ઓછા સમયમાં જો વધારે પૈસા કમાવવા માંગો છો તો તેની એક જ રીત છે બિઝનેસ. બ્રિટનની એક યુવતી લિંડાએ પોતાના જીવનનો સફળતાનો મંત્ર (Success Story)દુનિયા સામે શેર કરતા જણાવ્યું કે તે કેવી રીતે નાની ઉંમરમાં અમીર બની ગઈ છે. તેણે જણાવ્યું કે 21 વર્ષની ઉંમરમાં યુવતીએ બિઝનેસ (How to Start Business)શરૂ કર્યો અને જલ્દી સફળતા મેળવી લીધી છે.
યુવતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક (Tiktok) પર પોતાનો વીડિયો શેર કરતા કહ્યું કે જ્યારે તેણે બિઝનેસ (Business Start Up)કરવાનો શરૂ કર્યો તો તેની પાસે 5 લાખ ડોલર એટલે કે ભારતીય મુદ્રામાં લગભગ સાડા ત્રણ કરોડ રૂપિયાની સંપત્તિ હતી. આ પછી 6 વર્ષની અંદર જ તેણે એવું કામ કર્યું કે તેની સંપત્તિ 1 અબજ સુધી પહોંચી ગઈ હતી.
The Sunના રિપોર્ટ પ્રમાણે લિંડા નામની આ યુવતીએ પોતાના સફળતા પછી હવે TikTok પર વીડિયો બનાવીને લોકોને ઇન્વેસ્ટમેન્ટની ટિપ્સ આપે છે. તેનો આ વીડિયો લિંડાફાઇનેંસના નામથી ઓળખાય છે. તેના આ મોટિવેશનલ વીડિયોથી બ્રિટનમાં બધા લોકોને ફાયદો થયો છે. તે પોતાની આ પોસ્ટમાં સફળતાની ઉજવણી મનાવતા કહે છે કે જ્યારે તમને ખબર પડે કે તમે 21 વર્ષની ઉંમરમાં નાના લેવલે બિઝનેસની શરૂઆત કરી હતી અને 27 વર્ષ થતા થતા તમારી સંપત્તિ 1 અબજ રૂપિયાથી પણ વધારે થઇ ગઈ છે.
એક અબજની સંપત્તિ ભેગી કરી ચૂકેલી લિંડાની સંપત્તિના પોર્ટફોલિયોમાં 180થી વધારે યૂનિટ્સ છે. આ યૂનિટ્સને ભાડે ચલાવે છે. લિંડાએ કહ્યું કે લોકો બિઝનેસમાં સૌથી મોટી ભૂલ કરે છે તે ઇન્વેસ્ટમેન્ટ માર્કેટમાં યોગ્ય રીતે સ્ટડી નહી કરવાની છે. બજારને સમજવી મુશ્કેલ થઇ શકે છે પણ તેના વિશે તમે જ્ઞાન વધારતા જાવ. જ્યાં જ્ઞાન ના હોય ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી બચવું જોઈએ.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર