યારે મંગળવારે 202 કેસ નોંધાયા હતા. તે જ સમયે, 12,022 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2.49 ટકા નમૂનાઓ કોવિડ પોઝિટિવ જણાયા હતા. હાલમાં, દિલ્હીમાં 504 કોવિડ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે, જ્યારે 11 હોસ્પિટલમાં દાખલ છે. દિલ્હીમાં કોવિડ પોઝિટિવિટી રેટ એક સપ્તાહમાં 0.5 ટકા વધીને 2.70 ટકા થયો છે.

    ડોકટરોએ કહ્યું કે તે "કોઈ ગભરાટ નથી" કારણ કે કેસોની દૈનિક સંખ્યા હજી ઓછી છે, પરંતુ સાવચેતીનાં પગલાં હળવા કરવા સામે ચેતવણી આપવામાં આવી છે. મંગળવારે કોઈ હેલ્થ બુલેટિન બહાર પાડવામાં આવ્યું ન હતું. સોમવારે, દિલ્હીમાં સકારાત્મકતા દર બે મહિનામાં સૌથી વધુ 2.70 ટકા હતો. 5 ફેબ્રુઆરીએ દિલ્હીમાં કોરોના ટેસ્ટ પોઝિટિવિટી રેટ 2.87 ટકા હતો. છેલ્લા કેટલાક દિવસોમાં સકારાત્મકતા દરમાં નોંધપાત્ર વધારો થતાં દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને સોમવારે જણાવ્યું હતું કે સરકાર કોવિડ-19ની સ્થિતિ પર નજર રાખી રહી છે અને ચિંતાનું કોઈ કારણ નથી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: COVID-19, Covid-19 news

    આગામી સમાચાર