Home /News /national-international /મહિલાએ કહ્યું, LPG પર મેગી બનાવું છું તો હેરાન રહી ગયા પીએમ મોદી, જુઓ વીડિયો

મહિલાએ કહ્યું, LPG પર મેગી બનાવું છું તો હેરાન રહી ગયા પીએમ મોદી, જુઓ વીડિયો

કેન્દ્ર સરકારે ગરીબ મહિલાઓને એલપીજી કનેક્શન ઉપલબ્ધ કરાવવા માટે વડાપ્રધાન ઉજ્જવલા યોજના બનાવી છે. આ યોજનાનો લાભ અત્યાર સુધી કેટલાક જરૂરતમંદ લોકોને મળ્યો છે. આ યોજના હેઠળ ઘણા બધા લોકોને મુફ્તમાં ગેસ ક્નેક્શન આપવામાં આવી ચૂક્યા છે. ઉજ્જવલા યોજનાનો લાભ ઉઠાવનાર એક મહિલા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની રસપ્રદ વાતચીત દરમિયાનનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિલાને પૂછે છે કે- ક્નેક્શન મળ્યા બાદ તમે કઈ ચીજ એવી વધારે બનાવો છો જે તમારા બાળકોને ખાવી વધારે પસંદ છે? પીએમે મહિલાને પ્રશ્ન કર્યો કે, કઈ વસ્તુ તમારા બાળકોને સૌથી પ્યારી છે?

આ પ્રશ્ન પર મહિલાએ વડાપ્રધાનને જવાબ આપતા કહ્યું કે, મે એલપીજીનો નવો કનેક્શન લીધો છે અને હું મારા બાળકો માટે મેગી બનાવું છું, જે તેમને ખુબ જ પસંદ છે. મહિલાના આ જવાબને સાંભળીને પીએમ હસી પડે છે, મોદી હસતા-હસતા અને થોડા આશ્ચર્યભર્યા અંદાજમાં કહ્યું, મેગી બનાવો છો? ત્યાર પછી મોદી ફરીથી હસી પડ્યા હતા. અસલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશામાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યાં હતા. આમ આ મહિલાએ મોદીને જણાવ્યું કે, તે એલપીજી પર પોતાના બાળકો માટે મેગી બનાવે છે.

First published:

Tags: Narenda Modi, ભાજપ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો