Home /News /national-international /

'મૂંછે હો તો ઠાકુર જૈસી', 20 વર્ષથી નથી કપાવી, મૂંછના જતન માટે દર મહિને ખર્ચે છે 1300 રૂપિયા

'મૂંછે હો તો ઠાકુર જૈસી', 20 વર્ષથી નથી કપાવી, મૂંછના જતન માટે દર મહિને ખર્ચે છે 1300 રૂપિયા

ઉજ્જૈનમાં મુંછ સાથે સેલ્ફિ

ઉજ્જૈનમાં એક એવો જ નથ્થુલાલ છે જે પોતાની મૂછોને કારણે હેડલાઇન્સમાં રહે છે. તેણે 20 વર્ષથી પોતાની મૂછો કાપી નથી.

    ઉજ્જૈન : જ્યારે મૂછની વાત આવે છે, ત્યારે કોઈ પણ વ્યક્તિ 'શરાબી' ફિલ્મના નથ્થુલાલને ચોક્કસપણે યાદ કરે છે. જેની મોટી મૂછો પર અમિતાભ બચ્ચનનો ડાયલોગ ખૂબ જ લોકપ્રિય બન્યો હતો. ઉજ્જૈનમાં એક એવો જ નથ્થુલાલ છે જે પોતાની મૂછોને કારણે હેડલાઇન્સમાં રહે છે. તેણે 20 વર્ષથી પોતાની મૂછો કાપી નથી. ઉજ્જૈનની મુલાકાતે આવતા પ્રવાસીઓ ચોક્કસ તેમની સાથે સેલ્ફી લે છે.

    શહેરના ઇન્દોર રોડ પર આવેલી હોટલમાં દ્વારપાલ તરીકે કામ કરતા વિજયસિંહ ઠાકુરની મૂછો 2 ફૂટ લાંબી છે અને આ મૂછો હવે ઠાકુરની ઓળખ બની ગઈ છે. તેમની લાંબી મૂછોને કારણે, હોટેલમાં આવનાર મહેમાન વિજય સિંહ સાથે ચોક્કસપણે સેલ્ફી લે છે.

    દર મહિને 1300નો ખર્ચ

    મૂળ ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લાના, 51 વર્ષીય વિજય સિંહ ઠાકુરને મૂછો ઉગાડવાનો એટલો શોખ લાગ્યો કે, તેમણે 20 વર્ષ સુધી મૂછો કાપી ન હતી. મૂછ 2 ફૂટની છે. વિજય સિંહે કહ્યું કે, મૂછો ઉગાડવી એટલી સરળ ન હતી. આ માટે દરરોજ ઘણી મહેનત કરવી પડે છે. આ માટે પૈસા પણ ખર્ચવામાં આવે છે. રોજ મૂછો ધોવી અને સુકાયા બાદ તેના પર હેર વેક્સ લગાવવું પડે છે. આનું એક પેકેટ 290 રૂપિયામાં આવે છે જે લગભગ 15 દિવસ સુધી ચાલે છે. આ સિવાય દરરોજ રાત્રે સૂતી વખતે તેલ લગાવવું પડે છે. ક્રીમ દરરોજ લગાવવી પડે છે. એક મહિનામાં મૂછોની સંભાળ માટે લગભગ 1300 રૂપિયા ખર્ચ થાય છે. પરંતુ શોખ સામે ખર્ચની શું ગણતરી. તેઓ વર્ષમાં માત્ર એક કે બે વાર મૂછોને થોડી કાપી આકાર આપે છે.

    આ પણ વાંચો1 લાખ રૂપિયાનો ખર્ચ કરીને કમાઈ શકો છો ₹ 60 લાખ, જાણો આ અદ્ભુત બિઝનેસ કેવી રીતે શરૂ કરવો?

    સેલ્ફી વિથ મૂંછ

    ઠાકુરની મૂછો હવે સેલ્ફીનું કારણ બની ગઈ છે. હોટલમાં આવતા લોકો ઠાકુરની મૂછોથી એટલા પ્રભાવિત થાય છે કે, તેઓ તેમની મૂછો સાથે ફોટોગ્રાફી અને સેલ્ફી પણ લે છે. ઠાકુર કહે છે કે, ઘણી વખત જ્યારે મહાકાલ મંદિરમાં દર્શન કરવા જાય છે ત્યારે તેમની સાથે સેલ્ફી લેવા માટે લોકોની ભીડ લાગી જાય છે. વિજય સિંહનું કહેવું છે કે, આટલી મોટી મૂછો ક્યારેય મુશ્કેલીનું કારણ નથી બની, ન તો પરિવારના સભ્યોએ ક્યારેય ના પાડી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Madhya pradesh news, Ujjain

    આગામી સમાચાર